<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

પત્‍નીને ત્રાસ આપી મારકુટઃ ૧.૩૩ કરોડનું સ્‍ત્રીધન ઓળવી જતા ડોકટર પતિ સામે ગુનો

નાનામવા રોડ નજીક રહેતા પરિણીતાને હોર્સ રાઇડીંગ માટેના ફોર્મ લેવા મોકલ્‍યા બાદ પાછળથી શંકા કરી ત્રાસઃ ઘરમાંથી કાઢી મુકતા અંતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ

રાજકોટ તા. ૪: નાનામવા મેઇન રોડ નજીક સત્‍યસાંઇ હોસ્‍પિટલ રોડ પર અક્ષર શ્‍યામલ વિહાર સોસાયટીમાં રહેતાં પુનમબેન (ઉ.વ. ૪ર) એ તબીબ પતિ દલસુખ ગાંડુભાઇ ગીનોયા (રહે. અક્ષર શ્‍યામલ વિહાર સોસાયટી) સામે ત્રાસ આપી, મારકુટ કરી રૂા. ૧.૩૩ કરોડનું સ્‍ત્રીધન ઓળવી ગયાની મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પુનમબેને ફરીયાદમાં જણાવ્‍યું કે, તેના લગ્ન ર૦ વર્ષ પહેલા થયા હતા. સંતાનમાં પુત્ર જૈનીલ (ઉ.વ. ર૦) અને પુત્રી જલધી (ઉ.વ. ૮) છે. પતિ ડોકટર છે. લગ્નબાદ તે પતિ, સાસુ, જેઠ અને નણંદના પુત્રો સાથે બાલાજી હોલ પાછળ સંયુકત પરિવારમાં રહેવા ગયા હતા. લગ્ન વખતે તે પિયર તરફથી આશરે ૮૮૦ ગ્રામ સોનુ અને ૩ર૦ ગ્રામથી વધુના ચાંદી આપેલ હતા. જેની કિંમત ૧.૩૩ કરોડ જેવી છે. તે લાવ્‍યા હતા આ ઘરેણા તેનું અને પતિનું મવડી રોડ પર આવેલી બેંકમાં ખોલાવેલા સંયુકત લોકરમાં રખાતા હતા. ર૦ર૧ સુધી પ્રસંગોપાત ઘરેણા પહેરવાની જરૂરીયાત પડતા પતિ ઘરેણા લાવી દેતો હતો છેલ્લે ૩૦-૧ર-ર૩નાં લોકરમાં મુકયા હતા. ત્‍યારબાદ તા. ૮-૧-ર૪ અને ૧૯-૧-ર૪ના બે વખત પતિએ લોકર ઓપરેટ કર્યું હતું. બાદમાં તે લોકર ઓપરેટ થયું ન હતું. જેની ચાવી હાલ પતિ પાસે છે.

ગઇ તા. ૧-ર-ર૪માં પતિએ તેને પોપટપરામાં આવેલ હોર્સ રાઇડીંગ માટેનું ફોર્મ લેવા કહેતા તે ત્‍યાં ગયા હતા. બાદમાં પાછળથી પતિ અને સાસરીયાઓએ તેના પર શંકા કરી બોલાચાલી બાદ ઘરે આવવાની ના પાડી ઘરમાં જવા દીધા ન હતા. જેથી ૧૮૧ની મદદ લઇ પોલીસ મથકે ફરીયાદ કરવા ગયા હતા. પરંતુ પિયરવાળાની સમજાવટથી કોઇ ફરીયાદ કરી ન હતી. અને તેને ભાઇ પિયર ગોંડલ તેડી ગયો હતો. નવેક દિવસ બાદ તે પુત્રીને લેવા પતિના ઘરે જતા પતિએ ધકકો મારી ઘરમાંથી બહાર કાઢી મુકતા પોલીસ બોલાવી હતી. બાદમાં તેને પતિના ઘરે મુકી જવાયા હતા આ સમયે ઘરે તેના કબાટ તુટેલી હાલતમાં હતો. જેમાંથી તેના રોકડા રૂા. ૩.પર લાખ અને જવેલરી કબાટમાં ન હતી. જયારે પતિ ઘર છોડીને જતો રહ્યો હતો. થોડા સમય બાદ બે વખત તે ઘરે તેનો સામાન લેવા આવ્‍યો હતો. ત્‍યારબાદ પતિએ છુટાછેડા માટેની પિટીશન દાખલ કરાવેલ જેને લઇ કોર્ટમાં મીડીએશન માટે ત્રણ મુદત પડી હતી. છતાં સમાધાન ન થતા અને કરીયાવરની માંગણી કરવા છતાં પતિએ આપવાની ના પાડી ઓળવી જતા અંતે ફરીયાદ નોંધાવી હતી.

(3:52 PM IST)