News of Tuesday, 20th October 2026
જિલ્લા પંચાયતમાં ખેતીવાડી અધિકારી તરીકે શૈલેષ સીણોજીયાઃ તૃપ્તિબેન પટેલની ગાંધીનગર બદલી
કૃષિ વિભાગના વર્ગ-૧ ના ૭૯ અધિકારીઓની બદલી : અમરેલીના મહેશ ઝીડ મોરબીમાં: રાજકોટના વિજય કોરાટની અમરેલીમાં નિમણૂક

રાજકોટ, તા., ર૦: રાજયના કૃષિ, ખેડુત કલ્યાણ વિભાગ દ્વારા નાયબ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી કક્ષાના ૭૯ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ જીલ્લા ખેતીવાડી અધિકારી (જીલ્લા પંચાયત) તૃપ્તીબેન પટેલની નાયબ ખેતી નિયામક તાલીમ તરીકે ગાંધીનગર બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને રાજકોટ જીલ્લા પંચાયતમાં સુરેન્દ્રનગરના નાયબ નિયામક વિસ્તરણ શૈલેષ સીણોજીયાને મુકવામાં આવ્યા છે.
રાજકોટના નાયબ નિયામક વિજય પી.કોરાટને અમરેલી ખેતીવાડી અધિકારી પદે, અમરેલીના મહેશ ઝીડને મોરબી, પોરબંદરના હિમાંશુ ત્રિવેદીને આણંદ, મોરબીના કીરીટ ડાભીને પ્રોજેકટના નાયબ નિયામક તરીકે ગાંધીનગર નિયુકત કરવામાં આવ્યા છે. જામનગરના નીતીન બાબરીયા જુનાગઢ, અમરેલીના ભાવેશ પીપળીયા નાયબ નિયામક વિસ્તરણ તરીકે રાજકોટ બદલાયા છે. જુનાગઢના દીપક રાઠોડની સોમનાથ અને મોરબીના કેતન પરસાણીયાની જામનગર બદલી કરવામાં આવી છે. ગાંધીનગરના વિપુલ હીરપરા જુનાગઢમાં નાયબ નિયામક ઇનપુટ તરીકે મુકાયા છે.
(11:42 AM IST)










