<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

જલારામ જયંતિએ શહેરમાં ત્રણથી વધુ જગ્‍યાએ રકતદાન કેમ્‍પ

સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે

 

 

રાજકોટ : હાલમાં સિવિલ હોસ્‍પિટલમાં તમામ પ્રકારનાં બ્‍લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે ત્‍યારે પરમ પૂજ્‍ય સંત શિરોમણી શ્રી જલારામબાપાની ૨૨૭મી જન્‍મજયંતિ નિમિતે રઘુવંશી મિત્ર મંડળ, રાજકોટ દ્વારા રાજકોટ સિવિલ હોસ્‍પિટલના જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના સહયોગથી ‘શ્રી જલીયાણ ધામ', સાકાર કોમ્‍પલેક્ષ પાસે જલીયાણ ચોક, સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર ખાતે તા. ૧૬ સોમવારના રોજ સાંજના ૬ થી રાત્રીના ૧૧ વાગ્‍યા સુધી આ ઉપરાંત શ્રી રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ, રાજકોટ દ્વાર ‘જલારામ ધામ', વિરાણી હાઈસ્‍કૂલ ગ્રાઉન્‍ડ, ટાગોર રોડ, રાજકોટ ખાતે તેજ દિવસે સાંજના ૫ વાગ્‍યાથી તેમજ રઘુકુળ યુવા ગ્રુપ, રાજકોટ રઘુવંશી બીટ્‍સ ગ્રાઉન્‍ડ, રાજ પેલેસ સામે, સાધુ વાસવાણી રોડ ખાતે સાંજના ૬ થી રાત્રીના ૧૧ વાગ્‍યા સુધી મહારક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. મહારક્‍તદાન કેમ્‍પમાં રક્‍તદાતાઓને બહોળી સંખ્‍યામાં રકતદાન કરી અમુલ્‍ય માનવ જીંદગીઓ બચાવવા રક્‍તદાન કરવા વિનય જસાણીની યાદીમાં જણાવાયું છે.

(3:31 PM IST)