તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
News of Monday, 26th October 2026
‘શ્રીમાળી બ્રાહ્મણ’ જ્ઞાતિ ક્ષેત્ર વૈભવી ઇતિહાસઃ શ્રીમાળી બ્રાહ્મણો ૧૪ ગોત્રો અને ૮૪ અવટંકો છે
‘‘મુખ જોવા અરીસા ની જરૂર હોય તેમ ઇતિહાસ જાણવા થી અજ્ઞાનતા મમત્વ દૂર થાય'': શ્રીમાળી બ્રાહમણોની સૌથી વધુ વસ્તી શ્રીમાળ નગરની આજુબાજુ વિસ્તરેલી છે આશરે ૪૫૦૦૦ પરીવારનો વસવાટ છેઃ આ શહેર જે તે સમયે આશરે ૧૬૫ વર્ષ ઊજ્જડ રહેલું હતું : ‘‘શ્રીમાળ નગરમાં વસ્યા એટલે શ્રીમાળી બ્રાહ્મણ કહેવાયા'' ‘‘શ્રીમાળ નગરને આજે ભીનમાળ (ભીનમાલ) કહેવાય છે'' રાજસ્થાન માં આવેલું છે ‘‘આજે પણ દૈવી શહેર કહેવાય છે'' ‘‘શ્રીમાળી બ્રાહ્મણમાં લગ્ન વખતે આઠ ફેરા ફરવામાં આવે છે.''

બ્રાહ્મણો સૌ મહર્ષિના સંતાનો એક જ હતા અને છે. પરંતુ કાળે સ્થાનાતર ભેટે જુદી જુદી જ્ઞાતિઓમાં વહેંચાઈ ગયા. શ્રીમાળી બ્રાહ્મણો શ્રીમાળ નગરમાં વસ્યા જેથી ઉપનામ શ્રીમાળી બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણોની ઉત્પતિ ક્યાં ? કેવી રીતે ? વગેરે વગેરે બાબતો સૌ જાણતા જ હોય છે. કહેવાય છે કે શ્રીમાળી બ્રાહ્મણ નામ લક્ષ્મી પતિ વિષ્ણુ ભગવાન દ્વારા પ્રદાન થયેલ સન્માન જનક નામ છે. જે તેની વિધ્વતા નું પ્રમાણ છે. કહેવાય છે. કે મહર્ષિ ભૃગુ ત્યાં કન્યા નો જન્મ થયેલો તેમનું નામ શ્રી રાખવામા આવ્યું તેમના વન્સજો ને શ્રીમાળી બ્રાહ્મણ કહેવાયા
દરેક જ્ઞાતિની પોતાની હકીકત જાણવા મળે તે દરેકને ઇચ્છનીય પણ હોય છે. કારણ રીવાજોનું ખરા પણું સમજી શકાય જેથી આ અંગે પ્રયત્ન કરેલ છે. (જ્યારથી અમદાવાદ આપણી બોર્ડિગમાં કિશોરા અવસ્થાથી જતો અત્યારથી આવો શોખ હતો ) દરેક સમાજને ભૂતકાળનો ઇતિહાસ વર્તમાન કાળને ઉત્તેજિત કરે છે. અને વર્તમાન કાળનો ઇતિહાસ ભવિષ્ય કાળની ભાવના જાગૃત કરે છે. આપણો જ્ઞાતિનો ઈતિહાસ જ્ઞાતિની દ્રઢતાને - રચનાત્મક કાર્ય પદ્ધતિને પોષી રહ્યો છે. સાથે ઉચ્ચ સંસ્કારી આત્મ બળે બનાવાને પ્રેરણા ચોક્કસ પૂરી પાડશે. આજના નાની વયના બાળકો તથા યુવાનોને ચોક્કસ પ્રેરણાદાયી રહેશે.
