તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
વડલાવાળી હાથીધરા મેલડી માતાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યોઃ રજની ઝડપાયો
કોઠારીયા રોડ નદા હોલ પાસે આવેલા મંદિરમાં ચોરી થઇ હતી : ભકિતનગર પીઆઇ જે. ડી. પરમાર, પીએસઆઇ જે. જે. ગોહિલ, રમહેશભાઇ, નિલેષભાઇ અને ટીમે કોઠારીયા રોડ ગણેશનગરના શખ્સને પકડી લીધો : ચાંદીના છત્તર, દીવેલીયા, સાંકળ બાપુનગરમાં વેંચવા આવતાં ઝપટે ચડયો

રાજકોટ તા. ૧૨: શહેરના કોઠારીયા રોડ નંદા હોલ પાસે આવેલા વડલાવાળી હાથીધરા મેલડી માતાજીના મંદિરમાંથી ગયા મહિને ચોરી થઇ હતી. તસ્કર માતાજીના ચાંદીના છતરો, પીત્તળના દિવેલીયા, કોયડો (સાંકળ) સહિતની ચીજવસ્તુ ચોરી ગયો હતો. આ ગુનાનો ભેદ ભક્તિનગર પોલીસે ઉકેલી કોઠારીયા ચોકડી જુના ગણેશનગર-૧૦ તિરૂપતી સોસાયટી નજીક રહેતાં રજની મનસુખભાઇ ટીલાવત (ઉ.વ.૪૨)ને પકડી લઇ ચાંદીના ૬ છત્તર રૂા. ૩૦૦૦ના, દિવેલીયા ૬ રૂા. ૧૦૦૦ના, પીત્તળના હાથાવાળી માતાજીની સાંકળ રૂા. ૩૦૦૦ની મળી રૂા. ૭૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ચોરીના બનાવમાં મંદીરની દેખરેખ રાખી સેવાપુજા કરતાં યાદવનગરના રણમલભાઇ ગોવિંદભાઇ બોરીચા (ઉ.વ.૪૨)એ ભક્તિનગર પોલીસમાં ફયિરાદ નોંધાવી હતી. ૩૦/૪ના રોજ મંદિરમાંથી ચોરી થયાની તેમને ખબર પડી હતી. એક આશરે ૫૦ વર્ષનો શખ્સ સીસીટીવીમાં દેખાયો હતો. આ શખ્સ રાતે ચોરી કરીને ભાગતો કેમેરામાં દેખાયો હતો. રણમલભાઇએ પોતાની રીતે તપાસ શરૂ કરી હતી. દરમિયાન હેડકોન્સ. રમેશભાઇ માલકીયા અને કોન્સ. નિલેષભાઇ મીયાત્રાને બાતમી મળી હતી કે એક શખ્સ બાપુનગર-૧માં જીલ્લા ગાર્ડન નજીક મંદિરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુ વેંચવા નીકળ્યો છે. તેના આધારે સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાનું નામ રજની ટીલાવત જણાવ્યું હતું. તેની વિસ્તૃત પુછતાછ થતાં તેણે મંદિરની ચોરી કબુલી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે. ડી. પરમાર, પીએસઆઇ જે. જે. ગોહિલ, હેડકોન્સ. રમેશભાઇ માલકીયા, કોન્સ. નિલેષભાઇ મીયાત્રા અને નરસંગભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી.
(2:52 PM IST)










