<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

મતદાન થકી લોકશાહીના પાવન પર્વની ઉજવણી કરવા બદલ જનતા જનાર્દનનો આભાર : ઉદય કાનગડ

રાજકોટ, તા. ર૭ :  મહાનગર પાલિકાની ચૂંટણી અંતર્ગત રાજકોટમાં વ્‍યાપક અને ઉત્‍સાહભર્યા મતદાન બદલ ધારાસભ્‍ય ઉદય કાનગડે શહેરની જનતા જનાર્દનનો આભાર વ્‍યક્‍ત કરતાં જણાવેલ કે લોકશાહીના આ પાવન પર્વમાં મોટી સંખ્‍યામાં જોડાઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા બદલ નાગરિકોમાં લોકજાગળતિ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્‍યું છે.

આ પ્રસંગે ધારાસભ્‍ય ઉદય કાનગડએ ભાજપના તમામ શ્રેણીના કર્મનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ-બહેનો, પદાધિકારીઓ અને સહયોગીઓનો વિશેષ આભાર વ્‍યક્‍ત કરતાં જણાવેલ કે  કાર્યકર્તાઓ અવિરત પરિશ્રમ, સમર્પણ અને સંઘર્ષના પરિણામે દરેક બૂથ પર સક્રિયતા અને જનસંપર્કની મજબૂત અસર જોવા મળી હતી.

દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં કેન્‍દ્રની ભાજપ  સરકારએ અનેક ઐતિહાસિક નિર્ણયો અને વિકાસ કાર્યો થકી દેશના વિકાસ ની ગાડી પુરપાટ દોડાવી છે.

એજ રીતે ગુજરાત રાજ્‍યમાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ના નેતળત્‍વમાં ભાજપ સરકાર દ્વારા સતત વિકાસ અને સુશાસનનું મોડેલ રજૂ કરવામાં આવ્‍યું છે.

આ બધુ ધ્‍યાનમાં લઇ જનતાએ ઉત્‍સાહભેરમાં મતદાર કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. તેમ યાદીમાં અંતમાં ઉદય કાનગડે જણાવ્‍યું છે. 

(3:46 PM IST)