જ્ઞાતિ એટલે શું? જ્ઞાતિ એટલે કુટુંબ સુખ દુઃખના સમયમાં સાથે રહે ઉપયોગી થાઇ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિનું મૂળ ઉત્પત્તિ સ્થાન શ્રીમાળ ક્ષેત્ર ( ક્ષેત્રે એટલે પવિત્ર ભૂમિ ) એનું પૂરું નામ શ્રીમાળ નગર જેની ભવ્યતા અતિ હતી મુખ્ય વિશાળ દરવાજા મહેલો વેદશાળા પાઠ શાળા મઠ મંદિર મહાદેવ લીંગો પવિત્ર સરોવરો -દુર્ગાદેવીના સ્થાનક હતા આ નગરી મંત્રો યજ્ઞો વેદો- યંત્રોથી તે સમયે ગુંજતી રહેતી જે હાલના સાંપ્રત સમયે તેનું પરિવર્તિત નામ ભીનમાળ (ભિનમાલ) તે વીરભૂમિ - મરભૂમિ મારવાડના જોધપુર અને આબુ વચ્ચેના વિશાળ મેદાનમાં આવેલ છે. આમ ભીનમાળ અત્યંત ઐતિહાસિક નગરી છે કોઈ પણ જ્ઞાતિ ઉત્પતિ તેના સ્થાન કે ઋષિમુનિઓના ઉપરથી થયેલી જણાય છે. આ પરથી શ્રીમાળી બ્રાહ્મણ-વાણીયા -સોની વગેરેની ઉત્પતિ શ્રીમાળ નગરમાં છે તેમના પરથી શ્રીમાળી વિશેષણ પામ્યા આ ગામની એવી પણ કથા છે કે શ્રીમાળ નગરમાં તાડકા નામની રાક્ષસી(સારિકા) નો ત્રાસ હતો તે શ્રીમાળી બ્રાહ્મણને અને ખાસ કરીને લગ્ન વખતે વરને મારી નાખતી અને માથું લઈ જતી જેના ત્રાસને કારણે અનુક્રમે શ્રીમાળનગર ઉજડ થઈ ગયું અને વર્ષો સુધી આશરે ૧૬૫ વર્ષ ઊજડ રહ્યું. અમુક સમય પછી આ સ્થળે પરાક્રમી ‘ શ્રીપુંજ' નામનો રાજા યાત્રા દરમિયાન ત્યાં આવ્યો તે ઉજ્જડ પ્રદેશના બ્રહ્મકુંડમાં સ્નાન કરવાથી તેમના કોઢના રોગથી મુક્તિ થયો હતો ત્યારે તેમણે આ વિસ્તાર બાબતે જાણકારી મેળવી તેના બદલામાં ‘‘શ્રીપૂંજ'' રાજા એ શ્રીમાળ નગર ફરી વસાવ્યું અને ત્યાંથી બહાર ગયેલા શ્રીમાળી બ્રાહ્મણોને ફરીને બોલાવ્યા (કહેવાય છે કે પુષ્કર્ણા અને ભોજક બ્રાહ્મણ બંને શ્રીમાળી બ્રાહ્મણ કુળ છે )
ગોત્ર અને અવટંકોઃ- શ્રીમાળ નગરમાં વસેલા બ્રાહ્મણો જ્ઞાતિમા ચાર વેદના બ્રાહ્મણો છે. અને શ્રીમાળી બ્રાહ્મણો ૧૪ ગોત્રો અને ૮૪ અવટંકો છે.
૧. સનકસ
૩ પ્રવર-સહોત્ર. ગુચ્છમદ. ગાર્છમદ, ૩ વેદ - ઋગ્વેદ. યજુર્વેદ. સામવેદ.
૩ શાખા - આશ્વાલયની. માંધ્યન્દિની. કૌથુમી.
૧૦ અવટંક - ત્રવાડી ટોકર; ત્રવાડી બાકુલિયા; ત્રવાડી સાંગડા; ત્રવાડી જેષલિયા; ઓઝા ટોકર ઓઝા બાકુલિયા; વ્યાસ બાકુલિયા; વ્યાસ ડિબલિયા; દવે મઠકર; દવે ઉનામણા.
શર્મ નન્દ; કુલદેવી વરૂણાર્થી; શિવ વાહિમકેશ્વર; વિનાયક જનલીલ; ભૈરવ આનન્દ; યક્ષ વત્સઃ
૨. ભારદ્વાજ
૩ પ્રવર - આંગિરસ. બાર્હસ્પત્ય. ભારદ્વાજ. ૪ વેદ - ઋગ્વેદ. યજુર્વેદ. સામવેદ-અથર્વા.
