News of Thursday, 25th June 2026
શાપરમાં પત્નિએ શંકા કરી પુત્રો સાથે મળી કાનાભાઇને ધોકાવ્યા
કડીયા કામમાં મહિલા મજૂરો સાથે આવતી હોઇ તેના કારણે શંકા કરી ડખ્ખો કરાયાનું કથન

રાજકોટ તા. ૨૫: શાપર વેરાવળમાં ન્યુ કનેરીયા હોસ્પિટલ પાસે રહેતાં કાનાભાઇ પ્રવિણભાઇ વધેરા (ઉ.વ.૪૮)ને સાંજે દિલીપ, મહેશ સહિતે ઢીકાપાટુ ધોકાથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.
કાનાભાઇએ કહ્યું હતું કે હું કડીયા કામની મજુરી કરી ગુજરાન ચલાવુ છું. મારી સાથે કડીયા કામ કરવા મહિલા મજૂરો પણ આવતાં હોય છે. આ બાબતે મારા પત્નિએ શંકા કરી ઝઘડો કર્યો હતો અને બાદમાં પોતાના આગલા ઘરના દિકરાઓને બોલાવી મારકુટ કરી હતી. પોલીસે આ આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(10:57 AM IST)










