News of Friday, 30th October 2026
રેસકોર્ષમાં ત્રણ દિવસ દિવાળી કાર્નિવલની રમઝટ બોલશે
રાજકોટમાં દિવાળીના દીપ ઝળહળશે, રંગોળીના રંગ ખીલશે ૬ થી ૮ નવેમ્બર સુધી રોશનીની ઝાકમઝોળ, લેસર શોની ચમક અને છ આકર્ષક ફલોટ સાથે ટેબ્લો કાર્નિવલ જમાવશે જમાવટઃ મેયર ડો.નેહલ શુક્લ, દક્ષાબેન વસાણી, પરેશ પીપળીયા, તુષાર સુમેરા, ડો. હિરેનભાઈ ખીમાણિયા, સંજયસિંહ રાણા, મનીષ ભટ્ટ દ્વારા માહિતી અપાઈ

રાજકોટ, તા. ૩૦: દિવાળીના દીવા ઝળહળશે, રંગોળીના રંગો ખીલશે, આકાશમાં આતશબાજી ગાજશે અને રેસકોર્સના રસ્તાઓ રોશનીથી ઝળહળી ઊઠશે. રંગીલા રાજકોટને આ વર્ષે દિવાળીના પર્વે રંગ, રોશની, સંગીત, સ્વાદ અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા. ૬થી ૮ નવેમ્બર દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાંચ દિવસીય ફૂડ ફેસ્ટિવલ પણ યોજાશે. ધનતેરસથી શરૂ થનારા આ ઉત્સવમાં લેસર શો, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા અને છ આકર્ષક ફલોટ સાથે ટેબ્લો કાર્નિવલ મુખ્ય આકર્ષણ બની રહેશે.
આ અંગે મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટે જણાવ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના જીવનમાં આનંદ, ઉમંગ અને ઉત્સાહના રંગો ઉમેરવા તથા દીપોત્સવીના પર્વને યાદગાર બનાવવા માટે તા.૬ થી ૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન વિવિધ આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રકાશના પર્વ દિવાળીની પરંપરાગત ઉજવણીને આધુનિક મનોરંજન, સાંસ્કળતિક અભિવ્યક્તિ અને ઉત્સવના અદભૂત વાતાવરણ સાથે જોડવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા આ કાર્યક્રમો રાજકોટવાસીઓ માટે વિશેષ આકર્ષણરૂપ બનશે.
દિવાળી એ માત્ર દીપ પ્રગટાવવાનો તહેવાર નથી, પરંતુ પરસ્પર પ્રેમ, તોહ, એકતા, ખુશીઓ અને નવી આશાઓની આપ-લે કરવાનો ઉત્સવ છે. આ પર્વને વધુ આનંદમય અને ઉત્સવસભર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ સ્થળોએ રોશની, ફૂડ ફેસ્ટિવલ, લેસર શો, આતશબાજી, રંગોળી સ્પર્ધા અને કાર્નિવલ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દ્વારા નાગરિકો અને તેમના પરિવારજનોને દિવાળીની રજાઓ દરમિયાન આનંદદાયક વાતાવરણમાં એકસાથે ઉત્સવની અનેરો ઉજવણી કરવાનો અવસર પ્રાપ્ત થશે.
રાજકોટ શહેરની સાંસ્કૃતિક ઓળખ, ઉત્સવપ્રિયતા અને નાગરિકોની સહભાગિતાને વધુ પ્રોત્સાહન આપવાના આશયથી આયોજિત આ રંગબેરંગી કાર્યક્રમોની મુખ્ય વિગતો નીચે મુજબ છે.
દિવાળી કાર્નિવલ રોશનીનો શુભારંભ
દિવાળીના ઉત્સવની શરૂઆત રાજકોટવાસીઓ માટે રોશની અને સ્વાદના અનોખા સંગમ સાથે થશે. તા.૬ નવેમ્બર, શુક્રવાર - ધનતેરસના દિવસે સાંજે ૦૬.૦૦ કલાકે રેસકોર્સ રિંગ રોડ ફરતે દિવાળી કાર્નિવલ અંતર્ગત આકર્ષક રોશનીની વ્યવસ્થા કરવામાં આવશે. રોશનીથી ઝળહળતો રેસકોર્સ વિસ્તાર દિવાળીના ઉત્સવને અનુરૂપ સુંદર અને મનમોહક વાતાવરણનું નિર્માણ કરશે.
રંગબેરંગી લાઇટિંગ અને ઉત્સવી વાતાવરણથી સજ્જ રેસકોર્સ રિંગ રોડ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. દિવાળીના પર્વ દરમિયાન શહેરની સુંદરતામાં વધારો કરવા તથા નાગરિકોને પરિવાર અને મિત્રો સાથે ઉત્સવની યાદગાર પળો માણવાની તક પૂરી પાડવાના હેતુથી આ શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.
ફૂડ ફેસ્ટિવલ પાંચ દિવસ
સુધી ચાલુ રહેશે
દિવાળી પર્વ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ માણવા ઇચ્છતા નાગરિકો માટે ફૂડ ફેસ્ટિવલ વિશેષ આકર્ષણરૂપ બનશે. દિવાળીની રજાઓ દરમિયાન રોશનીની રોનક અને વિવિધ વાનગીઓના સ્વાદ સાથે નાગરિકો ઉત્સવનો આનંદ માણી શકશે. આ ફૂડ ફેસ્ટિવલ તા. ૬ ની સાંજે ૬ વાગ્યાની રેસકોર્ષ ગ્રાઉન્ડમાં પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. આમ, દિવાળી પર્વના ઙ્કારંભિક દિવસથી જ રોશની, સ્વાદ અને આનંદનો ત્રિવેણી સંગમ સર્જીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઉત્સવમય વાતાવરણનું નિર્માણ કરવામાં આવશે.
