News of Friday, 19th June 2026
જિનાલય અર્પણ અને સમર્પણના સંસ્કાર પ્રદાન કરે છેઃ પૂ.જે.પી. ગુરૂદેવ
કણકોટ ગામ, તા.વાંકાનેર ખાતે વિસામણ દેરાસર ખાતે તીર્થંકર પ્રભુ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું ચ્યવન કલ્યાણક સહિતના અનુષ્ઠાનો યોજાયા : પૂ.આ.ભ. લબ્ધિપ્રભ સૂરીશ્વરજી મ.સા.,પૂ. ક્રાંતિકારી વિચારક પ્રવચન પ્રભાવક અધ્યાત્મ ચિંતક આચાર્ય ભગવંત શ્રી વિજય જયપ્રભ સૂરીશ્વરજી મ.સા. (જે.પી.ગુરુદેવ) પૂ. મુનિરાજ શ્રી જિનશાસન વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી જિનદર્શન વિજયજી મ.સા. આદિ ઠાણા - ૪ની પાવન નિશ્રા

રાજકોટ તા.૨૦: વિસામણ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ, રાજકોટ - વાંકાનેર હાઈ-વે પર કણકોટ - ફેક્ટરીના આંગણે મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન આદિ તીર્થંકર પ્રભુ તથા ગણધર ભગવંત, દેવ-દેવીની સંક્ષિપ્ત અંજનશલાકા - પ્રતિષ્ઠા મહોતસવ પ્રસંગે પૂ.આ.ભ. લબ્ધિપ્રભ સૂરીશ્વરજી મ.સા.,પૂ. ક્રાંતિકારી વિચારક પ્રવચન પ્રભાવક અધ્યાત્મ ચિંતક આચાર્ય ભગવંત શ્રી વિજય જયપ્રભ સૂરીશ્વરજી મ.સા. (જે.પી.ગુરુદેવ) પૂ. મુનિરાજ શ્રી જિનશાસન વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી જિનદર્શન વિજયજી મ.સા. આદિ ઠાણા - ૪ની પાવન નિશ્રામાં ઉજવાઈ રહ્યો છે. વિધિકાર તરીકે સંજયભાઈ શાહ (બોરસદ વાળા)અમદાવાદ તથા સંગીતકાર તરીકે પ્રતાપભાઈ શાહે રમઝટ બોલાવી હતી.આ તકે રાજકોટ જૈન તપાગચ્છ સંઘ પ્રમુખ જીતુભાઈ ચાવાળા તથા ટ્રસ્ટી શ્રેણીકભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા.
પંચ દિવસીય કાર્યક્રમના આજે દ્વિતીય દિવસ તા. ૧૯ને શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે માતા - પિતા, ઈન્દ્ર - ઈન્દ્રાણીની સ્થાપના ચ્યવન કલ્યાણક દિવ્ય વિધાન. દેવીપૂજન યોજાયું હતું. ઇન્દ્ર તથા ઈન્દ્રાણી તરીકે સુરેશભાઈ તથા ઇલાબેન અને પ્રભુજીના માતા તરીકે અવનિબેન અને પિતા તરીકે મિતુલભાઈએ લાભ લીધો હતો.
આ પ્રસંગે પૂ.જે.પી.ગુરુદેવે ફરમાવેલ કે, જિનાલય અર્પણ અને સંમર્પણના સંસ્કાર પ્રદાન કરે છે.પૂ શ્રીએ વધુમાં જણાવેલ કે,જગતના સર્વ જીવોને આપે શાતા, એનું નામ તીર્થકર પ્રભુની માતા.જૈન ધર્મના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ પ્રભુએ જગતના સર્વ જીવોને સંદેશ આપતા કહ્યું છે કે, ‘‘લડો મત, છોડો સબ''એ જ સૌથી મહાન સંસ્કાર માનવામાં આવે છે.
ગઈકાલે પ્રથમ દિવસ તા.૧૯ને ગુરુવારના રોજ સવારે ૧૦ કલાકે વિવિધ પૂજનનો પ્રારંભ ક્ષેત્રપાલ પૂજન, માણેક સ્થંભ સ્થાપના, તોરણ સ્થાપના લઘુ નંદાવર્ત સવારે દશ દિક્પાલ પૂજન સોળ વિદ્યાદેવી પૂજન, ભૈરવ પૂજન. નવગ્રહ પૂજન અષ્ટ મંગલ પૂજન લઘુ વીશસ્થાનક, લઘુ સિદ્ધચક્ર પૂજન, પૂજન આદિ સર્વ પૂજન યોજાયા હતા.
કાલે તળતીય દિવસ તા.૨૦ ને શનિવાર સવારે ૧૦ કલાકે જન્મ કલ્યાણક વિધાન, ૫૬ દિક્કુમારી જન્મ મહોત્સવ, મેરુ અભિષેક, નૂતન પ્રતિમાના ૧૮ અભિષેક, પ્રિયંવદા દાસી દ્વારા જન્મ વધાઈ, ફૈઆરૂ - નામકરણ, મામેરું લગ્ન રાજ્યાભિષેક, રાજ્ય તિલક, ૯ લોકાંતિક દેવો દ્વારા વિનંતી, દીક્ષા કલ્યાણકનું વિધાન, મધ્ય રાત્રિ શુભ મુહૂર્ત પર અધિવાસના તેમજ અંજન શલાકા યોજાશે.
ચતુર્થ દિવસ તા.૨૧ને રવિવારના રોજ વહેલી પ્રભાતે પ્રથમ દર્શન, નિર્વાણ કલ્યાણકના ૧૦૮ અભિષેક સવારે શુભ મુહૂર્તે પરમાત્મા, ગણધર, દેવ - દેવીની પ્રતિષ્ઠા બપોરે ૧૨.૩૯ શ્રી લઘુ શાંતિ સ્નાત્ર પૂજન તથા પંચમ દિવસ તા.૨૨ સોમવારના રોજ સવારે શુભ મુહૂર્તે જિનાલય દ્વારોઘાટન યોજાશે.
કુંભચક્ર હોવાના કારણે કુંભ સ્થાપના, દિપક સ્થાપના, જવારારોપણ તા.૧૪ ને રવિવારના રોજ યોજાયું હતું. ભાવિકોને માતળશ્રી ઇલાબેન સુરેશચંદ્ર વસા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયુ છે
(3:37 PM IST)










