<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

શ્રી મારૂતી ની ૪૧ વર્ષની સફર : “VISION 2035” સાથે લોજીસ્‍ટીક્‍સ ક્ષેત્રે પરિવર્તન લાવવાનો સંકલ્‍પ

‘‘૪૧ સાલ, સફર બેમિસાલ'' ના સૂત્ર સાથે નું ટેકનોલોજી, ઓટોમેશન અને Customer Satisfasction દ્વારા ઇન્‍ટીગ્રેટેડ લોજીસ્‍ટીક્‍સ સર્વિસીસ ને નવી ઊંચાઈએ લઈ જવાનું લક્ષ્ય

રાજકોટ, તા. ર૦ : ભારતના લોજિસ્‍ટિક્‍સ ક્ષેત્રમાં ૪૧ વર્ષ થી અગ્રેસર શ્રી મારૂતી ઇન્‍ટિગ્રેટેડ લોજિસ્‍ટિક્‍સ લિમિટેડ (SMILe) ૪૧મી એનીવર્સરી ‘૪૧ સાલ. સફર બેમિસાલ'ના Slogan સાથે ઉજવી રહી છે. પરંપરાગત કુરિયર સેવાઓથી શરૂઆત કરનાર કંપની આજે ટેકનોલોજી આધારિત ઇન્‍ટિગ્રેટેડ લોજિસ્‍ટિક્‍સ અને સપ્‍લાય ચેઇન સોલ્‍યુશન્‍સ પ્રોવાઇડર બની છે. ૪૧મી એનીવર્સરી ના પ્રસંગે કંપનીએ ‘VISION 2035' હેઠળ ઇનોવેશન, ઓટોમેશન દ્વારા  કસ્‍ટમર ને World Class Logistic Service આપવાનો સંકલ્‍પ કર્યો છે.

આ પ્રસંગે શ્રી મારૂતી ઇન્‍ટિગ્રેટેડ લોજિસ્‍ટિક્‍સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્‍ટર અજય મોકરીયાએ જણાવ્‍યું હતું કે, ૪૧ વર્ષની આ સફર અમારા માટે ગૌરવ અને જવાબદારી, બંનેનો અવસર છે. કર્મચારીઓની મહેનત, ચેનલ પાર્ટનર્સના સહયોગ અને ગ્રાહકોના વિશ્વાસના લીધે જ અમે કુરિયર સર્વિસ થી ઇન્‍ટિગ્રેટેડ લોજિસ્‍ટિક્‍સ સર્વિસીસ સુધી પ્રગતિ સાધી શકયા છીએ. ‘VISION ૨૦૩૫' સાથે અમારું લક્ષ્ય ઇનોવેશન, ઓટોમેશન દ્વારા કસ્‍ટમરને World Class Logistic Service આપી ને વિકસિત ભારતના ઉધોગો અને અર્થતંત્ર ને સહાયક  બનવાનું છે.

તા.૨૨-૧૦-૧૯૮૫ના રોજ પોરબંદર થી પ્રારંભ

દુરંદેશી ઉધોગ સાહસિક રામભાઈ મોકરીયા (શ્રી મારૂતી ઈન્‍ટીગ્રેટેડ લોજીસ્‍ટીક્‍સ લીમીટેડ ના સ્‍થાપક ચેરમેન) એ  તા.૨૨/૧૦/૧૯૮૫  વિજયાદશમી  ના  રોજ સૌરાષ્‍ટ્ર ના  પોરબંદર  સહિતના  પાંચ  સેન્‍ટરથી પ્રવીણભાઈ શર્મા સાથે  'શ્રી મારૂતી' ના  શ્રી ગણેશ કર્યા.

વર્તમાન ઉપલબ્‍ધિ.

