<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

મારા માટે ગાંધીજીના ગીતો ગાવા એ તીર્થયાત્રા સમાન : મેઘા ડાલ્‍ટન

શનિવારે ભવ્‍ય ‘ખાદીનો ફ્રેગ્રન્‍સ શો' અને મેઘા ડાલ્‍ટન દ્વારા ગાંધી ગીતોનો લાજવાબ કાર્યક્રમ : ફ્રિ કાર્યક્રમના પાસ મેળવવા માટે સંપર્ક : ફ્રિ પાસ મેળવવાનો સમય સવારે ૧૦ થી સાંજે ૫ સુધી સરનામુ : NIFD ફેશન કોલેજ, જાનકી પાર્ક મેઇન રોડ, સિલ્‍વર ક્‍લાસીક પાછળ, અમીન માર્ગ, રાજકોટ.

*‘ખુશ્‍બૂ ખાદી કી, ગીત ગાંધી કે' થીમ પર આધારિત આ કાર્યક્રમમાં રાજકોટની પ્રખ્‍યાત ફેશન ઇન્‍સ્‍ટીટયુટ NIFDના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલ ખાદીના વષાોનો ‘ખાદીનો ફ્રેગ્રન્‍સ શો' (ફેશન શો) અને જાણીતા બોલીવુડ પ્‍લેબેક સિંગર મેઘા ડાલ્‍ટન દ્વારા કોઇપણ સંગીત વિના ‘ધ સોંગ ઓફ ગાંધી'ની મધુર પ્રસ્‍તુતિ મુખ્‍ય આકર્ષણ રહેશે. *લોકો માટે પાસ સાથે ફ્રિ એન્‍ટ્રી *દિવ્‍યાંગ બાળકો અને સાથે થેલેસેમીયા મેજરવાળા બાળકો પણ રેમ્‍પ વોક કરશે *ગાંધીજી પર મેં પાંચ ભાષાઓમાં ગીતો તૈયાર કર્યા છે, જેમાં ઝારખંડની પાંચ બોલીઓ સાથે અવધી અને મગહી પણ છે : મેઘા ડાલ્‍ટન *વિશ્વગ્રામ ટ્રસ્‍ટ દ્વારા ગાંધી-૧૫૦ અંતર્ગત રાજકોટમાં ૬૦થી વધુ વૈવિધ્‍યસભર કાર્યક્રમોનું આયોજન

રાજકોટ : ગાંધીજીના ૧૫૮માં જન્‍મવર્ષને અનુંલક્ષીને વિશ્વગ્રામ પ્રેરિત ‘બંદે મેં હૈ દમ : ગાંધી ૧૫૮ નોટઆઉટ!' પ્રોજેક્‍ટ અંતર્ગત આગામી તા. ૧૯ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬, શનિવારના રોજ સવારે ૧૦  થી ૧૨  દરમિયાન રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે એક વિશિષ્ટ સાંસ્‍કળતિક અને ફેશન મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. ‘ખુશ્‍બૂ ખાદી કી, ગીત ગાંધી કે' થીમ પર આધારિત આ કાર્યક્રમમાં રાજકોટની પ્રખ્‍યાત ફેશન ઇન્‍સ્‍ટીટયુટ NIFDના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલ ખાદીના વષાોનો ‘ખાદીનો ફ્રેગ્રન્‍સ શો' (ફેશન શો) અને જાણીતા બોલીવુડ પ્‍લેબેક સિંગર મેઘા ડાલ્‍ટન દ્વારા ‘ધ સોંગ ઓફ ગાંધી'ની મધુર પ્રસ્‍તુતિ મુખ્‍ય આકર્ષણ રહેશે. જેને લોકો વિનામુલ્‍યે નિહાળી શકશે.

