<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમે દેશભરમાંથી ૭૦૦થી વધુ સંતો મહંતોની પધરામણી

‘આશ્રમ હી ચારો ધામ હૈ, કહી જાને કી જરૂરત નહી હૈ' : અષાઢ માસ ગુપ્‍ત નવારાત્રી નિમીતે ૨૩મી સુધી શ્રી રામચરિત માનસજીના નવાહ પાઠઃ ભાવિકોને લાભ લેવા અનુરોધ

રાજકોટઃ પ.પૂ.શ્રી સદ્‌ગુરુદેવ ભગવાનશ્રિ રણછોડદાસજીબાપુશ્રનિી પ્રેરણા તથા આર્શિવાદથી પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદ્‌ગુરૂ સદન ટ્રસ્‍ટ) રાજકોટ દ્વારા અષાઢ માસ ગુપ્‍ત નવરાત્રિ નિમિતે આયોજીત શ્રી રામચશ્રિત માનસજીનાં નવાહ પાઠમાં ચિત્રકુટ, અયોધ્‍યા, વૃદાંવન, પુષ્‍કર, (રાજસ્‍થાન) ,જયપુર, હરિદ્વાર, નેપાળ, નૈમીશારણ, ઋષિકેશ, મથુરા, પ્રયાગરાજ, બનારસ, ઉજ્જૈન, ગયા (બિહાર), જગન્નાથપુરી, વિગેરે જગ્‍યાએથી ૭૦૦ થી વધારે સંતો મંહતો આશ્રમમાં રહીને શ્રી રામચરિતમાનસજી પાઠનું વાંચન કરીને રામાયણજીનાં પાઠ કરી રહ્યાનું જણાવાયું છે. આ સંતોનાં દર્શનનો લાભ સર્વ ધર્મપ્રેમીભાઇ -બહેનો ગુરૂભાઇ-બહેનો તા.૨૩ સુધી લઇ શકશે. વધુ માહિતી માટે મો. ૯૫૮૬૩ ૦૮૧૭૮ ઉપર સંપર્ક કરી શકાય છે.

(2:08 PM IST)