શ્રી મારૂતી ઈન્‍ટીગ્રેટેડ લોજીસ્‍ટીક્‍સ લીમીટેડ (SMILe) એ ૪૧ વર્ષની ગૌરવશાળી સફર પૂર્ણ કરીને સમગ્ર ભારતમાં તમામ રાજ્‍યોમાં ૪,૦૦૦થી વધુ આઉટલેટ્‍સ નું રાષ્‍ટ્રીય નેટવર્ક સ્‍થાપિત કર્યું છે. વિશ્વભરમાં ઇન્‍ટરનેશનલ કુરિયર સર્વિસ અને કર્મનિષ્ઠ, નિષ્‍ઠાવાન તથા સમર્પિત ૨૨,૦૦૦ થી ૨૫,૦૦૦ યુવા પ્રોફેશનલ્‍સની ટીમ સાથે શ્રી મારૂતીએ કુરિયર ક્ષેત્રમાં ૪૧ વર્ષ પૂર્ણ કરનાર સૌપ્રથમ અને એકમાત્ર ભારતીય કંપની તરીકે અગ્રેસર સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. ‘શ્રી મારૂતી' આજે કુરીયર સર્વિસનો પર્યાય બની ગયો છે. માત્ર એક સાયકલ થી શરૂ કરેલ શ્રી મારૂતી આજે ૧૦૦૦ થી વધુ અત્‍યાધુનિક કોર્મશિયલ લોજીસ્‍ટીક વ્‍હીકલનો કાફલો ધરાવે છે. જે કસ્‍ટમર્સ ને ઝડપી, સલામત સર્વિસ ની ખાતરી આપે છે.

પરિવર્તન

‘ટ્રેડીશનલ આંગડીયા સર્વિસ' માં પરિવર્તન લાવી ને ‘અલ્‍ટ્રામોર્ડન કુરીયર બીઝનેસ' નું સફળ ફ્રેન્‍ચાઇઝી  મોડેલ  બનાવવાનું શ્રેય રામભાઈ મોકરીયાને ફાળે જાય છે. રામભાઈના યુવા સુપુત્ર  અજય મોકરીયા, એમ.ડી. અને મૌલિક મોકરીયા, ચેરમેન દ્વારા શ્રી મારૂતીના ટ્રેડીશનલ બિઝનેસ ને એડવાન્‍સ મલ્‍ટીમોડલ લોજીસ્‍ટીક બિઝનેસ માં પરિવર્તિત કર્યો. જેમાં ગ્‍લોબલ લેવલ ના લોજીસ્‍ટીક સોલ્‍યુશન Coldverse અને Fulfilment Solutions જેવી પ્રોડક્‍ટ  વિકસાવી અને કંપની ને  વૈશ્વિક પ્રવાહો સાથે ગતિશીલતા આપી છે.

સામાજિક ક્રાંતિ

કંપની સાથે જોડાયેલા હજારો કર્મચારીઓના જીવનમાં તેમણે ક્રાંતિકારી પરિવર્તન લાવ્‍યું છે. કંપનીમાં જોડાયેલા ઘણા જ સામાન્‍ય વ્‍યક્‍તિઓ આજે સફળ બિઝનેસમેન બની ગયા છે. તેમના જીવનમાં રામભાઈએ પારસમણિની ભૂમિકા ભજવીને તેમને Zero માંથી Hero બનાવી દીધા છે. આ પરિવર્તન માત્ર શ્રી મારૂતી ની ટીમ પૂરતું જ મર્યાદિત નથી. તેમણે સમાજમાં પણ આર્થિક, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ક્રાંતિ કરી છે. પોરબંદર વિસ્‍તારના બ્રહ્મસમાજમાં રોજગારીની અછત અને વ્‍યવસાય માટેની મર્યાદિત તકો વચ્‍ચે  રામભાઈ મોકરીયાએ વર્ષ ૧૯૮૫થી બ્રહ્મ સમાજ ના સંખ્‍યાબંધ યુવાનોને પારખીને તેમની સુષુપ્ત શક્‍તિઓને જાગળત કરી તેમને આર્થિક રોકાણ કે જોખમ વિના બ્રાન્‍ડેડ બિઝનેસ કરવાની એક સુવર્ણ તક પૂરી પાડી છે. આ યુવાનોને શ્રી મારૂતી સાથે જોડીને તેમને બિઝનેસની પ્રોફેશનલ ટ્રેનિંગ આપી, ભારતનાં મેટ્રો શહેરોમાં બિઝનેસમેન તરીકેનું સ્‍થાન અપાવ્‍યું છે. આજે તેમની નવી જનરેશન વિદેશમાં ઉચ્‍ચ શિક્ષણ મેળવીને નવા વૈશ્વિક પ્રવાહો સાથે તાલ મિલાવવા સક્ષમ બની રહી છે.

