News of Tuesday, 22nd September 2026
કોઇક દારૂ વેચતા તો કોઇ પીને નિકળતા પકડાયા : છરી લઇને નિકળનાર પણ ઝપટે
શહેર પોલીસની સતત બીજા દિવસે ઝુંબેશ : દેશીદારૂના ૧૭ દરોડામાં ૭ મહિલા સહિત ૧૬ પકડાયા : દારૂ પીધેલા બે અને છરી સાથે એક પકડાતા કાર્યવાહી

રાજકોટ, તા., રરઃ શહેરમાં પોલીસ દ્વારા દારૂડીયા, દેશી દારૂના ધંધાર્થી, છરી લઇને ફરતા શખ્સો સામે ઝુંબેશ શરૂ કરી છે. જેમા આજે પણ ૧૭ સ્થળોએ દરોડો પાડી પોલીસે ૭ મહિલા સહિત ૧૭ ને દેશી દારૂ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત દારૂ પી નિકળેલા બે અને છરી સાથે નિકળેલ એક શખ્સ પણ પોલીસની ઝપટે ચડી ગયો હતો.
એલસીબી ઝોન-૧ ની ટીમે કુવાડવા ગામે રહેતી નિલાબેન ગોપાલભાઇ સેટાણીયાને ર૪૦૦ના ૧ર લીટર દેશી દારૂ સાથે પરેશ કેશુભાઇ પીપળીયાને ૧૬૦૦ના ૮ લીટર દારૂ સાથે ભકિતનગર પોલીસે લલડુ વોકળી પાસે રહેતા મનોજ અશોકભાઇ સોલંકીને ૮૦૦ના પાંચ લીટર દારૂ સાથે એલસીબી ઝોન-૧ ની ટીમે અમુલ સર્કલ પાસેથી ધર્મેશ જગદીશભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૩૮ રહે. ક્રિષ્ના પાર્ક)ને ર૪૦૦ના ૧ર લીટર સાથે આજી ડેમ પોલીસે રીધ્ધી સિધ્ધના નાલા પાસે રહેતી કૈલાશબેન વિષ્ણુભાઇ સાડમીયાને ૩ હજારના ૧પ લીટર સાથે જયારે હલેન્ડા ગામે રહેતો જયેશ બાબુભાઇ સોલંકીને ર૪૦૦ના ૧ર લીટર સાથે કોઠારીયા સોલવન્ટ ફાટક પાસેથી કમલેશ ગોબરભાઇ કતબા (રહે. વિનોદનગર)ને ૧૬૦૦ના ૮ લીટર દારૂ સાથે આજી ડેમ ચોકડી પાસે રહેતી આરતીબેન દિપકભાઇ રાઠોડને ર૮૦૦ના ૧૪ લીટર દારૂ સાથે એલસીબી ઝોન-૧ ની ટીમે કોઠારીયા સોલવન્ટમાં નારાયણ નગરમાં રહેતી જીવતીબેન વિનુભાઇ પરમારને ૩ હજારના ૧૫ લીટર દારૂ સાથે ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ પર છોટુનગરમાં રહેતી લક્ષ્મીબેન રવિભાઇ સાડમીયાને ૧ હજારના પાંચ લિટર દારૂ સાથે હિરલબેન રાજુભાઇ અઘારીયાને ૩ હજારના ૧૫ લીટર દારૂ સાથે એરપોર્ટ રોડ પર રંગઉપવન સોસાયટી પાસેથી છોટુનગરની કનીબેન વિક્રમભાઇ વાજેલીયાને ૮૦૦ના ૪ લીટર દારૂ સાથે યુનિવર્સિટી પોલીસે રૈયાધારમાં રહેતા શ્યામુ ઓમકાંત રાજભરને ૬૦૦ના ૩ લીટરદારૂ સાથે ઉમેશ રામકેવલ રાજભરને ૪૦૦ના બે લીટર દારૂ સાથે અલ્પેશ રામભવન ચોરસીયાને ૮૦૦ના ૪ લીટર દારૂ સાથે ઝડપી લીધા હતા.
માલવીયાનગર પોલીસે પુનીતનગર પાણીના ટાંકા પાસે અનીલ કાળુ ચોૈહાણના ઝુપડીમાંથી રૂા. ૩હજારના ૧૫ લીટર દારૂ કબ્જે કરી તેની શોધખોળ શરૂ કરી છે.
તાલુકા પોલીસે વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ધમેન્દ્રસિંહ પરમારને ૧ હજારના પાંચલીટર દારૂ સાથે ઝડપી લીધા હતા.
દારૂ પીધેલા બે
પણ ઝપટે ચડયા
પ્ર.નગર પોલીસે રેલનગરમાં ભગીની ટાઉનશીપ સામેથી પરેશ લાભુગીરી ગોસ્વામી (ઉ.વ.૪૮ રહે.શિવમ પાર્ક, રેલનગર)ને દારૂ પી બાઇક લઇને નિકળતા, તેમજ તાલુકા પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ પરથી દારૂ પી નિકળેલા લલીત નાથાભાઇ પંપાનીયા (ઉ.વ.૪૨ રહે.ક્રિષ્ના બંગલો, માધવ પાર્ક, ૧૫૦ ફુટ રીંગ રોડ)ને પકડી લીધા હતા.
છરી રાખી ફરતો
વિક્રમસિંહ ઉર્ફે રવી ઝબ્બે
બી-ડીવીઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ નરેશભાઇ ખસીયા સહિતના સ્ટાફે મોરબી રોડ પર વેલનાથપરા પુલ પાસેથી સુખદેવસિંહ ઉર્ફે રવી વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.૩૭ રહે.ભગવતીપરા)ને છરી સાથે પકડી લીધો હતો.
(3:03 PM IST)










