<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

આજીડેમ પોલીસ સ્‍ટેશન ખાતે લોકદરબારમાં ટ્રાફિક સમસ્‍યા, અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા રજૂઆત

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પ્રશ્નો સાંભળી ત્‍વરીત ઉકેલની બાહેંધરી આપી

રાજકોટ તા. ૧૮:  પ્રજા અને પોલીસ વચ્‍ચેનો સેતુ વધુ મજબુત બને અને સ્‍થાનિક કક્ષાએ કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ વધુ સુદ્રઢ થાય તેવા આશય સાથે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્‍ટેશન ખાતે લોકદરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પોલીસના ઉચ્‍ચ અધિકારીઓ સહિત વિસ્‍તારના અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

આજીડેમ પોલીસ સ્‍ટેશન દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમનું અધ્‍યક્ષસ્‍થાન પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ સંભાળ્‍યું હતું. જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, ડીસીપી ટ્રાફિક (ઇ) રાકેશ દેસાઇ, એસીપી પુર્વ બી. વી. જાધવ, એસીપી ટ્રાફિક એમ. એમ. લાલીવાલા સહિતના પણ હાજર રહ્યા હતાં.

આજીડેમ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના સામાજિક તથા રાજકીય આગેવાનો અને સ્‍થાનિક રહેવાસીઓ હાજર રહ્યા હતાં. લોકદરબાર દરમિયાન પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ હાજર રહેલા પ્રજાજનોને કોઈ પણ પ્રકારની સમસ્‍યા, રજૂઆત કે પ્રશ્નો હોય તો તે નિઃસંકોચ જણાવવા માટે આહવાન કર્યું હતું. જેના પ્રતિસાદરૂપે સ્‍થાનિક નાગરિકો અને આગેવાનો દ્વારા વિસ્‍તારમાં જુદી જુદી જગ્‍યાએ નડતી ટ્રાફિકની સમસ્‍યાઓ તેમજ અસામાજિક પ્રવળત્તિઓ પર અંકુશ લાવવા રજુઆતો કરી હતી.

નાગરિકોના પ્રશ્નોને ખુબ જ ગંભીરતાપુર્વક સાંભળીને પોલીસ કમિશનરે જણાવ્‍યું હતું કટ્રાફિક સમસ્‍યાને લગતા પ્રશ્નોનું ખૂબ જ ટૂંક સમયમાં સત્‍વરે નિવારણ લાવવામાં આવશે. આ સાથે જ વિસ્‍તારમાં શાંતિ ડહોળતી અસામાજિક પ્રવળત્તિઓને સજ્જડપણે ડામી દેવા માટે યોગ્‍ય કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવાની તેમણે ખાતરી આપી હતી.

લોકદરબારના મંચ પરથી ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વર્તમાન સમયના સૌથી મોટા પડકાર એવા સાયબર ગુનાઓ અંગે લોકોને જાગળત કર્યા હતા. તેમણે નાગરિકોને ઓનલાઈન છેતરપિંડી, ડીજીટલ એરેસ્‍ટ જેવી નવી નવતર મોડસ ઓપરેન્‍ડીથી બચવા અને નશાકારક પદાર્થોના દૂષણથી યુવાધનને બચાવવા માટે સતર્કતા કેળવવા ખાસ અપીલ કરી હતી.

ટ્રાફિક શાખાના ઇન્‍ચાર્જ ડીસીપી રાકેશ દેસાઇએ વાહન ચાલકોની લાપરવાહી અને ટ્રાફિક જાગૃતિના અભાવે બનતા અકસ્‍માતો પર ચિંતા વ્‍યક્‍ત કરી હતી. તેમણે જણાવ્‍યું કે, ટ્રાફિક સેન્‍સના અભાવે અકસ્‍માતથી થતા મળત્‍યુનું પ્રમાણ વધ્‍યું છે, જે ખુબ જ ગંભીર બાબત છે. આવા કરૂણ બનાવો અટકાવવા માટે દરેક નાગરિકે ટ્રાફિકના નિયમોનું ચુસ્‍તપણે પાલન કરવું જોઈએ તેવી તેમણે અપીલ કરી હતી. આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલ અને ટીમ દ્વારા આ લોકદરબારને સફળ બનાવવા જહેમત ઉઠાવાઇ હતી.

(3:35 PM IST)