 રામભાઈનું ગાંધી એવોર્ડથી સન્‍માન

ગાંધી જયંતી ના અવસરે એક અગ્રણી ઉધોગપતિ તરીકે તેમજ જાહેર સેવાના ઉમદા કામગીરી માટે શ્રી મારૂતીના સ્‍થાપક ચેરમેન રામભાઈ મોકરીયાને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા    ‘ગાંધી એવોર્ડ' થી સન્‍માનિત કરવામાં આવેલ છે. દેશ ના ૨૨ થી ૨૫૦૦૦ લોકો ને રોજગાર આપવો તે ખુબ જ ઉમદા કામ છે. તેમ જણાવતાં રામભાઈ એ કહેલ કે દેશ પ્રત્‍યે મારી ફરજ બજાવી તે બદલ  કળતજ્ઞતા અનુભવું છું અને આ સન્‍માન બદલ રાજકોટ મહાનગરપાલિકા નો આભાર માનું છું.

એનીવર્સરી સેલિબ્રેશન - ચેનલ પાર્ટનર અને ટીમ મેમ્‍બર્સનું એવોર્ડ-રીવોર્ડ દ્વારા સન્‍માન

Customer Satisfaction  તે શ્રી મારૂતીની સફળતાનો પાયો છે. તે માટે ડીલીવરી સ્‍ટાફનું યોગદાન ખૂબ જ મહત્‍વનું છે આ યોગદાનની નોંધ લેવા માટે શ્રી મારૂતી એ ૪૧મી એનિવર્સરી નિમિત્તે “Smile Hero” ના Title હેઠળ ૪૧ ડીલીવરીમેન નું  સન્‍માન કરેલ છે. 

કિર્તી પુરસ્‍કાર

ગત વર્ષ દરમિાયન શ્રેષ્‍ઠ પ ફોર્મન્‍સ  આપનાર ૪૧ કર્મચારીઓને પણ ‘‘કિર્તી પુરસ્‍કાર'' ના ટાઇટલથી સન્‍માનિત કર્યા હતા.

શ્રી મારૂતી નેશનલ નેટવર્ક ભારત ના તમામ રાજ્‍યોમાં વિસ્‍તરેલ છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પヘમિ ભારતના  તમામ  રાજ્‍યમાંથી  વિવિધ  સંસ્‍કળતિ અને  ભાષા  ના લોકો શ્રી મારુતિ માં જોડાઈને  શ્રી મારૂતી નો એક અવિભાજ્‍ય હિસ્‍સો બની ગયા છે. વિવિધતામાં એકતાનો આ ઉત્તમ નમુનો છે.     

 શ્રી મારૂતી માં પરિવાર ભાવના મુખ્‍ય છે તેથી લોકો કંપનીની શરૂઆતથી આજ દિન સુધી સતત ૪૦ વર્ષના લાંબા સમયથી તેની સાથે કર્મચારી કે ચેનલ પાર્ટનર તરીકે જોડાયેલ છે.   કંપનીના સ્‍થાપના થી લઈને આજ દિન સુધી સતત કંપની સાથે જોડાયેલ કંપનીના ઉતાર ચઢાવ ના સાક્ષી તેવા વિરલ પ્રતિભાવાન કર્મનિષ્‍ઠ ૪૧ ચેનલ પાર્ટનર / કર્મચારીઓ ને શ્રી મારૂતી ના મેનેજમેન્‍ટે “The Pillars of Maruti” ના Title હેઠળ સમ્‍માનિત કરી રહી છે.

સાથે સાથે કંપનીના લક્ષ મુજબ બીઝનેસ કરવામાં સફળ  ૪૧ ચેનલ પાર્ટનરને Star Performer તરીકે સન્‍માન કરી રહી છે.

