News of Monday, 20th July 2026
પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) ખાતે ત્રિવેણી સંગમ સ્થાને મા ઉમા-ખોડલનું મંદિર અને આધુનિક ‘બિઝનેસ કમ્યુનિકેશન સેન્ટર' સ્થપાશે
યુપીના આગેવાનો પાટીદારોના આસ્થાના પ્રતીક સમાન ખોડલધામ (કાગવડ) અને ઉમિયાધામ (સિદસર)ની મુલાકાત લેશે

રાજકોટ, તા. ૨૦ : ભારતના બે અગ્રણી અને સક્ષમ સમાજ ラ ઉત્તર પ્રદેશના કૂર્મી પટેલ સમાજ અને ગુજરાતના પાટીદાર સમાજ વચ્ચે સામાજિક, સાંસ્કળતિક અને આર્થિક સંબંધોના એક નવા અધ્યાયનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રખ્યાત કૂર્મી પટેલ સમાજના આગેવાનો તથા‘કૂર્મી સેના'ના એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે હાલમાં સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ સાથેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા માટે વિશેષ સૌરાષ્ટ્ર પ્રવાસનું આયોજન કર્યું છે.
આ ઐતિહાસિક પહેલ અંગે કૂર્મી સેનાના આગેવાનોએ જણાવાયું હતું કે, બંને સમાજ એક જ વંશ, સંસ્કળતિ અને ખેડૂત પરંપરાના વારસદાર છે. રોટી-બેટીના વ્યવહારથી આપણી સામાજિક એકતા અતૂટ બનશે. આ ઉપરાંત, બિઝનેસ કમ્યુનિકેશન સેન્ટર દ્વારા બંને રાજ્યોના યુવાનો માટે આર્થિક સશક્તિકરણ અને રોજગારીનો એક નવો સુવર્ણ અધ્યાય શરૂ થશે.
આ પ્રવાસ અંતર્ગત કૂર્મી પટેલ સમાજના અગ્રણીઓ પાટીદાર સમાજના મુખ્ય આસ્થાકેન્દ્રો એવા ખોડલધામ (કાગવડ) તથા ઉમિયાધામ (સિદસર)ની વિશેષ મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનો સાથે વિસ્તળત મંત્રણા કરી બંને સમાજ વચ્ચે રોટી-બેટીના વ્યવહારને વેગ આપવાનો છે. આ કદમથી સદીઓથી રહેલી સામાજિક-સાંસ્કળતિક સમાનતા વધુ મજબૂત બનશે.
આ સામાજિક યાત્રાના ભાગરૂપે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ઐતિહાસિક અને પવિત્ર ત્રિવેણી સંગમ સ્થાને મા ઉમા-ખોડલના ભવ્ય મંદિરની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક અત્યાધુનિક બિઝનેસ કમ્યુનિકેશન સેન્ટર પણ શરૂ કરવામાં આવશે. આ સેન્ટર દ્વારા કૂર્મી તથા પાટીદાર સમાજના યુવાનો વચ્ચે વેપાર, ઉદ્યોગ અને રોજગારની તકો વધારવા, નેટર્વકિંગ સિસ્ટમ મજબૂત કરવા અને સહકારી પ્રવળત્તિઓને આંતરરાજ્ય સ્તરે વેગ આપવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
આ અંગેની વધુ માહિતી માટે કૂર્મી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા અને કાર્યાલય મંત્રી કિશનભાઈ વેકરિયા (મો. ૭૦૪૩૮૩૭૬૩૫)નો સંપર્ક કરી શકાય છે. તસ્વીરમાં રામચંદ્ર પટેલ, ચંદ્રભાણસિંહ પટેલ, રાજેન્દ્રપ્રસાદ મૌર્ય, રામ શકલ મૌર્ય, હરિશચંદ્ર પટેલ, જિગ્નેશભાઈ કાલાવડિયા, કિશનભાઇ વકેરીયા, નિલેશભાઈ વાઘાણી, રમેશભાઈ ધરસંડિયા, સંજય ખીરસરીયા, મયુરભાઈ પરસાણા અને અર્જુન બરોચિયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:20 PM IST)










