News of Wednesday, 6th May 2026
અડગ મનોબળથી તાલીબ હુસેન શાળા પ્રથમઃપિતા રિક્ષા ચાલકઃ પરિક્ષા પહેલા જંગલેશ્વર ડીમોલેશનમાં ઘર ગુમાવ્યું
પીએન્ડ ટીવી શેઠ હાઇસ્કૂલનું ધો. ૧૦માં પણ ઝળહળતું પરિણામઃ ૮૮.૨૩ ટકા

રાજકોટઃ શહેરના ભકિતનગર સર્કલ પાસે આવેલ પી એન્ડ ટી-પી શેઠ હાઇસ્કૂલના ધો. ૧૦માં પ્રથમ નંબર મેળવનાર પીપરવાડિયા તાલિબહુસેન સામાન્ય પરિવારનો વિદ્યાર્થી છે. તેના પિતા રીક્ષા ચલાવે છે. ૨૨ ફેબ્રુઆરી એ જંગલેશ્વરમાં તેમનું ઘર ડીમોલેશનમાં આવ્યું હતું અને માનસિક તણાવ વચ્ચે ૨૬મી ફેબ્રુઆરી એ બોર્ડની પરીક્ષા આપી હતી. અને સફળતા પ્રાપ્ત કરી છે. ઉપરોકત પાંચેય વિદ્યાર્થીઓ સામાન્ય પરિવારમાંથી આવે છે.
(3:41 PM IST)










