<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

રાજકોટમાં ભરચોમાસે અલગ-અલગ વિસ્તારોમાં છ દિવસ પાણીકાપની જાહેરાત

16 અને 17 સપ્ટેમ્બરે સામાકાંઠા વિસ્તારમાં પાણીકાપ રહેશે. 16મીએ ઈસ્ટ ઝોનના વોર્ડ નંબર 5 અને 17મીએ વોર્ડ નંબર 4માં અસર થશે. 18 અને 19 સપ્ટેમ્બરે ત્રણેય ઝોનના અનેક વિસ્તારોમાં પાણીકાપ રહેશે,

રાજકોટમાં ભરચોમાસે અલગ-અલગ વિસ્તારોમાં છ દિવસ પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. નર્મદાની મુખ્ય પાઇપલાઇનના મેન્ટેનન્સને પગલે 16થી 21 સપ્ટેમ્બર દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણને અસર થશે. 16 અને 17 સપ્ટેમ્બરે સામાકાંઠા વિસ્તારમાં પાણીકાપ રહેશે. 16મીએ ઈસ્ટ ઝોનના વોર્ડ નંબર 5 અને 17મીએ વોર્ડ નંબર 4માં અસર થશે. 18 અને 19 સપ્ટેમ્બરે ત્રણેય ઝોનના અનેક વિસ્તારોમાં પાણીકાપ રહેશે, જેમાં રૈયાધાર, જ્યુબેલી, જંકશન પ્લોટ, ગોંડલગ્રામ, મવડી, ચંદ્રેશનગર, 150 ફૂટ રિંગરોડ અને બેડીપરાનો સમાવેશ થાય છે. 20 અને 21 સપ્ટેમ્બરે પણ વિવિધ વિસ્તારોમાં પાણીકાપ રહેશે. 18થી 20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું શટડાઉન હોવાથી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે.

(7:16 PM IST)