News of Friday, 23rd October 2026
સ્પર્શ વુમન્સ હોસ્પિટલ, બજરંગવાડી આરોગ્ય કેન્દ્ર તથા સિટિ સેલેનિયમ બિલ્ડીંગ, ફાયર સેફટી અંગે તાલીમ

રાજકોટઃ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગઓ તથા સ્કુલ/હોસ્પિટલ લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો લોકોને જાગળત કરવા માટે સ્પર્શ વુમન્સ હોસ્પિટલ, બાપા સીતારામ ચોક, સતવાર વિધાર્થી ભવનની સામે, રૈયા રોડ, બજરંગવાડી આરોગ્ય કેન્દ્ર, જામનગર રોડ, બજરંગવાડી મેઈન રોડ, સિટિ સેલેનિયમ બિલ્ડીગ, ૫૦ ફુટ રોડ, કુવાડવા રોડ, ખાતે કુલ અંદાજે પ૦ લોકોને બેઝીક ફાયર ફાયટીંગ તથા ફાયર એક્ષ્ટીંગ્યુશર વિશે માહિતિ ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના રામાપીર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર સબ ઓફિસર વિનોદભાઈ, લીડિગ ફાયરમેન સંજયભાઈ, હરેશભાઈ તથા ફાયર ઓપરેટર અજયભાઈ, રેલનગર ફાયર સ્ટેશનના સબ ઓફિસર ભુપતભાઈ જેસાણી, સંજયભાઈ બાબરીય, ERC ફાયર સ્ટેશન સ્ટેશન ઓફિસર આર.એ.જોબન, લિડિગ ફાયરમેન રણજીતભાઈ ભરાડ તેમજ ફાયર ઓપરેટર ચેતનભાઈ ચોટીયા સહિતના સ્ટાફ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા
(3:10 PM IST)










