<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

શ્રી રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટી દ્વારા રવિવારે રપમાં પ્રતિભા સન્‍માનનું આયોજન : ૭૦૦ વિદ્યાર્થીઓને ફુલડે વધાવાશે

 

રાજકોટ : શ્રી રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટી, રાજકોટ દ્વારા આગામી તા. ર ઓગષ્‍ટના રોજ રપમાં પ્રતિભા સન્‍માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે તા. ર ઓગષ્‍ટના આયોજીત આ કાર્યક્રમમાં સવારે ૯ વાગે ધોરણ પ થી ૯ અને બપોરે ૩ વાગે ધો. ૧ થી ૪ ના એમ કુલ ૭૦૦ વિદ્યાર્થીઓને મોમેન્‍ટો સાથે બે ભેટ, બે કેરી બેગ, ફોટો આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે મો. ૯૮૭૯પ૭૦૦૯૦ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્‍વીરમાં સંસ્‍થાના પ્રમુખ રમણભાઇ કોટક, સભ્‍ય મોહિત સેજપાલ, મે. ટ્રસ્‍ટી જયંત પાઉ, સ્‍થા. પ્રમુખ જશુમતીબેન વસાણી, સભ્‍ય મનિષભાઇ પાઉ, ઉપપ્રમુખ જીજ્ઞેશભાઇ માખેચા નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(10:54 AM IST)