<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૪: શહેર પોલીસના ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાનો આજે જન્‍મદિવસ છે. ક્રાઇમ બ્રાંચમાં તેમણે ડીસીપી તરકે ચાર્જ સંભાળ્‍યા પછી શહેરમાં  લોકોને રંજાડતી અનેક નામચીન ગેંગના સુત્રધારો, સાગ્રીતોને ગુજસીટોક હેઠળ જેલભેગા કરી દીધા છે. વ્‍યાજખોરો, સંગઠીત ગુનાખોરી આચરતા તત્‍વો સામે તેમની કામગીરીને નગરજનોએ વખાણી છે. ડીસીપી જગદીશ બાંગરવા પોતાની કાર્યશૈલીમાં પરંપરાગત પોલીસીંગની સાથે આધુનીક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે. સાયબર ક્રાઇમને ડામવા માટે પણ તેઓ સતત ટીમોને કાર્યરત રાખે છે.

ડીસીપી જગદીશ બાંગરવાનો જન્‍મ તા. ૧૪-૦૯-૧૯૯૫ના રોજ થયો છે. સફળ જીવનના ૩૨ વર્ષ પુરા કરી ૩૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મુળ રાજસ્‍થાનના બાડમેરના વતની છે અને જયપુરની જયનારાયણ વ્‍યાસ યુનિવર્સિટીમાંથી ગ્રેજન્‍યુએશન કર્યુ છે. તેઓને પહેલા આઇઆઇટીમાં જવાની ઇચ્‍છા હતી. પરંતુ બાદમાં ૨૦૧૪થી તૈયારીઓ શરૂ કરી પહેલા મામલતદાર બાદમાં બીએસએફની પરિક્ષા પાસ કરીહ તી. એ પછી ૨૦૧૮માં યુપીએસસી ક્રેક કરી અને ૨૦૧૯ની બેચના યુવા આઇપીએસ અધિકારી બન્‍યા હતાં. જગદીશ બાંગરવાએ હૈદરાબાદ સ્‍પીપામાં તાલીમ મેળવ્‍યા બાદ સોૈ પહેલા દાહોદ એએસપી તરીકે અને બાદ વડોદરા જેલ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ તરીકે ફરજ બજાવી હતી. બાદમાં રાજકોટ શહેરમાં ડીસીસી ઝોન-૨ તરીકે ફરજ બજાવી હતી. હાલમાં તેઓ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવી રહ્યા છે. તેમજે ઉચ્‍ચ અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય સામાજીક આગેવાનો તરફથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:04 PM IST)