News of Monday, 13th July 2026
રાષ્ટ્રીય સફલ રઘુવંશી સમાજ ક્ષત્રિય મહાસભાના રાષ્ટ્રીય કારોબારી અધ્યક્ષ તરીકે સોનલબેન વસાણી નિમણૂક

રાજકોટઃ રાષ્ટ્રીય સંયોજક તરીકે રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી શ્રીમતી દિયા કુમારીજી,સંયોજક તરીકે રાજકુમાર રઘુવંશી મધ્યપ્રદેશ,રોહિત રઘુવંશી અયોધ્યા,સહજાનંદ પૃથ્વીરાજ મહારાષ્ટ્ર અને કાનૂની રાષ્ટ્રીય સલાહકાર તરીકે સુમિત રઘુવંશી અને દીપક રઘુવંશીને જવાબદારીઃ સૌરાષ્ટ્ર મહિલા અગ્રણી સોનલબેન વસાણીની કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી થતા અભિનંદનની વર્ષા થઇ રહી છે.
રઘુવંશી સમાજની એકતા અને સંગઠનને વૈશ્વિક સ્તરે મજબૂત કરવાના ભાગરૂપે કાર્યરત સફલ રઘુવંશી સમાજ ક્ષત્રિય મહાસભા દ્વારા રાષ્ટ્રીય સ્તરે હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે જેમાં મહાસભા દ્વારા કાર્યકારી અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્રના લડાયક મહિલા અગ્રણી સોનલબેન વસાણીની નિમણૂક થતા રઘુવંશી સમાજમાં ખુશી છવાઈ ગઈ છે.
સંગઠનના સિર્ષ નેતૃત્વ અને સર્વ સંમતિથી લેવાયેલા નિર્ણય અનુસાર ભારત દેશમાં સંગઠનના સંયોજક તરીકે રાજસ્થાનના લોકપ્રિય ઉપમુખ્યમંત્રી શ્રીમતી દિયા કુમારીજીની નિમણૂક કરવામાં આવી છે તેમજ ગુજરાતના સક્રિય સામાજિક કાર્યકર્તા અને રઘુવંશી સમાજના અગ્રણી લડાયક મહિલા અગ્રણી સોનલબેન વસાણી (જસદણ)ની વરણી થતા રઘુવંશી સમાજમાં ગૌરવની લાગણી ફેલાયેલ છે. સોનલબેન વસાણી છેલ્લા ઘણા વખતથી સમાજના ઉત્થાન મહિલા સશક્તિકરણ,ભાજપ સંગઠનમાં અને જુદા જુદા રાજ્યોમાં પ્રચારક તરીકેની ભૂમિકા ભજવી છે તેમને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવતા તેમની સંગઠનાત્મક શક્તિનો હવે સમગ્ર દેશમાં લાભ મળશે.
સોનલબેન વસાણી જસદણ નગરપાલિકામાં બે ટર્મથી ભાજપના કોર્પોરેટર રહી ચૂક્યા છે,જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે તેમજ રઘુવંશી સમાજની અને બીજી અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે સોનલબેન વસાણીની કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક થતા ભારતભરમાંથી સમાજના શ્રેષ્ઠીઓ,ઉદ્યોગપતિઓ, સંતો-મહંતો,સામાજિક આગેવાનો અને લોહાણા મહાજનો દ્વારા શ્રીમતી દિયા કુમારીજી અને સોનલબેન વસાણી ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
(2:11 PM IST)