કંપનીના અવિરત વિકાસ નો સંદેશ આપવા સ્‍થાપના દિને ભારતભર ના વિવિધ રાજ્‍યો માં કંપનીએ તા.૨૨-૧૦-૨૦૨૬, એનીવર્સરી ના દિવસે એકીસાથે નવા ૪૧ ચેનલ પાર્ટનર્સનું ઓપનીંગ કરવામાં આવનારું છે.  અને તેની સાથે ૪૧ નવા પીનકોડ માં સર્વિસ નો શુભારંભ કરશે. અત્રે નોંધનીય છે કે માનનીય ગળહમંત્રી શ્રી અમિતભાઈ શાહ એ કાશ્‍મીર માંથી કલમ ૩૭૦ નાબુદ કરી ત્‍યારબાદ      શ્રી મારૂતી એ જમ્‍મુ અને કાશ્‍મીરમાં શ્રીનગર સહીત સેન્‍ટર માં ૨૫ આઉટલેટ ઓપન કરેલ છે. સમાજ સેવા અને દેશ સેવા કોરોનાકાળમાં મારૂતિ બન્‍યુ જીવન સંજીવની શ્રી મારૂતી અને તેમની ટીમ બિઝનેસ માં અગ્રેસર હોવા ઉપરાંત જરૂર પડ્‍યે દેશની જનતા ને પડખે રહેલ છે. સમાજ સેવા, દેશ સેવા તે રામભાઈ ને રાષ્‍ટ્રવ્‍યાપી ટીમ ને આપેલા સંસ્‍કાર છે. ભૂતકાળ માં સુરત નો પ્‍લેગ, કચ્‍છ નો ભુકંપ, પોસ્‍ટ ની હડતાલ,કારગીલ યુદ્ધ, પુલવામા એટેક જેવી કુદરતી કે માનવ સર્જિત આફતો વખતે રાષ્‍ટ્ર ભાવના થી પ્રેરાઈ ને દેશને આર્થિક અને સેવાકીય યોગદાન પૂરું પાડેલ છે.

કોરોનાના કપરા કાળમાં જીવન જરૂરી વસ્‍તુઓ તેમજ દવાઓ માટે સર્વિસ ચાલુ રાખી ને મારૂતિ કુરિયર જીવન સંજીવની બન્‍યુ હતુ. પી.એમ. કેર ફંડમાં ૧ કરોડ ૮ લાખ અને સી.એમ.કેરમાં ૨૭ લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવેલ.

Save Environmentને સહયોગ

ટ્રાન્‍સપોટેશન ને પોલ્‍યુશન ફ્રી બનાવવા માટે શ્રી મારૂતી એ ઇલેક્‍ટ્રિક વાહનો ને પ્રાયોરીટી આપેલ છે. ૨૦૨૧ થી આજદીન સુધીમાં સંખ્‍યાબંધ ડીઝલ કોર્મશીયલ વ્‍હીકલ ને શ્રી મારૂતી એ ઈ-વ્‍હીકલ માં તબદીલ કરેલ છે. ૨૦૨૨ થી કસ્‍ટમર્સ ને રીસીપ્‍ટ ની હાર્ડ કોપી ના બદલે ડીઝીટલ કોપી આપવાનું શરુ કરી Digital Transformation દ્વારા પેપર ની બચત કરી Save Environment  ની   ઝુંબેશ માં સહયોગ આપ્‍યો છે.

