<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

અશાંતધારામાં સમાન ધર્મ ધરાવતા અરજદારોની અરજીનો ઝડપી નિકાલ લાવોઃ સ્‍ટાફને સમજાવો!

વકિલો પ્રત્‍યે વર્તણૂંક યોગ્‍ય રાખવી જરૂરીઃ જૂનિયર બાર એસો.નું આવેદન..

રાજકોટ, તા.૧૯: જૂનિયર બાર એસો.એ રાજકોટ સીટી પ્રાંત-૧ને આવેદન પાઠવી સમાન ધર્મ ધરાવતા અરજદારો ની અશાંતધારા અરજી નો નિકાલ ઝડપી કરવા  માંગણી કરી હતી.  અશાંત ધારા અંગે ની સમાન ધર્મ ધરાવતા અરજદારો ની અરજીઓ નો નિકાલ યોગ્‍ય સમય મર્યાદા માં કરવા નમ્ર અરજ છે.

અશાંત ધારા ને લગત ઓફિસ ના સ્‍ટાફ ની વર્તણૂક વકીલો પ્રત્‍યે યોગ્‍ય ન હોય તે અંગે તાત્‍કાલિક સૂચના આપવા તથા અરજી ને લગતી કાર્ય પદ્ધતિ સરળ બનવા અને ખોટી રીતે હેરાન ન કરવા અનુરોધ છે .તેથી વકીલો અને પક્ષકારો યેન કેન પ્રકારે હેરાન ન થાય., નિયત કરેલ ફોર્મટ મુજબ ચેક લિસ્‍ટ માં નકલ લખેલ હોય માટે ખરી નકલ નો ભાર પૂર્વક અને ફરજિયાત આગ્રહ રાખવો ગેરવ્‍યાજબી જણાય છે તેમજ  સોદા ની સમય મર્યાદામાં યોગ્‍ય નિર્ણય કરવો જેથી પક્ષકારો અને વકીલો ને આર્થિક નુકશાની ન ભોગવી પડે,  તેમ આવેદનમાં અંતમાં ઉમેરાર્યુ હતું.

(2:11 PM IST)