News of Monday, 12th October 2026
સબ રજીસ્ટાર કચેરીઓના કર્મચારીઓનું આંદોલન શરૂઃ આવેદન પાઠવાયુઃ ૨૨મીએ માસ સીએલનું એલાન
મકાન-પ્લોટ-જમીન-દૂકાનોના દસ્તાવેજ, નોંધણી, અન્ય રેકર્ડની કામગીરીને અસર થશે.. : નિરાકરણ નહીં આવે તો ૨ નવેમ્બરથી બે મૂદતી હડતાલની ચેતવણી..

રાજકોટ,તા.૧૨: આજે બપોર બાદ રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારીઓએ કલેકટરને આવેદન પાઠવી વિસ્તૃત રજૂઆતો કરી હતી.
આવેદનમાં ઉમરાયુ હતું કે, કર્મચારીઓને બદલીને લગત પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ માંગણીઓ કરેલ છે. બિન જરૂરી કે સરકારના ગરવી ૨.૦નું જે પોર્ટલ છે, એમાં ઘણી ક્ષતિઓ રહેલી છે તો તેમાં પણ સુધારણાની વાત કરેલી છે.
બાકી કર્મચારીઓને બદલીને લગતા પપણ થોડાઘણ પ્રશ્નો છે, તો તેના નિરાકણ માટે પણ અમારી માંગણી છે.
છેલ્લા આશરે બે વર્ષથી માંગણીઓ પડતર રહેલી છે અને કર્મચારીઓ કક્ષાએથી અને લોકો કક્ષાએથી પણ ઘણી વખતે એવું થાય કે પરિપત્રોમાં અને કાયદાકીય રીતે વિસંગતતા આવતી હોય તો ઘર્ષણનો સામનો કરવો પડે, ખોટા લિટિગેશનો ઊભા થાય છે. અને કર્મચારીઓ પોતાના જો માની લો કે કોઈ બદલીનો કોઈ પ્રશ્ન હોય તો તેના પારિવારિક પ્રશ્નો પણ રહેતા હોય છે, તો એવું પ્રશ્નો ઉદ્ભવેલા છે.
કર્મચારીઓમાં એવું હોય છે કે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે કચેરી ઓડિટ થતું હોય છે અને કચેરી ઓડિટ એટલે કે તપાસણી અંતર્ગત ક્ષતિઓ ધ્યાન ઉપર લાવવામાં આવતી હોય છે જે વહીવટી પ્રક્રિયા છે અને તેના નિરાકરણ માટે પણ સરકાર દ્વારા સક્ષમ સત્તાધિકારીઓની નિમણૂક કરેલી હોય છે, તો તેમાં સામાન્ય ભૂલોનું ઓડિટ ક્વેરી કાઢીને કર્મચારીઓને ચાર્જશીટ આપવામાં આવે છે અને જે કર્મચારીના માનસિક ત્રાસ સમાન સાબિત થાય છે અને કાર્યક્ષમતા પર પણ અસર પડતી હોય છે એમની.
આંદોલન માટે તો ખાસ તો આજે બપોરબાદ ઝોન કક્ષાએ એટલે કે અધિક નોંધણી સર નિરીક્ષક શ્રેણીની કક્ષાએ એક આવેદનપત્ર અપાયું હતું.
ત્યારબાદ ૧૫મીએ કાળી પટ્ટી બાંધીને એક વિરોધ નોંધાવાશેક, અને તેમ છતાં પણ અમારી કોઈ માંગણીનો સંતોષાય નહીં તો પછી ૧૭/૧૦/૨૦૨૬ ના રોજ સરકાર દ્વારા જે કઈ વોટ્સએપ ગ્રુપમાં અમારા કાર્યવાહી ચાલતી હોય છે તો તેમાંથી એક લેફ્ટ થઇ જવાશે અને ૨૨મીએ માસ સીએલ અને તારીખ ૨/૧૧/૨૦૨૬ ના રોજ અનિヘુિત મુદત સુધીની હડતાલનું એલાન છે.
ખાસ કરીને તો લોકો અહીંયા એમના કીમતી જે મકાન છે, રહેણાંક મકાન, પ્લોટો, ખેતીની જમીનો છે, દુકાનો, ઓફિસો એના જે તબદીલીના વ્યવહારો થતા હોય છે એની લેખોની નોંધણી થતી હોય છે. અને દસ્તાવેજ નોંધણીને અનુસંગિક બીજું કોઈ રેકોર્ડ હોય કે માની લો કે દસ્તાવેજની ખરી નકલોઓની માંગણી છે, ઇન્ડેક્સ ટુ ની માંગણી છે તો તેવી કાર્યવાહીઓને અસર થશે.
(3:20 PM IST)










