<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

રાજકોટના ભુપેન્દ્ર રોડ શ્રી બાલાજી મંદિરે શ્રી હનુમાનજી દાદાને ફૂલના દિવ્ય વાઘા ધરાવાયા

શ્રી બાલાજી હનુમાનજી મંદિર પરિસર "જય બાલાજી હનુમાનજી દાદા" "જય શ્રી રામ" અને "જય બજરંગબલી" ના નાદથી ગુંજી ઉઠ્યું : .પૂ. વિવેકસાગર સ્વામીના સાનિધ્યમાં આયોજન

રાજકોટ તા.૩ :  જકોટના ભુપેન્દ્ર રોડ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી બાલાજી હનુમાન મંદિરે આજે શ્રી બાલાજી હનુમાનજી દાદાને ફૂલના દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા.પૂ. વિવેકસાગર સ્વામીના સાનિધ્યમાં આયોજન કરાયું હતું

             શ્રી બાલાજી હનુમાનજીદાદાનો શણગાર ગુલાબ, મોગરા, ગલગોટા સહિતના વિવિધ સુગંધિત ફૂલોથી કરવામાં આવ્યો હતો. સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. શ્રી બાલાજી હનુમાનજી મંદિર પરિસર "જય બાલાજી હનુમાનજી દાદા" "જય શ્રી રામ" અને "જય બજરંગબલી" ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે જય બાલાજી હનુમાનજીદાદાની આરતી અને પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

           ફૂલોથી શણગારેલા શ્રી બાલાજી હનુમાનજીદાદાના મનોહર સ્વરૂપના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

(1:39 PM IST)