૪ શાખા - આશ્વલાયની. માધ્યન્દિની. કૌથુમી. સ્વાન્તરાયણી.
૧૨ અવટંકઃラઓઝા ભોપલ; ઓઝા નવલખા; વ્યાસ ભોપલ; લ્યાસ નવલખા; જોશી ભોપલ
ત્રવાડી ભોપલ; ત્રવાડી ઉનામડા; ત્રવાડી ભિયા; દવે નિર્ણાથકા દવે ફાડિયા; દવે નરેચા; વોરા પેટા. શમ શિવ. કુળદેવી બંધુક્ષણી શિવ નવલક્ષેશ્વર. વિનાયક દુર્દવ. ભૈરવ ઈશાન. યક્ષઃ રામેશ્વર.
૩. પારાશર
૩ પ્રવર - વસિષ્ઠ. શક્તિ.પારાશર. ૨ વેદ - ઋગ્વેદ. સામવેદ ૨ શાખા - આશ્વલાંયની. કૌથુમી.
૫ અવટંકラત્રવાડી ગાધે; ત્રવાડી નરેચા; વ્યાસ ગાધે, જોશી જેષલિયા; ઓઝા ચણ્ડીશા.
શર્મ ત્રાત. કુલદેવી. વટયક્ષણી. શિવ .પારેશ્વર. વિનાયક નર્ક. ભૈરવ સિદ્ધિદાતા. યક્ષ ચિત્રેશ્વર.
૪. કૌશીક
૩ પ્રવર - વિશ્વામિત્ર. દેવરાત. ઔદલ. ૨. વેદ - ઋગ્વેદ. સામવેદ.
૨ શાખા - આશ્વલાયની. કૌથુમી.
૬ અવટંકઃラઓઝા શલ્યા; ત્રવાડી શલ્યા; ત્રવાડી કાણોદ્રા; આવસ્થી કાણોદ્રા; જોશી નરતેચા
ઠાકુર નરતેચા. શર્મ ભવ. કુલદેવી કમલેશ્વરી, શિવ ત્રમ્બકેશ્વર. વિનાયક સ્વર્ગ. ભૈરવ કાલભૈરવ. યક્ષ કામેશ્વર
૫. વચ્છસ
૫ પ્રવર - ભૃગુ. ચ્યવન. ઉર્વ. આપલવાન. જમદસિ. ૨ વેદ - યજુર્વેદ. સામવેદ,
૨ શાખા - માધ્યન્દિની. કૌથુમી.
૫ અવટંકラત્રવાડી દશોત્તર; ત્રવાડી સંઘાઉત્ર; આવસ્થી અગ્નિહોત્રી; દવે કણેરિયા; જોશી પાડેચા.
શર્મ મિત્ર. કુલદેવી બાલગૌરી. શિવ દુર્દરેશ્વર. વિનાયક ગોવત્સલ. ભૈરવ મ ગલમૂર્તિ. યક્ષ ગનગ્રીય.
૬. ઓપમન્યવ
૧ પ્રવર - ઉપમન્યુ. ૧ વેદ - સામવેદ. ૧ શાખા - કૌથુમી.
૧ અવટંક - ત્રવાડી મેર. શર્મ ભૂત. કુલદેવી નાગિની. શિવ ભૂર્ભુ-વેશ્વર, વિનાયક સિદ્ધિવિનાયક. ભૈરવ બટુક. યક્ષ ઉભય.
૭. કશ્યપ
૩ પ્રવર - કાસ્યપ. વત્સ. નૈધ્રુવ. ૨ વેદ - સામવેદ. અથર્વા.૨ શાખા - કૌથુમી. સ્વાન્તરાયણી.
૧૩ અવટંક - ત્રવાડી જાજડોલા; ત્રવાડી અયાચી (આદ્ય) ત્રવાડી કાશ્યપૈયા; ત્રવાડી વટસુહાલિયા; ત્રવાડી લોહર; ત્રવાડી વાચડીયા; ત્રવાડી કરછંડા; જોશી ચણ્ડશા; જોશી પાવડાત્ર; જોશી પાંચાલા; વોરા ભાંભટ; વોરા જાજડોલા; વ્યાસ 'પુરેચા.