આ ફેશન શોની ખાસિયત એ છે કે તેના તમામ વષાો NIFD રાજકોટના ઉગતા ફેશન ડિઝાઈનિંગ વિદ્યાર્થીઓ દ્વારા ભારે જહેમતથી તૈયાર કરવામાં આવ્‍યા છે. પરંપરાગત ખાદીને આધુનિક લુક આપી તૈયાર કરાયેલા આ વષાો પહેરીને NIFDના જ વિદ્યાર્થીઓ પોતે જ રેમ્‍પ વોક કરીને આત્‍મનિર્ભરતા અને કલાત્‍મકતાનો સંદેશ આપશે. ઉદ્યોગભારતી-ગોંડલ અને ગ્રામ સ્‍વરાજ મંડળ પારડીનો અમૂલ્‍ય સહયોગ કાર્યક્રમના વષાો માટેનું તમામ વિશેષ ખાદી મટીરીયલ પ્રખ્‍યાત સંસ્‍થા ‘ઉદ્યોગભારતી - ગોંડલ' દ્વારા પૂરું પાડવામાં આવ્‍યું છે જે ખાદીના પ્રચાર-પ્રસારમાં મોટું યોગદાન છે. આ ઉપરાંત આ સમગ્ર ફેશન શોના ભવ્‍ય આયોજન માટે ‘ગ્રામ સ્‍વરાજ મંડળ - પારડી' દ્વારા આર્થિક સહયોગ પૂરો પાડીને આ ખાદી ક્રાંતિને મજબૂત પીઠબળ આપવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં રાજકોટના મેયર નેહલ શુક્‍લા, મ્‍યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, ફૂલછાબ ન્‍યૂઝ પેપરના તંત્રી જ્‍વલંત છાયા, મહાત્‍મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્‍ટના મેનેજિંગ ડિરેક્‍ટર ડો. અલ્‍પનાબેન ત્રિવેદી તેમજ લોકપ્રિય ગુજરાતી ફિલ્‍મ સ્‍ટાર હર્ષલ માંકડ સહિતની હસ્‍તીઓ ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારશે. એટલુંજ નહીં આ ફેશન શોમાં ‘પરમાર્થ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ - (હિરેનભાઈ)'  સંસ્‍થાના દિવ્‍યાંગ બાળકો અને સાથે થેલેસેમીયા મેજરવાળા બાળકો પણ રેમ્‍પ વોક કરશે. સમાજના વંચિત અને ખાસ બાળકોને મુખ્‍યધારામાં જોડીને આયોજકો દ્વારા એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવ્‍યો છે.

અકિલાના આંગણે આવેલા પ્રખ્‍યાત ગાયિકા મેઘા ડાલ્‍ટને જણાવ્‍યું હતું કે, મારા માટે ગાંધીજીના ગીતો ગાવા એ કોઈ સામાન્‍ય સંગીત નથી પરંતુ તીર્થયાત્રા સમાન છે. હું ઝારખંડના એક નાના ગામમાંથી આવુ છુ. મને મારી માતાએ ગાયન શીખવ્‍યું. માતા-પિતાનું કહેવું હતું કે દહેજના ચક્કરમાંથી બચવા માટે એવું કંઈક શીખી લો જે આજીવન કામ આવે. પરિણામે માતાની પ્રેરણાથી ગાયનને જીવનનું માધ્‍યમ બનાવ્‍યું. ૨૦૦૭-૦૮માં મુંબઈ આવ્‍યા પછી મને ઝારખંડના લોકસંગીતની ઊંડાઈનો અહેસાસ થયો. ૨૦૧૧માં એમટીવી કોક સ્‍ટુડિયોમાં ઝારખંડના લોકગીતો ગાવાનો મોકો મળ્‍યો જે મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ છે.

તેમણે જણાવ્‍યું કે ગાંધીજી પર મેં પાંચ ભાષાઓમાં ગીતો તૈયાર કર્યા છે. જેમાં ઝારખંડની પાંચ બોલીઓ સાથે અવધી અને મગહી પણ છે. આ ગીતો માત્ર ગાયન નથી પરંતુ આદિવાસી સમાજની કળતજ્ઞતાનું પ્રતીક છે. ઝારખંડના સુદૂર ગામડાંઓમાં આજે પણ અંદાજે ૨૩,૦૦૦થી વધુ ‘તાના ભગત' સમાજના લોકો રહે છે, જ્‍યાં મહિલાઓ આજે પણ ગાંધી ટોપી પહેરે છે અને ‘બા' (કસ્‍તૂરબા)ના નામની સાડી વણે છે. કેટલાક લોકો હાથમાં છૂંદણા (ટેટુ)માં ગાંધીજીનું નામ લખાવીને જીવનભર સાથે રાખે છે કારણ કે મળત્‍યુ પછી બધું છૂટી જાય છે પણ છૂંદણા શરીરની સાથે જાય છે.

મેઘા ડાલ્‍ટને ભારપૂર્વક કહ્યું કે, આદિવાસી સમાજમાં આદિવાસી ગાયકો ગાંધીજીના ગીતો વગર કોઈ પ્રયાસે ફ્‌લોમાં ગાય છે જ્‍યારે શહેરી ગાયકોને મહેનત કરવી પડે છે. તેમણે ૨૦-૨૨ પ્રકારની આદિવાસી જનજાતિઓની ભાષાઓમાં દસ્‍તાવેજીકરણનું કામ હાથ ધર્યું છે. કુડૂક અને પંચપરગનિયા ભાષા પર પણ કામ ચાલુ છે. હાલ હું ત્રણ ભાષામાં ગાંધી ગીતો ગાવ છું એ પણ કોઇ ઓરકેસ્‍ટ્રા કે સંગીત વિના. ભવિષ્‍યમાં ૨૦ ભાષાઓ પર કામ કરવાની તૈયારી છે. તેમના સંગીતના માર્ગદર્શકોમાં તેમના માતા ત્‍યાર બાદ ઉસ્‍તાદ અલી અહમદ, તેમના દિદિ સેવીસ્‍ટીના સહિતના લોકોનો ઉલ્લેખ કર્યો. મેઘાબેન ડાલ્‍ટને બિરસા મુંડાને પણ યાદ કરીને કહ્યું કે ઝારખંડના લોકસંગીત અને બિરસા મુંડાનો તથા ગાંધીજીનો દિલથી આભાર વ્‍યક્‍ત કરૂ છુ. આજના સમાજને જરૂર છે કે આ ગાંધીના ગીતોને સાંભળે, આર્કાઇવ કરે અને યુવાનોને પૂર્વજો તરફ વાળે કારણ કે ભવિષ્‍યનું ટકાઉપણું ભૂતકાળના જ્ઞાનમાં જ છુપાયેલું છે.

