<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

જંગલેશ્વર અસરગ્રસ્‍તોના મુદે કમિશનરને રજુઆત કરોઃ અમે પણ હકારાત્‍મકઃ નેહલ શુકલ

કોંગ્રેસ નગરસેવકોને મેયરે આપ્‍યો જવાબ

રાજકોટઃ આજના જનરલ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા જંગલેશ્વર ડીમોલીશન બાદ અસરગ્રસ્‍તોને આવાસ ફાળવવા માટે રજુઆત કરતા મેયર નેહલ શુકલ દ્વારા જણાવાયેલ કે, વિપક્ષ મ્‍યુ.કમિશનરને મળી રજુઆત કરો અમે પણ અસરગ્રસ્‍તો અંગે હકારાત્‍મક છીએ. નિયમ મુજબ મળવાપાત્ર હશે તે અસરગ્રસ્‍તોને આવાસ આપવા કાર્યવાહી કરાશેનું પણ જણાવ્‍યુ હતું.

(3:50 PM IST)