<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

સફળતા માટે પ્રચંડ પુરૂષાર્થ સિવાય કોઈ વિકલ્‍પ નથીઃ ડો. જ્ઞાનવત્‍સલ સ્‍વામી

એડવર્ટાઇઝિંગ ઈતિહાસના અધિકૃત અને રોચક આલેખનના પુસ્‍તકના ટાઈટલનું સ્‍વામીજીના હસ્‍તે વિમોચન કરાયું: RACની આગવી ઓળખ અને સંઘ ભાવના સાથે ભાવનાત્‍મક એન્‍થમ પણ આ તકે લોન્‍ચ કરાયું

રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં અખબારી જગતના મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, શિક્ષણશાષી સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યાં: સહયોગી દાતાઓનું સ્‍વામીજીના હસ્‍તે મોમેન્‍ટો આપી કરાયું સન્‍માન.

રાજકોટ તા.૨૬: રાજકોટ એડવર્ટાઈઝિગ સર્કલ દ્વારા પ્રમુખસ્‍વામી ઓડિટોરિયમ ખાતે દિલને દિલથી જોડતો એક સુંદર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં શહેરની એડવર્ટાઇઝીંગ એજન્‍સીના સંચાલકો, અખબાર જગતના શ્રેષ્ઠીઓ અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, સાંજ સમાચારનાં શ્રી કરણભાઈ શાહ, આજકાલના શ્રી ચંદ્રેશભાઈ જેઠાણી, ગુજરાત મિરરના શ્રી સંજયભાઈ પટેલ, ફુલછાબના તંત્રી શ્રી જ્‍વલતભાઈ છાયા તથા મેનેજર શ્રી નીતુભાઈ ઝીબા, દિવ્‍યભાસ્‍કરના તંત્રી શ્રી મહેન્‍દ્રસિહ જાડેજા તથા માર્કેટિગ ડેડ શ્રી કલ્‍પેશભાઈ સાવલિયા, સંદેશ પ્રેસના માર્કેટિગ હેડ શ્રી પ્રજ્ઞેશભાઈ રૂપાણી, ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયાના શ્રી જયભાઈ ઉદાણી, તથા દરેક પ્રેસના પત્રકારશ્રીઓ તથા ફોટોગ્રાફર, ટીવી તથા રેડીયો ઇન્‍ડસ્‍ટ્રીઝનાં પ્રતિનિધીઓ, શિક્ષણશાષીઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ એસોસિએશનના મહાનુભાવો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમ પ્રારંભે સ્‍વાગત અને દીપ પ્રાગટ્‍ય પૂજ્‍ય જ્ઞાનવત્‍સલ સ્‍વામી તથા કોર કમિટીના હસ્‍તે કરવામાં આવેલ હતું બાદમાં સમૂહ રાષ્ટ્રગાન પછી ય્‍ખ્‍ઘ્‍ની આગવી ઓળખ અને સંઘ ભાવના સાથે ભાવનાત્‍મક એન્‍થમ આ તકે લોન્‍ચ કરાયું. આ ગીત મુંબઈના સુવિખ્‍યાત મ્‍યુઝિક ડિરેક્‍ટર ધ્રુવ ત્રિવેદી, કુણાલ સાડ, (કૈમ્‍બે સ્‍ટુડિયો) દ્વારા તૈયાર કરવામાં આવ્‍યું હતું. એડવર્ટાઇઝિગના ઇતિહાસના અધિકૃત અને રોચક આલેખનના પુસ્‍તકના ટાઈટલનું સ્‍વામીજીના હસ્‍તે વિમોચન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશ સોના તથા નૈનેશ પારેખ દ્વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના મુખ્‍ય વકતા તરીકે રીકે બીએપીએસ સ્‍વામીજીએ સંબોધન કરતા જણાવેલ કે તમારા જીવનનો થોડો સ્‍વામિનારાયણ સંસ્‍થાના લાઈફ કોચ, જાણીતા વક્‍તા - લેખક અને અસાધારણ પ્રતિભા ધરાવતા પૂજ્‍ય ડોક્‍ટર જ્ઞાનવત્‍સલ સમય અને પૈસો સમાજ ઉત્‍કર્ષમાં વાપરજો, સફળતા માટે પ્રચંડ પુરુષાર્થ સિવાય બીજો કોઈ વિકલ્‍પ નથી, તેમ જણાવતા માણસ પોતે જ પોતાનો ઘડવૈયા છે. વિચારથી પ્રબળ વિચારથી સકારાત્‍મક વિકાસ થઈ શકે છે, માનવી પોતે પણ વિચારોનું સર્જન છે.

જીવનના સર્વાંગી વિકાસ માટે દીવાલની પાછળ અને કાલે શું થવાનું છે તેનો અંદાજ પણ દરેકે માપવો જોઈએ. જીવનમાં સકારાત્‍મક વિચારોનું વિશેષ મહત્‍વ છે, તેમ જણાવતા તેમને વિવિધ કંપનીઓના ઉદાહરણ પણ આપીને સચોટ વક્‍તવ્‍ય આપ્‍યુંહતું. કાર્યક્રમમાં સંસ્‍થાના બે ફાઉન્‍ડર મિત્રો અજીતભાઈ ઝવેરી (અપેક્ષ એડ) અને દિપકભાઈ શાહ (સેલ સર્વિસ)ના નિધન થતા તેમને ભાવાંજાલિ અર્પવામાં આવી હતી.

