News of Wednesday, 18th November 2026
મોટામવામાં તાલૂકા મામલતદારનું ઓપરેશન
૭ કરોડની ૧ હજાર ચો.મી. જમીન ખૂલ્લી કરાવાઇઃ રહેણાંક મકાનો-ઝૂપડા તોડી પડાયા

રાજકોટ તા.૧૮: રાજકોટ તાલૂકા મામલતદાર શ્રી મકવાણાની સૂચના બાદ મોટામવામાં દબાણ હટાવ ઓપરેશન હાથ ધરી અંદાજે ૭ કરોડની સરકારી જમીન ખૂલ્લી કરાવાઇ હતી.
વિગતો મુજબ મોટામવાના સરકારી ખરાબો સર્વે નં.૧૪૦ પૈકીની ૧ હજાર ચો.મી. જમીન ઉપર રહેણાંકના બાંધકામો ઉભા થઇ ગયા હતા, જે પોલીસ બંદોબસ્ત અને વીજતંત્રની ટીમને સાથે રાખી બૂલડોઝર ફેરવી દેવાયુ હતું અને ૭ કરોડની જમીન ખૂલ્લી કરાવાઇ હતી, આ કાર્યવાહી સર્કલ ઓફીસરશ્રી વઘાસીયા અને તેમની ટીમ દ્વારા કરાઇ હતી અને કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.
મોટામવામાં કોટિ કોઝીયાડ પાસે આ દબાણ કરાયુ હતું, ૭૫ જેટલા ઝૂપડા અને ૩થી ૪ પતરાના શેડવાળા મકાનો ઉભા થઇ ગયા હતા તે તોડી પડાયા હતા.
(3:00 PM IST)










