<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્‍યતિથીએ કાલે શ્રદ્ધાસુમન મહારકતદાન કેમ્‍પ

દરેક રકતદાતાને ચાંદીનો સિક્કો આપશેઃ એમકેએસ ફાઉન્‍ડેશન દ્વારા આયોજન

રાજકોટઃ ખેડૂત હિતોના પ્રખર અવાજ અને લોકપ્રિય ખેડૂત નેતા સ્‍વર્ગસ્‍થ વિઠ્ઠલભાઈ રાદડિયાની સાતમી પુણ્‍યતિથિ નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ માનવસેવાના ઉમદા હેતુથી એમકેએસ ફાઉન્‍ડેશન-રાજકોટ દ્વારા મહા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

એમકેએસ ફાઉન્‍ડેશન-રાજકોટના  સુભાષભાઈ સુદાણી, મુકેશભાઈ પાઘડાળ, કલ્‍પેશભાઈ રામોલીયા એ જણાવ્‍યું હતું કે, સ્‍વ. વિઠ્ઠલભાઈ રાદડિયાનું જીવન ખેડૂતોની સેવા અને સમાજ કલ્‍યાણ માટે સમર્પિત રહ્યું હતું. તેમની પુણ્‍યતિથિએ રક્‍તદાન જેવા મહાદાન દ્વારા તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે.

રક્‍તદાન કરનાર તમામ રક્‍તદાતાઓને ચાંદીના સિક્કાની ભેટ આપવામાં આવશે.

તા.૨૯, બુધવાર, સમય : સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્‍યા સુધી, સ્‍થળઃ એમકેએસ ઇ-બાઇક પ્રા.લિ., પરીન ફર્નિચરની બાજુમાં, ગોંડલ રોડ, ગોંડલ ચોકડી નજીક, રાજકોટ

(10:34 AM IST)