<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

આજે રાંધણ છઠ્ઠ : ચુલા ઠારવાની પરંપરા : કાલે શીતળા સાતમ

શુક્રવારે શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવ ધામધુમથી ઉજવાશે : સાતમ-આઠમ પર્વ ઉજવવા થનગનાટ : લોકમેળાનો માહોલ જામ્‍યો : વૈજ્ઞાનિક અને વ્‍યવહારિક મહત્‍વ શ્રાવણ અને ભાદરવા મહિના દરમિયાન ઋતુ બદલાતી હોવાથી પાચનશક્‍તિ નબળી પડે છે. શીતળા સાતમે એક દિવસ રાંધેલું ઠંડું (વાસી) અને હળવું ભોજન લેવાથી શરીરની આંતરિક ગરમી શાંત થાય છે. વળી, વર્ષભર અગ્નિથી ધમધમતા રસોડા અને ચૂલાને એક દિવસનો આરામ મળે છે, જેનાથી રસોડાની સંપૂર્ણ ડીપ-ક્‍લીનિંગ (સ્‍વચ્‍છતા) થઈ જાય છે.

રાજકોટ તા.૨: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે રાંધણ છઠના પવિત્ર પર્વની અનેરી ઉજવણી થઈ રહી છે. શ્રાવણ વદ છઠના દિવસે મનાવાતો આ તહેવાર સૌરાષ્‍ટ્રની સંસ્‍કળતિની આગવી ઓળખ છે.રાંધણ છઠનું મહત્‍વ શીતળા માતાની આરાધના સાથે જોડાયેલું છે. માન્‍યતા મુજબ શીતળા માતા બાળકોને શીતળા જેવા રોગોથી બચાવે છે. આ દિવસે માતાઓ પોતાના સંતાનોના સુખ અને આરોગ્‍ય માટે વ્રત રાખે છે. આજના દિવસે સવારથી જ ગળહિણીઓએ રસોડાનો મોરચો સંભાળ્‍યો હતો. ચૂલા પર વિવિધ વાનગીઓ બનાવી ચૂલાને ઠારવામાં આવે છે, જેનો અર્થ છે કે સાતમના દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી.આજે દરેક ઘરમાં પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવે છે.ફરસાણમાં મેથીના થેપલા, ટમેટાના થેપલા, પૂરી, ભાખરી, ભજીયા, પાત્રા,મીઠાઈમાં  સુખડી, લાડવા, ચુરમા લાડુ, ઘૂઘરા,શાકમાં  સૂકા બટેટા, તીખા ગુંદા, અથાણા. આ બધી વાનગીઓ એક દિવસ અગાઉ બનાવીને રાખવામાં આવે છે, જેથી બીજા દિવસે વાસી ખાવાનો મહિમા જળવાય.   કાલે  સવારે શીતળા માતાની પૂજા કરીને આજે બનાવેલું ઠંડુ ભોજન - ટાઢું ખાવામાં આવશે. આખો દિવસ ચૂલો બંધ રહેશે. શ્રાવણ વદ આઠમે ભગવાન શ્રીકળષ્‍ણના જન્‍મોત્‍સવની ઉજવણી થશે. મધરાતે ૧૨ વાગ્‍યે કળષ્‍ણ જન્‍મ, મટકી ફોડ અને મંદિરોમાં ભવ્‍ય શણગારના દર્શન થશે.તહેવારોને લઈને રાજકોટના રેસકોર્સ મેદાન, ઈશ્વરીયા પાર્ક, જૂનાગઢના ભવનાથ, જામનગર, ભુજ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના મેળાના મેદાનોમાં લોકમેળા ખીલ્‍યા છે. ચકડોળ, મોતના કૂવા, ખાણી-પીણીના સ્‍ટોલ અને રમકડાંની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. વરસાદી વાતાવરણ વચ્‍ચે પણ લોકોમાં તહેવારોનો ઉત્‍સાહ અનેરો જોવા મળી રહ્યો છે.

 ધાર્મિક મહિમા અને પૌરાણિક માન્‍યતા

શીતળા માતાનું આગમન એવી ધાર્મિક માન્‍યતા છે કે રાંધણ છઠ્ઠની રાત્રે જ્‍યારે રસોઈ પૂરી થાય, ત્‍યારે ચૂલા કે ગેસને શાંત (ઠારી) કરીને તેની સાફ-સફાઈ અને પૂજા કરવામાં આવે છે. મધ્‍યરાત્રિએ શીતળા માતા ઘરે-ઘરે ભ્રમણ કરે છે અને ઠરેલા ચૂલામાં આળોટે છે, જેનાથી તેમને શીતળતા (શાંતિ) મળે છે. જો ચૂલો ગરમ હોય તો માતાજી નારાજ થાય છે અને શ્રાપ આપે છે તેવી લોકવાયકા છે.પરિવારના સ્‍વાસ્‍થ્‍યની રક્ષા શીતળા માતાને આરોગ્‍ય અને સ્‍વચ્‍છતાના દેવી માનવામાં આવે છે. આ દિવસે વ્રત અને આગલા દિવસે રાંધેલું ઠંડું ભોજન આરોગવાથી બાળકો અને પરિવારને ઓરી, અછબડા અને તાવ જેવા ગરમીના રોગોથી રક્ષણ મળે છે.

(2:44 PM IST)