રંગોળી સ્પર્ધા અને છ ફ્લોટસ સાથે ટેબ્લો કાર્નિવલ
દિવાળીના ઉત્સવને કલાત્મકતા, સર્જનાત્મકતા અને આકર્ષક પ્રસ્તુતિઓથી વધુ રંગીન બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૭ નવેમ્બર, ૨૦૨૬, શનિવારના રોજ કાળી ચૌદશ નિમિત્તે રેસકોર્ષ રિંગ રોડ ફરતે રંગોળી સ્પર્ધા તથા છ ફ્લોટ સાથે ટેબ્લો કાર્નિવલનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ સાંજે ૦૭.૦૦ કલાકે યોજાશે.
રંગોળી એ ભારતીય સંસ્કળતિ અને પરંપરાનું અભિન્ન અંગ છે. રંગો, આકળતિઓ અને સર્જનાત્મક કલ્પનાઓના સમન્વયથી તૈયાર થતી રંગોળી દિવાળીના પર્વની સુંદરતા અને શુભતામાં વધારો કરે છે. આ પરંપરાને પ્રોત્સાહન આપવા આયોજિત રંગોળી સ્પર્ધામાં કલાપ્રેમીઓ અને સહભાગીઓ પોતાની કલાત્મક પ્રતિભા તથા સર્જનાત્મકતાને પ્રદર્શિત કરી શકશે. રંગોળીના વિવિધ રંગો અને આકર્ષક આકળતિઓ ઉત્સવના વાતાવરણને વધુ મનમોહક બનાવશે.
આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ છ ફ્લોટસ સાથે આયોજિત ટેબ્લો કાર્નિવલનું ઉદ્ધાટન રહેશે. આકર્ષક ફ્લોટ્સ અને કાર્નિવલની વિશિષ્ટ રજૂઆત દિવાળીની ઉજવણીમાં નવો ઉમંગ ઉમેરશે. કાર્નિવલના માધ્યમથી નાગરિકોને ઉત્સવની ભવ્યતા, સર્જનાત્મકતા અને મનોરંજનનો અનોખો અનુભવ માણવાની તક મળશે.
મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ તમામ કાર્યક્રમોનો હેતુ શહેરના નાગરિકોને ઉત્સવની ખુશીઓમાં સહભાગી બનાવી, ઉમળકાભેર જોડવાનો સાંસ્કળતિક અને કલાત્મક પ્રવળત્તિઓને પ્રોત્સાહન આપવાનો તથા શહેરમાં આનંદમય અને ઉત્સવસભર વાતાવરણનું નિર્માણ કરવાનો છે.
દિવાળીના પર્વને અનુરૂપ રોશનીથી ઝળહળતા રસ્તાઓ, સ્વાદિષ્ટ વાનગીઓથી ભરપૂર ફૂડ ફેસ્ટિવલ, ધનતેરસની ભવ્ય આતશબાજી અને લેસર શો, કાળી ચૌદસની રંગોળી સ્પર્ધા તથા છ ફ્લોટસ સાથેનો ટેબ્લો કાર્નિવલラઆ તમામ આયોજન રાજકોટવાસીઓ માટે ઉત્સવની ખુશીઓને અનેકગણી વધારનારા બની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડો.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ દ્વારા શહેરના નાગરિકોને આ તમામ કાર્યક્રમોમાં પરિવારજનો અને મિત્રો સાથે સહભાગી બની દિવાળીના પર્વની ખુશીઓ માણવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.(૬.૧પ)
ધનતેરસના શહેરના ગગનમાં ફટાકડાની થશે અવનવી રંગોળી
તા. ૬ નવેમ્બરના સાંજે ૭ કલાકે માધવરાવ સિંધીયા ગ્રાઉન્ડ ખાતે આતશબાજી
દિવાળીના પવિત્ર પર્વના મહત્વપૂર્ણ દિવસ ધનતેરસ નિમિત્તે તા. ૬ નવેમ્બર, ૨૦૨૬, શુક્રવારના રોજ સાંજે ૦૭.૦૦ કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજી અને લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે.
ધનતેરસના શુભ અવસરે આયોજિત આ કાર્યક્રમમાં આકાશમાં રંગબેરંગી આતશબાજીના નયનરમ્ય નજારા અને આધુનિક લેસર શોની આકર્ષક રજૂઆત ઉત્સવની ખુશીઓમાં વિશેષ ઉમેરો કરશે. પ્રકાશ અને રંગોની મનમોહક રજૂઆત સાથે સમગ્ર વાતાવરણ દિવાળીના ઉમંગ અને ઉત્સાહથી છલકાઈ ઊઠશે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને દિવાળીના પર્વ દરમિયાન એક યાદગાર અને આનંદદાયક અનુભવ પૂરો પાડવાનો છે. પરિવારજનો અને મિત્રો સાથે ઉપસ્થિત રહી નાગરિકો ધનતેરસની સાંજને ઉત્સવના રંગોથી વધુ યાદગાર બનાવી શકશે.
શહેરના નાગરિકો માટે આયોજિત આ ભવ્ય આયોજન દીપોત્સવી પર્વને વધુ જીવંત બનાવશે અને રાજકોટની ઉત્સવપ્રિય પરંપરાને નવી ઓળખ આપશે. (૬.૧૬)
(2:49 PM IST)










