News of Wednesday, 24th June 2026
અનીડાવાછરા પાસે બોલેરોએ બાઇકને ઉલાળતાં ધો-૧૧ના છાત્ર હુશેનનું મોત
કાલમેઘડા રહેતો ૧૭ વર્ષનો વિદ્યાર્થી શાળાએથી છુટી કોલીથડ ગામથી પોતાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં બનાવઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૪: લોધીકાના અનીડાવાછરા ગામના પાવાર હાઉસ પાસે બોલેરોના ચાલકે બાઇકને ઉલાળી દેતાં બાઇક ચાલક કાલાવડના કાલમેઘડા ગામે રહેતાં અને કોલીથડની જે. બી. કોટક સ્કૂલમાં અભ્યાસ કરતાં ધોરણ-૧૧ના વિદ્યાર્થીનું ગંભીર ઇજા થતાં મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ કાલમેઘડા ગામે રહેતો હુશેન રજાકભાઇ નકાણી (ઉ.વ.૧૭) ગઇકાલે બપોરે બારેક વાગ્યે અનીડા વાછરા પાસેથી બાઇક હંકારીને પસાર થતો હતો ત્યારે પાવર હાઉસ પાસે પહોંચતા બોલેરો ચાલકે ઠોકરે લેતાં ગંભીર ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાયો હતો. પરંતુ તેનું મૃત્યુ થયું હતું.
હુશેન બે ભાઇમાં મોટો હતો અને ધોરણ-૧૧માં અભ્યાસ કરર્તો હતો. તેના પિતા ખેતી કામ કરે છે. પોતે શાળાએથી છુટીને પોતાના ઘરે કાલમેઘડા જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. લોધીકા પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:53 PM IST)










