<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

દરેક આંગણે તુલસી, દરેક ઘરે સંસ્‍કારઃ ૧૦ હજાર તુલસીના રોપાનું વિનામૂલ્‍યે વિતરણ

ધારાસભ્‍ય ઉદય કાનગડ દ્વારા સતત ચોથા વર્ષે તુલસી વિવાહ પર્વે ૧૫ સ્‍થળોએ મહાવિતરણ

 રાજકોટઃ ભારતીય સનાતન સંસ્‍કૃતિમાં તુલસીનું સ્‍થાન અત્‍યંત પવિત્ર અને મંગલકારી મનાય છે. પ્રાચીન સમયથી જ દરેક પરિવારના આંગણે તુલસી ક્‍યારો સ્‍થાપવાની, દરરોજ પૂજન કરવાની, દીપ પ્રગટાવવાની અને પ્રદક્ષિણા કરવાની પરંપરા જળવાઈ રહી છે. હિન્‍દુ ધર્મની પૌરાણિક માન્‍યતા અનુસાર તુલસી એ માતા લક્ષ્મીનું સ્‍વરૂપ છે અને તેને વિષ્‍ણુપ્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જે દ્યરમાં તુલસીની પૂજા થાય છે ત્‍યાં ધન-ધાન્‍યની ઊણપ આવતી નથી અને તુલસી વિના ભગવાન વિષ્‍ણુની પૂજા અધૂરી મનાય છે.

તુલસી માત્ર શ્રદ્ધાનું પ્રતીક નથી, પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ વિશિષ્ટ ઔષધીય વનસ્‍પતિ પણ છે. જડીબુટ્ટીઓની રાણી તરીકે ઓળખાતી તુલસીના પાનમાં રહેલા કુદરતી એન્‍ટીઓક્‍સિડન્‍ટ અને જૈવિક સક્રિય તત્‍વો આરોગ્‍ય માટે ખૂબ જ લાભદાયક છે. શરદી, ઉધરસ, પાચન સંબંધિત તકલીફોમાં તેનો પરંપરાગત રીતે ઉપયોગ થતો આવ્‍યો છે.

‘દરેક ઘરમાં તુલસી, દરેક હૃદયમાં સંસ્‍કાર'ના સંદેશ સાથે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘એક પેડ  માં કે નામ' અભિયાનને સ્‍થાનિક સ્‍તરે જનભાગીદારીથી સાકાર કરવા ધારાસભ્‍ય ઉદય કાનગડ દ્વારા પર્યાવરણ સેવા અને જનસેવાના શુભ આશયથી સતત ચોથા વર્ષે તુલસી વિવાહના પાવન પર્વ અંતર્ગત મહાવિતરણનું આયોજન કરવામાં આવ્‍યું છે.

તા.૨૦, શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે વિધાનસભા-૬૮ (રાજકોટ પૂર્વ)ના વોર્ડ નં.૩,૪,૫,૬,૧૫ અને ૧૬માં સમાવિષ્ટ કુલ ૧૫ સ્‍થળોએ કુંડા સાથે ૧૦ હજાર તુલસીના રોપાનું વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવશે. જેમાં જનસેવા કાર્યાલય, ગાયત્રી કોમ્‍પલેક્ષ, આઈડીએફસી બેંક પાસે, પાણીના દ્યોડા પાસે, પેડક રોડ સહિતના મુખ્‍ય સ્‍થળોનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટેની વ્‍યવસ્‍થા માટે વોર્ડવાઈઝ ઈન્‍ચાર્જને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, ભાજપના પૂર્વ મહામંત્રી અશ્વિન મોલીયા, કિશોરભાઈ રાઠોડ, રાજકોટ પૂર્વના મહામંત્રી અશ્વિન મોલીયા, વિધાનસભા-૬૮માં સમાવિષ્ટ વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ તેમજ વોર્ડ સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. તુલસી માત્ર ધાર્મિક જ નહીં, પર્યાવરણમિત્ર છોડ પણ છે. તેની વાવણી અને નિયમિત જતનથી શુદ્ધ હવા અને સ્‍વસ્‍થ પર્યાવરણનું સંવર્ધન થાય છે. દરેક પરિવાર પોતાના દ્યરઆંગણે એક તુલસીનો છોડ ઉછેરે અને તેનું જતન કરે તેવા શુભ આશયથી શહેરીજનોએ આ વિતરણનો લાભ લેવા ધારાસભ્‍ય ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રાએ અનુરોધ કર્યો છે.

(3:23 PM IST)