News of Saturday, 14th November 2026
આસોપાલવના તોરણે ઝૂલ્યો આજનો દિવસઃ લાભ પાંચમે ખીલી વેપારની વસંત
પુષ્પોની માળા, શ્રીફળ અને કંકુ-ચોખાથી ભગવાનનું પૂજન કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં વેપારીઓએ શુભ મુહૂર્તમાં ધંધા-રોજગારનો કર્યો શુભારંભ

રાજકોટ, તા.૧૪: આજે લાભ પાંચમ છે. કારતક સુદ પાંચમ તારીખ ૧૪ નવેમ્બર ૨૦૨૬, શનિવારના રોજ આખું ગુજરાત લાભ, શુભ અને સમળદ્ધિના રંગે રંગાયું છે. દિવાળીના દીવાઓની રોશની ઝાંખી પડી નથી ત્યાં તો આસોપાલવના લીલાછમ તોરણોએ દુકાનો અને પેઢીઓના દ્વાર શણગારી દીધા છે. દરવાજે લટકતા તોરણ, આંગણે પથરાયેલી રંગોળી અને પુષ્પોની તાજી માળાઓ આજના દિવસની શુભતા અને મંગળતાની સાક્ષી પૂરી રહી છે.
દિવાળી અને નવા વર્ષની રજાઓ પછી આજે વેપારીઓ અને દુકાનદારો માટે સત્તાવાર રીતે ધંધા-રોજગારનો શુભારંભ કરવાનો પવિત્ર દિવસ છે. વહેલી સવારથી જ બજારોમાં ચહલ-પહલ જોવા મળી રહી છે. વેપારીઓએ પોતાની દુકાનો, પેઢીઓ, કારખાનાઓ અને ઓફિસોને સાફ-સફાઈ કરી ફૂલો અને તોરણોથી શણગારી છે. ભગવાનના મંદિરમાં અને પેઢીના પૂજાસ્થાને આસોપાલવના તોરણ અને પુષ્પોની માળા સાથે શ્રી ગણેશજી, માતા લક્ષ્મીજી અને માતા સરસ્વતીજીનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું.
પંચમી તિથિનો પ્રારંભ ૧૩ નવેમ્બર ૨૦૨૬, રાત્રે ૮:૪૨ વાગ્યે થયો હતો અને તેની સમાપ્તિ ૧૪ નવેમ્બર ૨૦૨૬, રાત્રે ૧૧:૨૩ વાગ્યે થશે. મુખ્ય પૂજા અને વ્યવસાય મુહૂર્ત સવારે ૬:૪૩ થી ૧૦:૧૮ વાગ્યા સુધી રહ્યું હતું, જેમાં વેપારીઓએ ચોપડા પૂજન કરી, શ્રીફળ વધેરી, કંકુ-ચોખાથી તિલક કરી નવા વર્ષના હિસાબ-કિતાબનો શુભારંભ કર્યો હતો. આજે લાભ પાંચમ નિમિત્તે વેપારીઓ એકબીજાને મીઠાઈ ખવડાવી, નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી અને નવા વર્ષમાં લાભ, વળદ્ધિ અને સમળદ્ધિની પ્રાર્થના કરી હતી.
(12:48 PM IST)