શર્મ ભ્રાત; કુલદેવી યોગેશ્વવી; શિવ કાશ્યપેશ્વર; વિનાયક મૃત્યુ; ભૈરવ જાટિલ; યક્ષ લક્ષમણેશ્વર.
૮. ગૌતમ
૩ પ્રવર - ઔતથ્ય. આંગિરસ. ગૌતમ. ૧ વેદઃラયજુર્વેદ. ૧ શાખા - માધ્યન્દિની.
૬ અવટંક - દવે લમ્પાઉ; દવે શાંચલ વાડિયા; દવે પંચતોડ; દવે ગૌતમ; જેશી ગૌતમ; ઠાકુર લાપશા.
શર્મ દાસ. કુલદેવી નિમ્બજા. શિવ ચડેશ્વર. વિનાયક સાધ્ય. ભૈરવ ગ્રામપાલક. યક્ષ દમયિતા.
૯. શાણ્ડલ
૩ પ્રવર - આશૈલ. દેવલ. શાણ્ડલ.૨ વેદ - યજુર્વેદ. અથર્વવેદ.
૨ શાખા - માપ્યન્દિની. સ્વાન્તરાયણુ.
૪ અવટંક - દવે ક્રીડિયા; વોરા ક્રીડિયા; વોરા ધાંધલવાડિયા; વોરા પંડયા, શર્મ સામ.
કુલદેવી ક્ષેમ કરી. શિવ જયેશ્વર. વિનાયક - ઉદય. ભૈરવ અસિતાંગ. યક્ષ ત્રિશલી.
૧૦. ચન્દ્રાસ
૩ પ્રવર - આત્રેય. ગાવિષ્ઠિર, પૂર્ણ. ૨ વેદ - યજુર્વેદ. સામવેદ.૨ શાખા - માષ્યનિદની. કૌથુમી.
૩ અવટંકઃ-દવે હાડી આરણ્યા; દવે હાડી કેલવાડિયા; દવે વાતુલઃ જોશી વાતુલ શર્મ નાગ. કુલદેવી મહાલક્ષ્મી. શિવ પ્રયુતેશ્વર. વિનાયક ટુઢિરાજ. ભૈરવ વિજય. યક્ષ દેવ.
૧૧. લૌડવાન
૩ પ્રવર - આંગિરસ. ઔતથ્ય. લૌડવાન.
૧ વેદ - યજુર્વેદ. ૧ શાખા માધ્યન્દિની.
૩ અવટંક - દવે કુચર; દવે પાઠક. વ્યાસ કુચર. શર્મ ગુપ્ત. કુલદેવી ચામુંડા. શિવ ભૂતેશ્વર. વિનાયક કાલિ ભૈરવ યુંજાન. યક્ષ ધનેશ્વર.
૧૨. મૌદ્દગલ
૩ પ્રવર - આંગિરસ. ભારમ્ય. મૌદ્દગલ. ૧ વેદ - યજુર્વેદ. ૧ શાખા - માધ્યન્દિની.
૪ અવટંક - દવે વેલડિયા; દવે ચાંપાનેરિયા; દવે દ્વિતીયા; દવે ગેધા. શર્મ ઘેષ. કુલદેવી ખરાનના. શિવ ગંગેશ્વર. વિનાયક આર્ય. ભૈરવ દેવવત્સલ. યક્ષ હર્યક્ષે.
૧૩. કપિજલ
૩ પ્રવર - વશિષ્ઠ. ભારદ્વાજ. ઇન્દ્રપ્રમદ.
૨ વેદ - ઋગ્વેદ. યજુર્વેદ. સામવેદ.
૩ શાખા - આશ્વલાયની. માધ્યન્દિની. કૌથુમી.
૧૦ અવટંક - દવે પનોલિયા; દવે દલભટા; દવે મહતારમણેચા; દવે પુમાણેચા; દવે જીવાણેચા; દવે ખાડિયા; દવે મનાપુત્ર; ઓઝા બાધલિયા; ઠાકુર ભિયા; ઠાકુર કપિજલ.
