<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

સજાના વોરન્‍ટ અને ઠગાઇના ગુનાઓમાં નાસતાં ફરતાં ત્રણ શખ્‍સને પકડી લેવાયા

પેરોલ ફરલો સ્‍ક્‍વોડના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ ધાસુરા અને ટીમે મહેન્‍દ્રસિંગ, રીષી અને ધવલગીરીને પકડયા

રાજકોટ તા. ૬: અલગ અલગ ગુનાઓમાં અને વોરન્‍ટ નીકળ્‍યા બાદ ભાગતા ફરતાં હોય તેવા ત્રણ શખ્‍સોને પેરોલ ફરલો સ્‍ક્‍વોડની ટીમે પકડી લીધા છે. જેમાં બે શખ્‍સ વિરૂધ્‍ધ રાજકોટમાં અને એક વિરૂધ્‍ધ અમદાવાદમાં ગુનો નોંધાયેલો હતો.

મધ્‍યપ્રદેશના દમોદ જીલ્લાના શિહોરી ગામના મહેન્‍દ્રસિંગ ધીરસિંગ ઠાકુર (ઉ.વ.૩૨) વિરૂધ્‍ધ પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં એક વર્ષ પહેલા ઠગાઇનો ગુનો નોંધાયો હતો. ત્‍યારથી આ શખ્‍સ ભાગતો ફરતો હોઇ તેને વડોદરા શહેરમાંથી શોધીને પ્ર.નગર પોલીસને સોંપાયો છે.

જ્‍યારે મુળ રાજકોટ મોરબી રોડ પર કૈલાસ પાર્કમાં ચામુંડા કૃપાની સામે રહેતાં   રીષી રસિકભાઇ ઠાકર (ઉ.વ.૫૦) વિરૂધ્‍ધ ચીફ જ્‍યુડીશીયલ કોર્ટમાંથી સજાનું વોરન્‍ટ નીકળ્‍યું હોઇ તે બે વર્ષથી ફરાર હોઇ તેને વડોદરાથી પકડી લઇ બી-ડિવીઝન પોલીસને સોંપવા તજવીજ થઇ હતી. આ શખ્‍સ વડોદરામાં અશોકનગર આજવા રોડ ચાર રસતા ઘર નં. ૩ ખાતે રહેતો હતો.

આ ઉપરાંત મવડી પાળ રોડ પર શરણેશ્વર પાર્ટી પ્‍લોટની સામે વાટીકા સોસાયટી બ્‍લોક નં. ૧૧માં રહેતાં ધવલગીરી મહારાજગીરી ગોસ્‍વામી વિરૂધ્‍ધ અમદાવાદ ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં પાંચ મહિના પહેલા ઠગાઇનો ગુનો નોૅધાયો હોઇ તે સતત ફરાર રહતો. તેને રાજકોટથી પકડી લઇ અમદાવાદ પોલીસને સોંપાયો છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. રાજદિપસિંહ ચોૈહાણ, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નીમાવત, કોન્‍સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા અને ડ્રા.કોન્‍સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી. 

(4:35 PM IST)