News of Friday, 26th June 2026
શિતળાધારના ૫૫ વર્ષિય પ્રેમરજભાઇને તાવ ચડયા બાદ બેભાન થઇ જતાં મોત
હનુમાન મઢી પાછળ શિવપરાના કાળુભાઇનું બેભાન હાલતમાં મૃત્યુ

રાજકોટ તા. ૨૬: શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તાર શીતળાધારમાં રહેતાં પ્રોૈઢનું તાવ આવ્યા બાદ બેભાન થઇ જતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છ.ે
જાણવા મળ્યા મુજબ શિતળાધારમાં રહેતાં પ્રેમરજભાઇ શીવાલકભાઇ યાદવ (ઉ.વ.૫૫) રાતે દસેક વાગ્યે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર મુળ બિહારના વતની હતાં અને કારખાનામાં કામ કરતાં હતાં. તેઓ એક બહેન અને ચાર ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર છે. તાવ આવતો હોઇ સિવિલમાંથી દવા લીધી હતી. અચાનક બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયાનું સગાએ કહ્યું હતું.
બીજા બનાવમાં રૈયા રોડ હનુમાન મઢી પાછળ શિવપરા-૧માં રહેતાં કાળુભાઇ રામજીભાઇ પીલુકીયા (ઉ.વ.૫૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. કીડનીની બિમારી હોઇ કેટલાક મહિનાથી કામ કરી શકતાં નહોતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(3:40 PM IST)