શર્મ દત્ત. કુલદેવી બકસ્થધી ( સુરભિ ) શિવ નાગેશ્વર વિનાયક ઉભય. ભૈરવ રકતાંગ. યક્ષ દુર્દર.
૧૪. હરિતસ
૧ પ્રવર - હરિતસ. ૧ વેદઃラઋગ્વેદ. ૧ શાખાઃラઅશ્વલાયની
૧ અવટંક - ઓઝા બાચડિયા.
શર્મ દેવ. કુલદેવી દત્તચંડી. શિવ યાગેશ્વર. વિનાયક આર્જુન. ભૈરવ વટપાલક. યક્ષ સૂર્ય.
રીત રિવાજઃ- શ્રીમાળી બ્રાહ્મણોનો આજે પણ શ્રીમાળ નગરની કથાઓ સાથે એટલો બધો ગાઢ સંબંધ રહેલો છે કે સેકડો વર્ષો થયા પણ આજે પણ સંબંધ જાળવેલ છે. અને રીત રિવાજોને પણ જાળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લગ્ન પ્રસંગે ઊંટ દેવી નું પૂજન લગ્ન દિવસના પ્રાતઃકાળ પહેલા બ્રાહ્મ મૂહર્ત કરવામાં આવે છે. જેના કારણે જાન એક દિવસ વહેલી આવે છે ( જે આજે લુપ્ત છે) બંને વેવાણો હાથમાં દીવડાવો લઈ ચોરી બાંધવાની જગ્યાએ સામસામે ગળે મળે છે દીવડા - જારી વગેરેની આપ લે કરે ઇન્ડિયા પિડીયા ઉતારી પોંખે છે સંપટિયા પણ ફોડે છે. વર ને ચોરી ની જગ્યાએ ચાર ખીલીઓ ખોડી દોરી બાંધેલી હોય છે. તે ફરતા ચાર ફેરા ફેરવે છે. તે વખતે જે ગીત ગાય છે તેમાં ‘‘ઊંટા........ ઊંટારે ઊંચા શ્રાવણે અલઇઑ દલઇઓ ઉટા....ઉટા રે જેમાં ઉટા શબ્દ વારેવારે ખાસ આવે છે આ ગીતના શબ્દો પરણનારી કન્યા ન સાંભળી શકે તે માટે તેને દૂરની જગ્યાએ સુવાડે તેમ જ કાનમાં રૂના ભૂંભડા પણ ભરાવે છે. જે ઊંટા દેવીએ સારિકા નામની રાક્ષસણિ હોય તેવી માન્યતા છે. કન્યાને અને વરને વગર ધોયેલા કપડાં પહેરાવવા કન્યાને જે પાનેતર પહેરાવવામાં આવે છે. તેમ વરરાજા ને પણ કોરા રેશમી ઝુકતા પહેરવામાં આવે છે. વળી હસ્ત મેળાપ માંડવામાં નહીં કરતા ગોત્રજ પાસે ઘરમાં કરવામાં આવે છે. વળી લગ્ન કર્યા બાદ જાનને વધાવતા કન્યાને ગામને પાદરેથી ઉતારી વર એકલા જ ઘરે જાય છે. જે વાત સારિકા રાક્ષસણિ અને કૃત રાક્ષસ સાથે જોડાયેલી છે. આપણામાં શ્રાદ્ધ વખતે પ્રથમ નાગ બનાવી તેનું પૂજન કરવામાં આવે છે જે પરંપરા અનેક જગ્યાએ છે. પાતાળના સર્પરાજ કકલ સાથે જોડાયેલ છે. આપણમાં લગ્ન વખતે આઠ ફેરા ફરવામાં આવે છે. અને રજાઓ ઢાળવામાં આવે છે ( શ્રીમાળ પુરાણને અનુસવામાં આવે છે મૂળ રીત રિવાજમાં ફેરફાર થતા રહ્યા છે).
