News of Friday, 17th July 2026
માનવતા અને સેવાનો ત્રિવેણી સંગમઃ રાજકોટની ‘ઓમ હોસ્પિટલ’ના યશસ્વી સેવાયાત્રાના ૧૦ વર્ષ પૂર્ણ
કોરોના મહામારીમાં સેંકડો દર્દીઓને આર્થિક રાહત સાથે નવજીવન આપનાર ડો.વિરલ બલદાણીયાના નેતૃત્વમાં હોસ્પિટલે મેળવી અપ્રતિમ લોકચાહના : નિષ્ણાત તબીબોની ટીમ, અદ્યતન ટેકનોલોજી અને સેવાની ભાવનાથી ‘ઓમ હોસ્પિટલ' બની સૌરાષ્ટ્રના દર્દીઓનું હૂંફાળું સરનામું

રાજકોટ,તા.૧૭: શહેરના ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલી અને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ માટે જાણીતી ‘ઓમ હોસ્પિટલ' પોતાની સફળ સારવાર અને માનવીય અભિગમ સાથે આરોગ્ય સેવાની સફરના ગૌરવપૂર્ણ ૧૦ વર્ષ પૂર્ણ કરી રહી છે. વર્ષ ૨૦૧૬માં શરૂ થયેલી આ હોસ્પિટલનો એકમાત્ર સંકલ્પ દર્દીઓને પોસાય તેવા ખર્ચે ગુણવત્તાસભર અને અત્યંત વિશ્વસનીય સારવાર આપવાનો રહ્યો છે, જેમાં હોસ્પિટલ આજે સંપૂર્ણપણે ખરી ઉતરી છે.
વૈશ્વિક કોરોના મહામારીના અત્યંત કપરા અને ભયાનક સમયમાં જ્યારે દર્દીઓ લાચાર હતા, ત્યારે ડો. વિરલ બલદાણીયાએ પોતાની ચિંતા કર્યા વગર સેંકડો કોરોના દર્દીઓની રાત-દિવસ એક કરીને સારવાર કરી હતી. ખૂબ જ નજીવા અને ઓછા ખર્ચે દર્દીઓને ઉત્તમ સારવાર આપીને સેંકડો પરિવારોના માળા વિખાતા બચાવ્યા છે, જેના કારણે આજે સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ડો. વિરલ બલદાણીયાએ દર્દીઓના દિલમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
૧૦ વર્ષની આ ગૌરવશાળી સિદ્ધિ પ્રસંગે લાગણીસભર શબ્દોમાં આભાર વ્યક્ત કરતાં ડો. વિરલ બલદાણીયાએ જણાવ્યું હતું કે, આ ૧૦ વર્ષની અવિરત સફર માત્ર એક હોસ્પિટલની સફળતા નથી. પરંતુ આ સફળતા અમારા પર અતૂટ વિશ્વાસ મૂકનાર દરેક દર્દીઓ, તેમના ચિંતાતુર પરિવારજનો અને હોસ્પિટલના ખડેપગે રહેતા સમગ્ર સ્ટાફ પરિવારની સંયુક્ત મહેનત અને સમર્પણનું પરિણામ છે. તેઓએ છેલ્લા દાયકા દરમિયાન મળેલા અવિરત સ્નેહ અને આશીર્વાદ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
ઓમ હોસ્પિટલ ખાતે માત્ર સામાન્ય બીમારી જ નહીં, પરંતુ જટિલ રોગોના નિદાન માટે પણ નિષ્ણાત તબીબો સેવા આપી રહ્યા છે. હોસ્પિટલમાં મુખ્ય સંચાલક ડો.વિરલ બલદાણીયા ઉપરાંત ડો.મમતાબેન બલદાણીયા (BHMS), ડો.ભાવિન ગંગાજળીયા (ઓર્થોપેડિક - હાડકાના નિષ્ણાત), ડો.રિધ્ધિબેન ગંગાજળીયા (ફિઝિયોથેરાપિસ્ટ), ડો.કે.ડી. વરૂ (BHMS) સેવા આપી રહ્યા છે.
અનુભવી નર્સિંગ સ્ટાફ અને સહયોગી કર્મચારીઓથી સજ્જ આ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે જનરલ તેમજ સ્પેશિયલ રૂમ્સ (દાખલ થવા માટે), આધુનિક લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે મશીન અને ચોવીસ કલાક કાર્યરત મેડિકલ સ્ટોરની સુવિધા ઉપલબ્ધ છે. સમયસર ચોક્કસ નિદાન અને દર્દી-કેન્દ્રિત અભિગમ એ ઓમ હોસ્પિટલની મુખ્ય વિશેષતા રહી છે.
ભવિષ્યમાં પણ ઓમ હોસ્પિટલ નવીનતમ ટેકનોલોજી અપનાવીને વધુને વધુ લોકો સુધી અદ્યતન અને કરકસરયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે
સરનામું: ઓમ હોસ્પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ.
ફોન નંબરઃ(૦૨૮૧) ૨૩૬૦૩૩૬, મો.૮૪૫૦૦ ૮૫૫૦૦
(10:34 AM IST)










