<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

કુવાડવા તાબેન સણોસરા ગામે શેરીમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

પીઆઇ વી. આર. વસાવા અને પીએસઆઈ એ.એ. બ્લોચ અને ટીમનો દરોડો: પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મકવાણા, જયદીપભાઇ ધોળકીયા અને કુશલભાઇ જોષીની બાતમી

​રાજકોટ: શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે જુગારની બદી નાબૂદ કરવાની ઝુંબેશ અંતર્ગત મોટી સફળતા મેળવી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સણોસરા ગામની સુથાર શેરીમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોની ધરપકડ

 

 

​રાજકોટ: શહેરના પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા (ઝોન-૧) અને મદદનીશ પોલીસ કમિશનર વી.બી. જાડેજા (ઉત્તર વિભાગ) દ્વારા પ્રોહિબિશન અને જુગારની બદીઓ નાબૂદ કરવા આપેલી સૂચના અનુસાર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.આર. વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મકવાણા, જયદીપભાઇ ધોળકીયા અને કુશલભાઇ જોષીને મળેલી સંયુક્ત હકીકતને આધારે સણોસરા ગામે સુથાર શેરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

​પોલીસ દરોડા દરમિયાન જાહેરમાં ગંજીપતાનો જુગાર રમતા સાત શખ્સો પાસેથી રોકડા રૂપિયા ૩૨,૦૫૦ અને ગંજીપતાના પાના કબજે કરવામાં આવ્યા છે. 

કુવાડવા રોડ પોલીસ દ્વારા સણોસરા ગામેથી જુગાર રમતા જે સાત ઇસમોની ધરપકડ કરવામાં આવી છે, તેમાં રસુલ હાજીભાઇ કોંઢીયા (ઉ.વ.૪૭, ધંધો-ખેતી, રહે. સણોસરા ગામ, સુથાર શેરી), સંજય મોહનભાઇ પરમાર (ઉ.વ.૩૩, ધંધો-મજુરી, રહે. સણોસરા ગામ, શંકરના મંદીરની સામે), પવન હસુમુખભાઇ બુધ્ધદેવ (ઉ.વ.૨૭, ધંધો-મજુરી, રહે. સણોસરા ગામ, પેટ્રોલપંપની બાજુમાં), કાનજી કેશાભાઇ સાગઠીયા (ઉ.વ.૫૦, ધંધો-મજુરી, રહે. સણોસરા ગામ, પેટ્રોલપંપની બાજુમાં), મુકેશ મોહનભાઇ માલકીયા (ઉ.વ.૪૦, ધંધો-રીક્ષા ડ્રાઈવિંગ, રહે. સણોસરા ગામ, શંકરના મંદીરની બાજુમાં), અકીલ મેહબુબભાઇ કોંઢીયા (ઉ.વ.૩૩, ધંધો-રીક્ષા ડ્રાઈવિંગ, રહે. સણોસરા ગામ, પ્લોટ વિસ્તાર) અને  સંજય વીનુભાઇ થોરીયા (ઉ.વ.૩૨, ધંધો-ખેતી, રહે. સણોસરા ગામ, મસ્જીદની પાસે)નો સમાવેશ થાય છે. 

 

આ ​કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. વસાવા, પીએસઆઈ એ.એ. બ્લોચ, એએસઆઈ કે.વી. જાડેજા, હેડ કોન્સ્ટેબલ એમ.કે. રબારી તેમજ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મકવાણા, જયદિપભાઇ ધોળકીયા, કુશલભાઇ જોષી, જયપાલભાઇ બરાળીયા, મેહુલસિંહ ચુડાસમા, યશપાલસિંહ જાડેજા, પિન્ટુભાઇ હિરપરા અને અરવિંદસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

(10:19 AM IST)