News of Thursday, 22nd October 2026
કાલે દશનામ ગોસ્વામી સમાજનો રાસોત્સવ
દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગૃપ દ્વારા બાલભવનના મેદાનમાં શરદોત્સવનું આયોજન

રાજકોટ : દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગૃપ રાજકોટ દ્વારા સતત છવ્વીસમાં વર્ષે દશનામ ગોસ્વામી સમાજનાં પરિવારો, યુવા ભાઇઓ બહેનો માટે ભવ્ય અને દિવ્ય ‘‘શરદોત્સવ-ર૦ર૬''નું આયોજન તા. ર૩ શુક્રવારે સાંજે ૬:૩૦ થી નયનરમ્ય અને ભવ્ય સમયાણા અને આકર્ષક લાઇટીંગ ડેકોરેશનમાં બાલભવન ગ્રાઉન્ડ, રેસકોર્સ, રાજકોટ ખાતે યોજાશે.
સંગીતમય તાલનાં સથવારે અંદાજે અઢી હજાર જેટલા ખેલૈયાઓ અનેકો ઇનામોની વણજાર માટે ઝુમશે અને માંની આરાધના સ્વરૂણ આ ‘‘શરદોત્સવ''માં રમશે.
‘‘શરદોત્સવ-ર૦ર૬''નાં સમારોહ અધ્યક્ષ સ્થાને ચોટીલા ચામુંડા માતાનાં મહંતશ્રી જગદીશગીરી શાંતિગિરી બિરાજશે અને પ્રમુખ સ્થાન પર ઉદ્યોગપતિશ્રી રાજેશગીરી પ્રેમગીરી તેમજ વ્યક્તિ વિશેષ પદે મહંતશ્રી રમેશગીરી જગદીશગીરી - ખેરડી બિરાજશે, દીપપ્રાગટય મહંતશ્રી હરેશગીરી - ચોટીલા, વાય.કે. ગોસ્વામી - પૂર્વસીટી એન્જીનીયર, ઉદ્યોગપતિઓ સર્ર્વશ્રી રાજેશપુરી, જીતેન્દ્રગીરી, દેવેન્દ્રગીરી જસ્મીનગીરી, વિશાલગીરી, દિલીપગીરી, હરેશગીરી, કુમારગીરી, દિપકભારથી તેમજ કસ્ટમ સુપ્રિટેન્ડન્ટશ્રી રમેશગીરી, બિલ્ડરશ્રી દિલીપવન, કેળવણીકાર પ્રો. ડૉ. યશવંતગીરી, પૂર્વટેકનિકલ ડાયરેકટર દુરદર્શન એચ.એસ. ગોસ્વામી, ડૉ. સુરભિ, ડૉ. વિક્રાંત ગોસ્વામી, સામાજીક અગ્રણીશ્રી પ્રવિણપુરી, જયરામગીરી, તેજસગીરી ખુમેશપુેરી, મહેન્દ્ર ભારથી, શૈલેષગીરી તથા ડૉ. સુરજનાથના હસ્તે દંપતિ દ્વારા થશે.અતિથિ વિશેષપદે ડૉ. દર્શિતાબેન શાહ ધારાસભ્ય, રમેશભાઇ ટીલાળા ધારાસભ્ય, મેયર ડૉ. નેહલભાઇ શુકલ, સ્ટે. ચેરમેન પરેશભાઇ પીપળીયા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે વગેરે હાજર રહેશે.
આયોજન માટે ફાઉન્ડર પ્રેસિડન્ટ શ્રી નીલેશપુરી ગોસ્વામીના રાહબર હેઠળ પૂર્વ પ્રેસીડન્ટ એડવોકેટ ગીરીશપુરી, પ્રેસીડન્ટ મહેશપુરી, અમુલગીરી, દેવાંગગીરી, રાજનગીરી, એડવોકેટ તુષારગીરી, પાર્થગીરી, એડવોકેટ બ્રિજેશપુરી, પ્રોજેકટ ડાયરેકટરશ્રી કાવ્યનિલપુરી, કલ્પેશગીરી, સાગરગીરી તથા ક્રિએટીવ લેડીઝ કલબનાં પ્રમુખશ્રી તેજલબેન, માનદ્દ પ્રમુખશ્રીઓ કલ્પનાબેન, શિલ્પાબેન, ગીતાબેન, સરોજબેન, પલ્લવીબેન, શ્રદ્ધાબેન, ઉર્વશીબેન, દિપ્તીબેન, પ્રજ્ઞાબેન, પાર્વતીબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(2:14 PM IST)