સાથે રહેલા રાજકોટ NIFDના સેન્‍ટર ડિરેક્‍ટર નૌશિકભાઇ પટેલે જણાવ્‍યું કે, ખાદી માત્ર એક કાપડ નથી પરંતુ તે આપણા દેશની પરંપરા, સ્‍વાવલંબન અને આત્‍મનિર્ભરતાનું પ્રતીક છે. આજના સમયમાં ખાદીને આધુનિક ફેશન સાથે જોડીને નવી પેઢી સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. આ જ વિચાર સાથે રાજકોટની NIFD સંસ્‍થાના વિદ્યાર્થીઓ દ્વારા ખાદીના વષાોને આધુનિક ડિઝાઇન અને સર્જનાત્‍મક અભિગમ સાથે રજૂ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમના માધ્‍યમથી ખાદી, ટકાઉ ફેશન, સાદગી અને સભાન જીવનશૈલી જેવા શાશ્વત મૂલ્‍યોને ફેશનની નવી દૃષ્ટિ સાથે ઉજવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે. વિદ્યાર્થીઓની કલ્‍પનાશક્‍તિ અને ડિઝાઇનિંગ કૌશલ્‍ય દ્વારા ખાદીને માત્ર પરંપરાગત નહીં પરંતુ આજની પેઢીને આકર્ષે તેવી સ્‍ટાઇલિશ અને સમકાલીન ઓળખ આપવાનો સુંદર પ્રયાસ થયો છે. NIFDનો મુખ્‍ય ઉદ્દેશ એ છે કે ફેશન સાથે પર્યાવરણ પ્રત્‍યેની જવાબદારી અને ભારતીય મૂલ્‍યોનું પણ જતન થાય. ખાદી સાથે જોડાયેલી આ પહેલ યુવાનોને ટકાઉ અને સભાન ફેશન તરફ પ્રેરણા આપશે તેવો અમને વિશ્વાસ છે.

વિશ્વગ્રામ ટ્રસ્‍ટના કેતનભાઇ લશ્‍કરીએ જણાવ્‍યું હતુ કે, વિશ્વગ્રામ ટ્રસ્‍ટ દ્વારા ગાંધી-૧૫૦ અંતર્ગત રાજકોટમાં ૬૦થી વધુ વૈવિધ્‍યસભર કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાજકોટમાં સપ્‍ટેમ્‍બર માસ દરમિયાન ગાંધીજીના વિચારો જેવા કે ગાંધીનું શિક્ષણ, ગાંધીનો ન્‍યાય, ગાંધીનું વષા અને ગાંધીનું અન્ન જેવા વિવિધ વિષયો પર વ્‍યાખ્‍યાનો અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ સાથે જ અમદાવાદના કબીર ઠાકોર દ્વારા બાળકો માટે‘ગાંધી થિયેટર'ની કાર્યશાળા પણ યોજવામાં આવી રહી છે. મેઘાજીએ કાશ્‍મીરના ઉરી અને ડોડાથી લઈને દેશ-વિદેશમાં ગાંધી લોકસંગીત પહોંચાડ્‍યું છે. હવે રાજકોટમાં તા.૧૬ થી ૧૯ વિવિધ જગ્‍યાએ ગાંધી ગીતોનો કાર્યક્રમ યોજશે. જ્‍યારે આગામી તા. ૧૯ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬, શનિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમિયાન રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે નિઃશુલ્‍ક આયોજીત સાદા અને સાચા જીવનના સૌંદર્યવષા સમાન ખાદીના આ ઉત્‍સવને માણવા માટે તમામ કલા અને ગાંધીપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ અપાયું છે. અકિલા ખાતે મુલાકાત સમયે મેઘાબેન ડાલ્‍ટન સાથે વિશ્વગ્રામ ટ્રસ્‍ટના કેતનભાઇ લશ્‍કરી અને NIFDના સેન્‍ટર ડિરેક્‍ટર નૌશિકભાઇ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:59 PM IST)