<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

સફેદ કે પીળા પટ્ટા લગાવ્‍યા વિના વાહનો ટોઈંગ કરવા એ ઉઘાડી લુટફાટ સમાન : કોંગ્રેસ

શહેરમાં પટ્ટા ન લગાવી આડેધડ મન ફાવે ત્‍યાંથી મન પડે તે રીતે વાહનો ઉઠાવતી ટ્રાફિક પોલીસે પોતાની લક્ષ્મણરેખા ન ઓળંગવા ચેતવણી

રાજકોટ તા. ૧૭ : ગત રવિવારે શહેર ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન દ્વારા કેનાલ રોડ અને પેલેસ રોડ પર ફૂટપાથ પાસે રહેલા બાઈકને ઉઠાવી દંડની વસુલાત કરવામાં  કરવામાં આવી રહી હતી. વળી ટોઇંગ વાન દ્વારા આ કામ થઇ રહ્યુ હતુ તે ટોઇંગ વાનની નંબર પ્‍લેટમાં જ છેડછાડા સ્‍પસ્‍ટ જણાઇ આવતી હોય શહરે કોંગ્રેસના ગજેન્‍દ્રસિંહ ઝાલા અને પૂર્વ કોર્પોરેટર દીલીપભાઇ આસવાણીએ આ બાબતે સવાલો ઉઠાવ્‍યા હતા.

તેઓએ વધુમાં જણાવ્‍યુ છે કે જે સ્‍થળોએથી વાહનો ઉઠાવવામાં આવે છે તે સ્‍થળ પર નો ર્પાકિંગ ઝોનના બોર્ડ લગાવવામાં આવેલ નથી કે કોઈપણ પ્રકારના પટ્ટા પણ ઉપલબ્‍ધ છે નહીં. રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ તંત્રના સંકલનના અભાવે પટ્ટાઓ લગાવવામાં આવતા નથી અને નો ર્પાકિંગ ઝોનના બોર્ડ પણ લગાવવામાં આવતા નથી જે પગલે વેપારી કે આમ જનતાને ખ્‍યાલ ન આવે કે કયા સ્‍થળે વાહન રાખવું. આવી  સ્‍થિતિમાં તેમને દંડ ફટકારવો એ ઉઘાડી લુંટફાટ સમાન જ હોવાનું કોંગ્રેસ પ્રવક્‍તા ગજેન્‍દ્રસિંહ ઝાલા અને દીલીપભાઇ આસવાણીએ જણાવ્‍યુ છે.

આ અંગે તેઓએ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરનું પણ ધ્‍યાન દોર્યુ હતુ. જે  સ્‍થળે નો ર્પાકિંગ ઝોન ના સાઈનબોર્ડ કે પટ્ટાઓ લગાવવામાં આવ્‍યા ન હોય તેવી જગ્‍યા પર જનતાને કનડવાનું બંધ કરવા ચીમકી ઉચ્‍ચારી હતી.

ટુ વ્‍હીલર ચાલકોનું કોઈ સંગઠન ન હોવાના પગલે પોલીસ મન ફાવે તે રીતે મન પડે તે રીતે ગમે ત્‍યારે ગમે ત્‍યાંથી વાહન ઉઠાવે છે. ફક્‍ત અને ફક્‍ત સરકારી તિજોરી ભરી પોતાનો ટાર્ગેટ પૂરો કરવા પોલીસ તંત્ર કામગીરી કરી રહી હોવાના આક્ષેપો તેઓએ આ યાદીમાં કર્યા છે.

શહેરમાં થૂંકનારા અને નજીવી ભૂલ બદલ આઈવે પ્રોજેક્‍ટ હેઠળના કેમેરા પર નજર રાખી પોલીસ તંત્ર ધડાધડ કરોડો રૂપિયાના દંડ કરે છે પણ નજીવા ખર્ચ માટે પટ્ટાઓ કે નો ર્પાકિંગ ઝોનના બોર્ડ લગાવવાનું પોલીસ તંત્ર કે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને સુઝતું નથી.

શહેરમાં એલર્ટ રહી સ્‍કૂટર ચાલકોને દંડ કરી સિંહ પુરવાર થતી રાજકોટ શહેર પોલીસ બસ સ્‍ટેશનની આજુબાજુમાં અને લીમડા ચોક અને શહેરમાં માતેલા સાંઢની જેમ ફરતા ભારે વાહનો સામે કેમ બકરી બની જાય છે? તેમ શહેર કોંગ્રેસ પ્રવકતા ગજેન્‍દ્રસિંહ ઝાલા (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬) અને વોર્ડ નં. ૩ ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી (મો.૯૮૨૮૨ ૨૨૧૦૦)એ સંયુકત યાદીના અંતમાં જણાવ્‍યુ છે. 

 

(4:03 PM IST)