News of Tuesday, 27th October 2026
એસઓજીએ ૨૩.૮૦ લાખના હાઇબ્રીડ ગાંજા સાથે પૂજા ભટ્ટને પકડીઃ ભાણેજ ગોૈતમ દવેની શોધખોળ
રૈયા રોડ યોગીરાજનગરમાં ગીરીરાજ એપાર્ટમેન્ટના બીજા માળે ફલેટ નં. ૩માં દરોડો : ગોૈતમ અમદાવાદ તરફથી માદક પદાર્થ લાવી ૩૫૦૦ના એક ગ્રામ લેખે વેંચાણ કરતોઃ કોલેજના અમુક છાત્રો પણ બંધાણીઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, એમ. ડી. ગઢવી, પીએસઆઇ એમ. વી. જાડેજાની ટીમની કામગીરી : હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ અને અનોપસિંહ ઝાલાની બાતમી

રાજકોટ તા. ૨૭: શહેર એસઓજીની ટીમે હાઇબ્રીડ ગાંજા સાથે રૈયા રોડ યોગીરાજનગરમાં આવેલા એક ફલેટમાંથી એક મહિલાને પકડી લીધી છે. તેની પાસેથી રૂા. ૨૩.૮૦ લાખનો હાઇબ્રીડ ગાંજો મળ્યો છે. આ ગાંજો તેણીને તેના ભાણેજે આપ્યાનું કબુલતાં ભાણેજની શોધખોળ થઇ રહી છે. હાલ હોટેલમાં રહેતો આ ભાણેજ અમદાવાદ તરફથી આવો પદાર્થ લાવી પડીકીઓ બનાવી રૂા. ૩૫૦૦ના એક ગ્રામ લેખે બંધાણીનોએ વેંચતો હોવાની પ્રાથમિક વિગતો ખુલતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
શહેર એસઓજીની ટીમ સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનુેં ખરીદ વેંચાણ કે સેવન કરનારા સામે કાર્યવાહી કરવા પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ અને અનોપસિંહ ઝાલાને બાતમી મળી હતી કે રૈયા રોડ યોગીરાજનગર-૪માં આવેલા ગીરીરાજ એપાર્ટમેન્ટના બીજા માળે ફલેટ નં. ૩માં રહેતી પૂજાબેન સાગરભાઇ ભટ્ટ (ઉ.વ.૩૭) નામની મહિલાએ પોતાના ફલેટમાં ગાંજો છુપાવી રાખ્યો છ.ે
આ બાતમીને આધારે ટીમે દરોડો પાડી તલાશી લેતાં ઘરમાંથી રૂા. ૨૩,૮૦,૦૦૦ની કિંમતનો ૬૮૦ ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરી હતી. પૂજા ભટ્ટ પાસેથી ગાંજો, દસ હજારનો ફોન, એક હજારનો વજનકાંટો કબ્જે કરાયા હતાં.
એસઓજીએ આ મહિલાની પુછતાછ કરતાં તેણીએ કબુલાત આપી હતી કે રાજકોટમાં અલગ અલગ હોટેલમાં રહેતો તેનો ભાણેજ ગોૈતમ વસંતભાઇ દવે આ ગાંજો તેણીને સાચવવા આપી ગયો છે. ભાણેજ અહિથી જ પડીકી બનાવી વેંચાણ કરતો હોવાનું અને કોલેજીયન સહિતના તેના ગ્રાહકો હોવાનું રટણ કર્યુ હતું. ગોૈતમ દવે અમદાવાદ તરફથી આ પદાર્થ લાવીને વેંચતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. તે પકડાયા બાદ વધુ માહિતી બહાર આવશે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીઆઇ એમ. ડી. ગઢવી, પીએસઆઇ એમ. વી. જાડેજા, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, હેડકોન્સ. હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ ઝાલા, કોન્સ. અનોપસિંહ ઝાલા, વિરભદ્રસિંહ ગોહિલ, ધ્રુવરાજસિંહ ગોહિલ, કોન્સ. મોનાબેન બુસા, ભાગ્યલક્ષ્મીબા ઝાલા, ડ્રા. કોન્સ. નિર્મળસિંહ ઝાલાએ આ કામગીરી કરી છે. માદક પદાર્થનું પ્રાથમિક પરિક્ષણ એફએસએલ અધિકારી સમીર જોષીએ કર્યુ હતું. આગળની તપાસ પીએસઆઇ આર. કે. ગોહિલ ચલાવી રહ્યા છે.
(2:33 PM IST)










