તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Friday, 11th September 2026
‘અકિલા'ના આંગણે હર... હર... મહાદેવ...ના નાદ ગુંજયા... દાદાની વર્ણાંગી (ફુલેકુ)નું ભવ્ય સ્વાગત
ભીલવાડા સ્થિત ૧૦૦ વર્ષ પુરાણા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજી મંદિરે ભક્તિસભર કાર્યક્રમો : રાત્રે સંતવાણી

રાજકોટ : શહેરની મધ્યે ભીલવાડા સ્થિત વિખ્યાત એવા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે આજે અમાસના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. આ નિમિતે આજે સવારે નિજ મંદિરેથી વર્ણાંગી (ફુલેકુ) નીકળી હતી. જે અકિલા કાર્યાલય ખાતે પહોંચતા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા તથા શ્રીમતી કિરણબેન નિમિષભાઇ ગણાત્રા દ્વારા દાદાની મૂર્તિને ફુલહાર કરી સ્વાગત કરવામાં આવેલ. આ વર્ણાંગી નિજ મંદિરેથી વાજતે ગાજતે શરૂ થઇ શ્રી રોકડીયા હનુમાન મંદિર, અકિલા પ્રેસ, લીમડા ચોક, શ્રી પંચનાથ મંદિર, હરિહર ચોક, ફુલછાબ ચોક થઇ નિજ મંદિરે પૂર્ણ થઇ હતી. શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે સાંજે મહાઆરતી બાદ શ્રૃંગાર દર્શન તેમજ રાત્રીના ૯:૩૦ વાગ્યાથી સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. આયોજનમાં ભાવીનભાઇ મે, ઇશ્વરભાઇ મે, ધર્મેશભાઇ ગોસાઇ, હસમુખભાઇ મે, સંજયભાઇ પરમાર, રોહન કોલી, હિતેશ કુખાણી સહિતના સેવા આપી રહ્યા છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:32 PM IST)










