<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

‘તેરા તુજકો અર્પણ'... RMC કર્મચારીઓને ૧૦૦૦ની પ્રોત્‍સાહક ભેટ

કર્મચારીઓના સ્‍નેહમિલનમાં મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત મેયર ડો. નેહલ શુક્‍લ અને સ્‍ટેન્‍ડિંગ ચેરમેન પરેશ પીપળિયાની જાહેરાત દિવાળી કાર્નિવલમાં રૂ. ૯૦ લાખ બચાવી શાસકોએ સર્જ્‍યો લોકહિતનો નવો ચીલોઃ ૮૨૦૦ કર્મચારીઓને રૂ. ૮૨ લાખ અને બાકીની રકમ ગૌશાળા-સામાજિક સંસ્‍થાઓને અપાશે

રાજકોટ, તા.૧૬:રાજકોટ મહાનગર પાલિકાના શાસકોએ કરકસરયુક્‍ત વહીવટથી થયેલી બચતને કર્મચારીઓ અને સમાજસેવા માટે સમર્પિત કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. દિવાળી કાર્નિવલમાં બચાવાયેલા રૂ. ૯૦ લાખમાંથી મહાનગરપાલિકાના વર્ગ-૧થી વર્ગ-૪ સુધીના ૮૨૦૦થી વધુ કર્મચારીઓને રૂ. ૧૦૦૦ની -પ્રોત્‍સાહક ભેટ આપવાની જાહેરાત મેયર ડૉ. નેહલ શુક્‍લ અને સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળિયાએ કર્મચારીઓના તોહમિલનમાં કરી હતી. મનપાના ૫૪ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર તમામ કર્મચારીઓને આ પ્રકારે -પ્રોત્‍સાહક ભેટ આપવામાં આવશે.

મેયર ડો. નેહલ શુક્‍લ અને સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળિયાએ જણાવ્‍યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં દિવાળી કાર્નિવલ પાછળ અંદાજે રૂ. ૧.૯૦ કરોડનો ખર્ચ થતો હતો. આ વર્ષે સુવ્‍યવસ્‍થિત આયોજન અને નાણાકીય શિસ્‍તના કારણે કાર્નિવલનો ખર્ચ આશરે રૂ. ૧ કરોડમાં સીમિત રાખવામાં આવ્‍યો હતો. પરિણામે રૂ. ૯૦ લાખની નોંધપાત્ર બચત થઈ છે.

‘તેરા તુજકો અર્પણ'ની ભાવનાને ચરિતાર્થ કરતાં આ બચત ફરી જનસેવા સાથે જોડાયેલા કર્મચારીઓ અને સામાજિક સંસ્‍થાઓને અર્પણ કરવાનો નિર્ણય લેવાયો છે. આશરે ૮૨૦૦ કર્મચારીઓને રૂ. ૧૦૦૦ લેખે -ોત્‍સાહક ભેટ આપવા માટે અંદાજે રૂ. ૮૨ લાખનો ખર્ચ થશે. બાકીની રકમ ગૌશાળાઓ તથા સેવાકીય અને સામાજિક સંસ્‍થાઓને સહાયરૂપે આપવામાં આવશે.

ચાલુ વર્ષે ઓછા વરસાદ અને ઘાસચારાના વધેલા ભાવને કારણે અનેક ગૌશાળાઓ તથા સામાજિક સંસ્‍થાઓ આર્થિક મુશ્‍કેલીનો સામનો કરી રહી છે. આવી સંસ્‍થાઓને મદદ કરીને તેમના સેવાયજ્ઞને બળ પૂરું પાડવાનો સંકલ્‍પ પણ પદાધિકારીઓએ વ્‍યક્‍ત કર્યો હતો.

મહાનગરપાલિકાના કાર્યક્ષમ વહીવટના પરિણામે બચત થયેલ આશરે રૂ.૯૦ લાખ જેટલી વધારાની રકમનો સામાજિક ઉત્તરદાયિત્‍વના ભાગરૂપે લોકહિતના કાર્યોમાં સદુપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ અંગે મેયર ડો.નેહલ શુક્‍લ અને સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશપીપળીયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

આ વધારાની રકમનો ઉપયોગ શહેરમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યો કરતી સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓને પ્રોત્‍સાહન તથા સહાય આપવા માટે કરવામાં આવશે. સાથે જ રાજકોટ શહેરની સ્‍વચ્‍છતા અને સુખાકારી માટે અહર્નિશ સેવાઓ આપતા સફાઈ કામદારોની નિષ્ઠા અને સમર્પણને સન્‍માનિત કરવા તેમજ પોતાની ફરજ ઉત્તમ રીતે નિભાવતા કર્મચારીઓને પ્રોત્‍સાહિત કરવા માટે પણ આ રકમનો ઉપયોગ કરવામાં આવશે.

શહેરના વિકાસમાં નિઃસ્‍વાર્થ ભાવે યોગદાન આપી રહેલ સેવાકીય સંગઠનોને સહાયઆપવાના અને કર્મચારીઓની ઉત્‍કળષ્ટ કામગીરીને બિરદાવવાના આશયથી ‘‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી''સમાન પ્રોત્‍સાહક રકમ અર્પણ કરીને તેઓની સેવાભાવનાને બળ પૂરું પાડવામાં આવશે.

‘‘સુશાસન, પારદર્શિતા અને કરકસરયુક્‍ત વહીવટથી બચત અને બચતમાંથી સમાજસેવા''ના અભિગમ સાથે રાજકોટ મહાનગરપાલિકાનો આ નિર્ણય સામાજિક સમરસતા, કર્મચારી સન્‍માન અને સેવાકીય પ્રવળત્તિઓને પ્રોત્‍સાહન આપવાની દિશામાં અપ્રતિમ, અનુકરણીય અને ઐતિહાસિક પહેલ બની રહેશે.

(3:53 PM IST)