સ્થાનાંતર ;- શ્રીમાળ નગરમાં વસનારા શ્રીમાળીઓ શ્રીમાળ નગરી છોડી સ્થળાંતર કર્યું શ્રી માળનગરમાં શ્રીમાળી બ્રાહ્મણ ‘‘ગુરુ તરીકે ઓળખાતા એટલે અત્યારે જેને આપણે ગોર'' કહીયે છીએ''. ત્યાં જાહોજલાલી શૌકાથી ખૂબ હતી હજારમાં શ્રીમાળ નગર છોડવાની શરૂઆત થયેલી સૌથી પહેલા ધોળકા અને હળવદમાં વસવાટ કર્યા તે સમયે વાઘેલા વંશના રાજ્ય ધોળકામાં હતું ( આશરે ઈ.સ. ૧૩૦૦ ) શ્રીમાળનગર થી ધોળકા અભ્યાસ અર્થે તે સમયે લગભગ ૭૦૦ કુટુંબો ધોળકામાં આવ્યા તેવું કહેવાય છે. જે જ્યાં વસ્યા તે બ્રાહ્મણી પીઠ ના નામથી આજે પણ ઓળખાય છે અને પ્રસિદ્ધિ અને દ્રઢતા પણ ખૂબ વધી તે સમયે આપણા બંધુઓ કદાવર - મજબૂત અને નીડર શૂરવીર યોદ્ધા હતા. તેમની વિધ્વતા, કર્મકાંડ,આચાર,વિચાર,ધર્મતા શુદ્ધ હતા અને રાજ્યકાર ભાર પણ માથું માર્યું વેપાર ચાલુ કર્યા. કોઈએ નોકરી કરી ત્યાં ફરીને શ્રીમંતાઈ વધી કુટુંબોમાં કન્યાઓની આપ-લે થાય તેવા હેતુસર મંડળીની પણ સ્થાપના થયેલી ધોળકા થી ઘણો ભાગ કાઠીયાવાડના ભાવનગર, વઢવાણ, વડનગર, ભંડારીયા, તળાજા, મહુવા, રાણપરા, અમરેલી, વગેરે સ્થળોએ હળવદ પણ આપણું શ્રીમાળીનું કહેવાય છે. પેસવા સરકારે શ્રીમાળી બ્રાહ્મણોની વિધ્વતા અને આચાર જોઈને હળવદ ગામ દાનમાં આપેલું છે. હળવદમાં શ્રીમાળી પરિવાર અમદાવાદ તેમજ ગુજરાત કાઠીયાવાડમાં જઈ વસ્યા છે. અમદાવાદમાં પણ એને પરિવાર હોશિયાર અને સાથે મળી પણ બનાવેલ છે ૧૬ મી ૧૭ મી સદીમાં અમદાવાદમાં શ્રીમાળી બ્રાહ્મણોની વસ્તી પણ ખૂબ વધી છે ત્યાં શ્રીમંત, શૂરવીર નામાંકિત પરિવાર પણ વસવાટ કરે છે.
અમદાવાદની આજુબાજુમાં પ્રાંતિજ, ખંભાત, કપડવંજ, મહેસાણા, કલોલ, કડી વગેરે શહેરોમાં વસ્યા છે. અમદાવાદમાં શ્રીમાળી બ્રાહ્મણ છાત્રાલયની પણ સ્થાપના થયેલી છે. ત્યારબાદ આપણો સમાજ આશરે ઈ.સ.૧૭૨૩ માં ગોહિલ વંશ વિસ્તાર ભાવનગરમાં વસવાટ કર્યા અને શિક્ષણ નોકરી વગેરેમાં પણ સ્થાન મેળવવા માંડ્યા આજે ભાવનગર આપણી જ્ઞાતિનું કેન્દ્ર કહી શકાય છે. જામનગરમાં પણ વસવાટ થયેલો ઈ.સ. ૧૫૧૯ માં જામનગરની સ્થાપના થયેલી.