વિકાસ યાત્રામાં પોતાનો

સૂર પુરાવવા તત્‍પર

કંપનીના ગૌરવપૂર્ણ ૪૧ વર્ષોની ઊજવણી અંગે શ્રી મારૂતી ઇન્‍ટિગ્રેટેડ લોજિસ્‍ટિક્‍સ લિમિટેડ(SMILe)ના ફાઉન્‍ડર ચેરમેન રામભાઈ મોકરીયાએ જણાવ્‍યું હતું કે ‘અમે અમારી કામગીરીના ૪૧ ઝળહળતા વર્ષો પૂર્ણ કરી રહ્યા છીએ.  આ ૪૧ વર્ષોમાં શ્રી મારૂતી ભારતભરના અનેક બિઝનેસ ની Backbone બની રહી છે. ઇનોવેશન થકી અમે કરોડો લોકોની લોજિસ્‍ટિક્‍સની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છીએ અને સમગ્ર શહેરી અને ગ્રામીણ વિસ્‍તારોના વિકાસને સહયોગી થઈ રહ્યા છીએ. ભારત એક વિકસિત રાષ્‍ટ્ર બની ચુકયું છે ત્‍યારે શ્રી મારૂતિ દેશ ની ઇન્‍ડસ્‍ટ્રી અને ફાયનાન્‍શિયલ સેક્‍ટર ને WORLD CLASS LOGISTIC SERVICE પૂરી પાડી ને દેશ ની ECO SYSTEM ને નોંધપાત્ર યોગદાન આપી રહી છે.  પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત ૨૦૪૭' દ્વારા ભારત ને આઝાદી ના ૧૦૦ વર્ષ પુરા થાય ત્‍યાં સુધીમાં (૧૯૪૭ થી ૨૦૪૭) એક આત્‍મનિર્ભર સમળદ્ધ  આધુનિક અને વિકસિત રાષ્‍ટ્ર બનાવવાનો એક મહત્‍વપૂર્ણ  સંકલ્‍પ કર્યો છે ત્‍યારે દેશ ની વિકાસયાત્રા માં પોતાનો સુર પુરાવવા તત્‍પર અને કટિબદ્ધ છીએ.

સૌનો આભાર

લોજિસ્‍ટિક્‍સ ક્ષેત્રમાં ટેકનોલોજી, ઓટોમેશન અને ડિજિટલાઇઝેશનનું મહત્ત્વ સતત વધી રહ્યું છે ત્‍યારે શ્રી મારૂતી તેની ઇકોસિસ્‍ટમને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહી છે. પરિવર્તનના આગામી તબક્કાને દિશા આપવા માટે કંપનીએ ‘VISION 2035' નક્કી કર્યું છે, જેના હેઠળ શ્રી મારૂતી ટેકનોલોજી આધારિત સપ્‍લાય ચેઇન ઇકોસિસ્‍ટમ વિકસાવી ચુકી છે. માર્કેટની બદલાતી જરૂરિયાતો અને ભારતીય વ્‍યવસાયોની વધતી માંગને અનુરૂપ શ્રી મારૂતિએ પોતાની સેવાઓનો વ્‍યાપ વિસ્‍તાર્યો છે. આજે કંપની એક્‍સપ્રેસ ડિસ્‍ટ્રીબ્‍યુશન, ઈ-કોમર્સ લોજિસ્‍ટિક્‍સ અને ફુલફિલમેન્‍ટ, કોલ્‍ડ ચેઇન લોજિસ્‍ટિક્‍સ, બલ્‍ક કાર્ગો, ફુલ ટ્રક લોડ (એફટીએલ), પાર્ટ ટ્રક લોડ (પીટીએલ) અને ઇન્‍ટરનેશનલ  લોજિસ્‍ટિક્‍સ જેવી સર્વિસીસ પૂરી પાડે છે. અમે હજુ વધુ લેન્‍ડમાર્ક હાંસલ કરવા સજ્જ છીએ અને તમામ માનવંતા ગ્રાહકો, ચેનલ પાર્ટનર્સ, કર્મચારીઓ અને લોજિસ્‍ટિક્‍સ ઇન્‍ડસ્‍ટ્રીના તમામ હિતધારકો માટે વધુ સારી ઇકોસિસ્‍ટમ ઊભી કરવા અને ઇનોવેટિવ લોજિસ્‍ટિક્‍સ સોલ્‍યુશન પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છીએ, એમ અજય મોકરિયાએ ઉમેર્યું હતું.

શ્રી મારૂતી પરિવાર ના તમામ સભ્‍યો, માનવંતા ગ્રાહકો, બિઝનેસ એસોસિએટસ તથા શુભેચ્‍છક મિત્રો નો આ એનિવર્સરીના પ્રસંગે આભાર વ્‍યક્‍ત કરીએ છીએ

(2:10 PM IST)