સંસ્‍થા દ્વારા મેમ્‍બર્સ માટે વિવિધ સેમિનાર, વર્કશોપ, મેમ્‍બર અભિવાદન, ફેમિલી ગેધરિગ જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. કાર્યક્રમમાં વિવિધ રેડિયો, ટીવીની જૂની જાહેર ખબરોની રજૂઆતે લોકોને મંત્રમુગ્‍ધ કર્યા હતા. સ્‍વામીજીનો આદિત્‍ય સત્‍કાર તુષારભાઈ (એપેક્ષ એડ) હોદ્દેદારો, બેન્‍કિંગ ક્ષેત્રના અગ્રણીઓ, શિક્ષણજગતના અને ગિરધરભાઈ (દ્રષ્ટી કોમ્‍યુનિકેશન) સાથે કોર કમિટીના સભ્‍યએ કરેલા હતો. RAC માત્ર સંગઠન નહીં, પરંતુ વ્‍યવસાયિક વિકાસનું સશક્‍ત માધ્‍યમ છે. આ કાર્યક્રમમાં રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્‍છના પ્રતિષ્ઠિત મીડિયા હાઉસના પ્રતિનિધિઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, વિવિધ બિઝનેસ એસોસિએશનોના પ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રોના આમંત્રિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યાં હતા.

આ ઉપરાંત સમગ્ર ગુજરાતની એડવર્ટાઇઝિગ એજન્‍સીઓનાં સંગઠનોના પ્રતિનિધિઓ તથા સૌરાષ્ટ્ર-કચ્‍છની અગ્રણી જાહેરાત એજન્‍સીઓના સંચાલકો ઉપસ્‍થિતિ રહ્યા હતા. દ્રષ્ટિવાન ઉદ્યોગસાહસિક, પરિવર્તનકારી લીડર અને પરોપકારી વ્‍યક્‍તિ બનો ડોક્‍ટર જ્ઞાનવત્‍સલ સ્‍વામીના વ્‍યવસાય, જીવન, નેતૃત્‍વ અને મૂલ્‍યોને આવરી લેતું આ અર્થસભર વ્‍યક્‍તવ્‍ય વ્‍યવસાયમાં દૂરંદેશી, નેતૃત્‍વમાં પરિવર્તનકારી લ્લષ્ટિકોણ અને જીવનમાં સેવાભાવના મહત્‍વને ઉજાગર કરતું આ વ્‍યક્‍તવ્‍ય રાજકોટના વ્‍યવસાયિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ માટે પ્રેરણાનો અવસર બની ગયો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગી તરીકે MJR વેલ્‍સ, પોપ્‍યુલર ધ જવેલર્સ, પ્રભુકૃપા હોસ્‍પિટલ & IVF સેન્‍ટર, કાયાપલટ, અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ, પ્રેમજી વાલજી જવેલર્સ, બાલાજી થાળ, ઉમિયા મોબાઈલ, ડાથી મસાલા, સેન્‍ડી વોટર એ (એડૈક્‍સ મીડિયા લિક્‍સ), નયનેશભાઈ પારેખ (એસેન્‍ટ એડ), સડકાર આપ્‍યો હતો. રાજકોટ એડવર્ટાઈઝિંગ સર્કલના કોર કમિટીના સભ્‍યો તુષારભાઈ ઝવેરી તથા જલાધી ઝવેરી (એપેક્‍સ એડવર્ટાઈઝિગ), ગિરીશભાઈ ત્રિવેદી (દ્રષ્ટિ કોમ્‍યુનિકેશન), નિલેશભાઈ ત્રિવેદી (મનીષ એડ્‍સ), મેહુલભાઈ દામાણી તથા જીતુભાઈ કોઠારી (રિઝલ્‍ટ એડેવર્ટાઈઝિગ), જયેશભાઈ સોના કમલભાઈ પારેખ (સર્જન એડવર્ટાઇઝિગ) સડિત જયેન્‍દ્ર પડીયા (પ્‍લસ કોર્પોરેશન), પ્રશાંત ચંચલ (પાન કોમ્‍યુનીકેશન), દિલીપ ડીરપરા (વિઝન ગ્રાફીક્‍સ), જનક ગોવાણી (જલારામ પબ્‍લીસીટી), વિશાલ ભટ્ટ (કલાસારથી), દેવ મહેતા (સુનીલ પબ્‍લીસીટી), પ્રશાંત જોષી, મૌલિક જોષી (ક્રિએટ ઇન્‍ડીયા), સમિત ભૂપતાણી (એક્‍સપ્રેસ એડવર્ટાઈઝીંગ), રાજુભાઈ જુંજા (સિમ્‍પલ એડ), ધવલભાઈ બાવાની (એક મીડીયા), ડરેશ કટારીયા (પિન્‍ટુ પબ્‍લીસીટી), રાકેશ પંડયા (કોમરેડ પબ્‍લીસીટી), સુભાષ વઘાસીયા (એસ એસ મિડીયા). કુનાલ દોશી (ફ્રેન્‍ડસ એડ), રજની ગોલ (ભવ્‍ય કોમ્‍યુનીકેશન), ભૂપેન્‍દ્ર નંદાણી (સદગુરુ એડ), અર્પિત ગણાત્રા (જનાદેશ), રોહિત કાનાબાર (એડપોઈન્‍ટ એંડ), સંદીપ ગોહેલ, ક્રિશ ગોહેલ (વાઈકીંગ એડ), ધીમન વાઘેલા (માઈક્રોમિડીયા), રવિ સોલંકી (શ્રી ગણેશ પબ્‍લીસીટી), મહેશ શાહ (અરિહંત પબ્‍લીસીટી) તથા મહેશ લખતરીયા (નયન પબ્‍લીસીટી)એ આ આયોજનને સફળ બનાવવા સક્રિય યોગદાન આપીને કાર્યક્રમના સફળ બનાવ્‍યો હતો

 

(2:52 PM IST)