News of Monday, 3rd August 2026
એઇમ્સ રાજકોટમાં અદ્યતન સ્પાઇન સર્જરી સેવાઓનો સફળ પ્રારંભ
પ્રથમ જટિલ લંબર સ્પાઇન સર્જરી સફળઃ ૭૮ વર્ષીય દર્દીને ગંભીર કમરના દુખાવામાંથી મળી રાહત

રાજકોટ, તા. ૩: અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS) રાજકોટ ખાતે અદ્યતન સ્પાઇન સર્જરી (કરોડરજ્જુની સર્જરી) સેવાઓનો સફળ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અત્યંત જટીલ સર્જરી ઓર્થોપેડિક્સ વિભાગે પ્રથમ જટિલ લંબર સ્પાઇન સર્જરી ને સફળતાપૂર્વક પૂર્ણ કરીને દર્દી ખુબ સારી સારવાર આપી અને સુપર-સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિホ સ્થાપિત કર્યું છે.
(ઉંમર ૭૮ વર્ષીય મહિલા) છેલ્લા બે વર્ષથી કમરના અસહ્ય દુખાવા થી પીડાતા હતા,બંને પગમાં સતત દુખાવો તથા પગમાં નબળાઈની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. તેમની સ્થિતિ એવી બની ગઈ હતી કે તેઓ થોડાં પગલાં પણ ગંભીર પીડા વિના ચાલી શકતા નહોતા, જેના કારણે તેમના દૈનિક જીવન પર પણ નોંધપાત્ર અસર પડી હતી.
એઈમ્સ રાજકોટના વરિષ્ઠ ફેકલ્ટી અને સુપર-સ્પેશિયાલિટી નિષ્ણાતોની તબીબી ટીમ દ્વારા વિસ્તળત તબીબી તપાસ અને રેડિયોલોજીકલ મૂલ્યાંકન દરમિયાન તેમને લંબર કેનલ સ્ટેનોસિસ (Lumbar Canal Stenosis) હોવાનું નિદાન થયું હતું. આ કરોડરજ્જુનો એવો ગંભીર રોગ છે જેમાં સ્પાઇનલ કેનલ સાંકડી થઈ જવાથી કરોડરજ્જુની નસો પર દબાણ સર્જાય છે, જેના પરિણામે કમરના દુખાવા, પગમાં દુખાવો, સુનકાર, નબળાઈ તથા ચાલવામાં મુશ્કેલી જેવી ગંભીર તકલીફ ઊભી થાય છે.
દર્દીની સફળતાપૂર્વક મલ્ટી-લેવલ લંબર ડિકમ્ઙ્ઘેશન અને સ્પાઇનલ ફિક્સેશન સર્જરી કરવામાં આવી. આ અત્યંત જટિલ અને ઉચ્ચ તકનીકી કુશળતા માગતી સર્જરી છે, જેમાં ઓપરેશન દરમિયાન લમ્બો સમય, અદ્યતન સર્જિકલ ટેક્રિક અને અનુભવી મલ્ટી-ડીસીપ્લીનરી ટીમ ની આવશ્યકતા રહે છે.
આ જટિલ સર્જરીનું નેતળત્વ ઓર્થોપેડિક્સ વિભાગના વડા ડો. કુલભૂષણ કંબોજ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે ટીમમાં ડો. હર્ષિલ અને ડો. હાર્દિક દ્વારા સર્જિકલ સહયોગ આપવામાં આવ્યો હતો, જ્યારે એનેસ્થેસિયોલોજી વિભાગના ડો.વિક્રમવર્ધન, ડો.અનિતા અને તેમની ટીમે સમગ્ર સર્જરી દરમિયાન સફળ એનેસ્થેટિક વ્યવસ્થા સુનિヘસિર્જરી બાદ દર્દીની તબિયત માં નોંધપાત્ર સુધારો નોંધાયો હતો. ઓપરેશનના ચોથા જ દિવસે દર્દી સ્વયં ચાલવા લાગ્યા હતા અને દસમા દિવસે તેમની સ્થિતિ સ્થિર થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી.
વધુમાં, એઇમ્સ રાજકોટ નજીકના ભવિષ્યમાં મિનિમલી ઇન્વેસિવ (Minimally Invasive) તથા એન્ડોસ્કોપીક સ્પાઇન સર્જરી જેવી અત્યાધુનિક સેવાઓ શરૂ કરવાની દિશામાં પણ સક્રિય રીતે કાર્યરત છે. આ પ્રકારની સર્જરી સેવાઓ શરૂ થયા બાદ દર્દી ઓને સર્જરી દરમિયાન જરૂર હોય ત્યાં જ ન્યૂનતમ ચીરા અને ઓછી કાપકૂપ સાથેની સર્જરી,ઓછો દુખાવો, ઝડપથી સાજા થવાની પ્રક્રિયા તથા ટૂંકા હોસ્પિટલ રોકાણ સાથે વિશ્વસ્તરીય સારવારનો લાભ મળશે.
એઇમ્સ રાજકોટ ના એક્ઝિકયુટિવ ડિરેક્ટર ડો. એલ.એન. દોરાયરાજનના માર્ગદર્શન હેઠળ સંસ્થા દર્દીઓને અદ્યતન આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સતત કાર્યરત છે. સ્પાઇન સર્જરી ની આ સફળતા બદલ તેમણે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
(3:33 PM IST)










