News of Monday, 16th November 2026
વાલમ બ્રાહ્મણ પાણેરી પરિવારની ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં કપીલ પ્રાગટય બાદ આજે નૃસિંહ જન્મઃ કાલે નંદ ઉત્સવની ઉજવણી
ડો. ચેતનાબેન પાણેરી સંગીતના સથવારે મધુર શૈલીમાં કથાનું રસપાન કરાવી રહયા છે

રાજકોટ, તા.,૧૬: રાજકોટ વાલમ બ્રાહ્મણ પાણેરી પરિવાર દ્વારા ગત તા.૧૪થી આગામી તા.૨૦/૧૧/૨૬ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કથાના વ્યાસપીઠ ઉપર ડો.ચેતનાબેન પાણેરી તેમની મધુર શૈલીમાં કથાનું રસપાન કરાવી રહયા છે.
પાણેરી પરિવારના કુળદેવી શ્રીમ સતિ માતાજીની અસીમ કૃપા અને પિતૃદેવોના અનુગ્રહ અને આર્શીવાદથી સમગ્ર પાણેરી પરિવારોના- પિતૃઓના મોક્ષાર્થે કારતક સુદના પવિત્ર દિવસોમાં આ કથાનું આયોજન કરવામાં આવેલ છે. ગઇકાલે તા.૧૫ અને રવિવારના રોજ શ્રી કપીલ પ્રાગટય તેમજ આજે તા.૧૬ સોમવારના રોજ શ્રી નૃસિંહ પ્રાગટય થશે. તા.૧૭મીએ વામન પ્રાગટય તેમજ શ્રી રામજન્મ અને શ્રી કૃષ્ણ જન્મ સાથે નંદ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. તા.૧૮ના રોજ શ્રી ગોવર્ધન પુજા અને છપ્પન ભોગ ધરાશે.
ત્યારબાદ તા.૧૯મીએ શ્રીકૃષ્ણ ભગવાન અને રૂકમણી વિવાહના પ્રસંગની ઉજવણી કરવામાં આવશે. તા.૨૦ના રોજ સુદામા ચરિત્ર, પરિક્ષીત મોક્ષ સાથે બપોરના ૧૨ વાગે કથાનો વિરામ થશે.
આજ દિવસે તા. ર૦ના રોજ બપોરે ૧.૩૦ કલાકે દશાંશ હોમ યજ્ઞ થશે. સાત દિવસ ચાલનાર આ કથાનો સમય બપોરના ૩.૩૦ થી શરૂ થઇને રોજ સાંજે સાત વાગે સમાપ્ત કરવામાં આવશે. આ કથાના મુખ્ય આચાર્ય તરીકે અમરેલીવાળા શ્રી પ્રફુલ દાદા (ભટ્ટજી) ઉપસ્થિત રહેશે. કથાના મુખ્ય યજમાન સ્વ. ઉમીયાશંકર રવજીભાઇ પરીવાર તથા સહયજમાનમાં સ્વ. કાંતીલાલ ભગવાનજી પરીવાર દ્વારા આયોજન કરાયું છે. કથાનું સ્થળ માતુશ્રી મુકતાબેન વામનભાઇ વ્યાસ કોમ્યુનીટી સેન્ટર ગોંડલ રોડ ખાતે રાખવામાં આવ્યું છે. બપોરના ૩.૩૦ થી સાંજના ૭ વાગ્યા સુધી કથાવાંચન થશે અને રોજ સાંજે ૭.૩૦ વાગે પ્રસાદ આયોજન કરવામાં આવેલ છે. કથા પુર્ણાહુતીના દિવસે તા. ર૦ના રોજ બપોરના ૧.૩૦ કલાકે મહાપ્રસાદ સાથે કથાની પુર્ણાહુતી કરવામાં આવશે.
(2:50 PM IST)










