News of Monday, 14th September 2026
સિલ્વર ગૃપ કા રાજા : વેશભુષા, આરતી, સુશોભન, પાણીપુરી, ચિત્ર સ્પર્ધા : છપ્પનભોગ દર્શન, જાદુગરનો શો

રાજકોટ : સિલ્વર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સિલ્વર ગૃપ કા રાજા ગણેશોત્સવનું તા. ૧૪ સોમવારથી તા. ર૦ રવિવાર સુધી આયોજન કરવામાં આવેલ છે. આજે સાંજે ૪ વાગે નવલનગર-૩, મહાકાળી મંદિર પાછળ, પેટ્રોલ પંપ સામે, મવડી મેઇન રોડ, રાજકોટ (મો. ૯પ૧૦૭૭૭૦૦૭) ખાતે વાજતે-ગાજતે દાદાની મૂર્તિની સ્થાપના થશે.
વેશભૂષા સ્પર્ધા - તા. ૧પ મંગળવાર, આરતી (૧પ વર્ષ સુધીના બાળકો માટે), આરતી સુશોભન સ્પર્ધા - તા. ૧૬ બુધવાર, આરતી સમયે પાણી સ્પર્ધા, તા. ૧૬ બુધવારે રાત્રે ૯ કલાકે (બહેનો માટે) લાઇવ નાટક (બાબરો ભુત) - તા. ૧૭ ગુરૂવારે રાત્રે ૯:૩૦ કલાકે, ચિત્ર સ્પર્ધા તા. ૧૮ શુક્રવાર બપોરે ૪:૩૦ કલાકે, જાદુગરનો શો તા. ૧૮ શુક્રવારે રાત્રે ૯:૩૦ કલાકે, છપ્પન ભોગ દર્શન તા. ૧૯ શનિવાર, લક્કી ડ્રો - તા. ૧૯ શનિવારે રાત્રે ૯:૩૦ કલાકે ડ્રોની ટીકીટ રૂા. ૩૦ સ્થળ ઉપરથી મળશે.
આયોજનને સફળ બનાવવા વિમલ એસ. ડાંગર (એડવોકેટ), ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચો (રાજકોટ શહેર ભાજપ), સુનિલ સુરાણી (શ્રી સેન માર્કેટીંગ), વિક્રમ વાંક, શૈલેષ ચુડાસમા (ફોરચ્યુન ડેકોર ફર્નીચર), મયુર મિયાત્રા, પ્રયાગ ત્રિવેદી, લાલો ખીમાણીયા, જયેશ સરવૈયા, જયદીપ વાવડીયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:55 PM IST)