ત્યાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વસ્તી વધતી ગઈ. સાથે સાથે આજુ- બાજુના ગામડાઓ માં વસ્તી વધારો થવા લાગ્યા. તે સમયે ધ્રોલની પરિસ્થિતિ ખૂબ સારી હતી ત્યાં આપણો વસવાટ થયેલો અને આજે પણ છે. ( ધ્રોલ માં આજે પણ પરાસર ગોત્રના કુળદેવી શ્રીવટયક્ષીણી માતાજી સુરપુરા બિરાજમાન છે) જામનગર રાજ્યના દરબારમાં પણ આપણી સુજબુજને કારણે કારભારમાં પણ સ્થાન મળ્યું જેમાં આપણો મુખ્ય ધંધો ધીરધારનો થવા લાગ્યો. જામનગરમાં શ્રીમાળી બ્રાહ્મણ સમાજની આઠ પાખી હતી ૧૭ મી ૧૮મી સદી બાદ આપણી જ્ઞાતિની પ્રખ્યાતથી વધારે થવા લાગી ત્યાં શ્રીમંતો અને સામાન્ય પરિવારને પોતાના સમાજ પ્રત્યે લાગણી ભાવ વધારો હતો. અને આજે પણ છે. આજે પણ બ્રાહ્મણ શ્રીમાળી બ્રાહ્મણ સમાજના નામે અનેક વિસ્તારો સ્થાપિત થયેલા છે જામનગર સંગઠન માટે આજે પણ જાણીતું છે તે જ રીતે રાજકોટમાં આશરે ૧૬મી સદી પછી શ્રીમાળી પરિવારનો વસવાટ થયો. અહીં શ્રીમાળી બ્રહમ્ણ નો વસવાટ છે અને ધંધો વ્યાપાર સારા પ્રમાણમાં પ્રભુત્વ ધરાવે છે તે જ રીતે મોરબી પણ શ્રીમાળી બ્રાહ્મણોની વસવાટ થયેલો છે વાંકાનેર, વઢવાણ, લીંબડીમાં પહેલા ખૂબ વધારે પરિવાર નો વસવાટ હતા. આજે નથી સિહોર, મહુવા, પાલીતાણા, કુંડલા, ઉમરાળા, ત્રાપજ, તળાજા, બોટાદ, ગઢડા, ઉપલેટા, ધોરાજી, બાબરા, સરધાર, આકડીયા, જેતપુર, સુદામડા, લાઠી, ચિત્તલ, પોરબંદર, જુનાગઢ, વેરાવળ, રાણપુર, ગોંડલ વગેરે શહેરોમાં ૧૬ મી ૧૭ મી સદીમાં જ્ઞાતિ ભાઈઓ વસેલા છે કહેવાય છે પુરસ્કાર બ્રાહ્મણ તેમજ પોરેસા બ્રાહ્મણો તે પણ શ્રીમાળી બ્રાહ્મણો જ ભાગ છે શ્રીમાળી બ્રાહ્મણ કેળવણી અને વ્યાપારમાં પણ ખૂબ જાણીતા થયેલા છે. ઉચ્ચ સરકારી સ્થાનો પર બિરાજમાન છે તે જ રીતે અમેરિકા, ઇંગ્લેન્ડ ,જર્મની, ફ્રાન્સ જેવા દેશોમાં વસવાટ કરે છે અને વ્યાપાર પણ કરે છે. આ શ્રીમાળી બ્રાહમણ ઇતિહાસ આશરે ૧૫૦૦ વર્ષ ની ઐતિહાસિક પૌરાણિકતા ધરાવે છે
હાલ પણ શ્રીમાળી બ્રાહ્મણ શૈક્ષણિક અને વ્યવસાઇ તેમજ ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ ધરાવે છે. તેમજ આજે પણ દરેક ગોત્રના દેવી અને ઇષ્ટદેવ ભીનમાળ ખાતે બિરાજમાન છે. દરેક ગોત્રના સ્થાન પણ છે. દરેક શ્રીમાળી બ્રાહ્મણો ભીનમાળ સાથે આજે પણ ભાવુક નાતો ધરાવે છે પવિત્ર અને આસ્થા નું કેન્દ્ર છે.( જે પુરાણું શ્રીમાળ નગર)
ડો.રાજેશ ઍચ ત્રિવેદી
લાઇબ્રેરીયન
પી ડી યુ મેડિકલ કોલેજ, રાજકોટ
મો.૯૮૯૮૦૨૭૫૮૧૪
(3:36 PM IST)










