<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

ગોંડલમાં ૭ લાખ અને બે બાઇકની ચોરી કરનાર સીકલીગર ગેંગના બે સાગ્રીતોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા

 

રાજકોટઃ ગોંડલમાં ૪ દિ' પુર્વે ટ્રાન્‍સપોર્ટર રાજદીપભાઇ ઉજીયાના ગુંદાળા રોડ સ્‍થિત વૃજવાટીકા એપાર્ટમેન્‍ટના ફલેટમાંથી સોના -ચાંદીના દાગીના તથા રોકડ રૂા. ૧ લાખ મળી કુલ ૭ લાખની મતાની ચોરી થતા આ બનાવમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરની સુચના અન્‍વયે રૂરલ એલસીબીના ઇન્‍ચાર્જ પીઆઇ કે.એમ.ચાવડા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ આર.વી.ભિમાણી તથા પીએસઆઇ પી.એન.ભરવાડની ટીમે સીસીટીવી ફુટેજ ચેક કરી ચોરીમાં સંડોવાયેલ સીકલીગર ગેંગના નાનકસીંગ ઉર્ફે કુલદીપસીંગ સન ઓફ બલ્લેસીંગ ટાંક (રહે. સુરત) તથા જસબીરસીંગ ઉર્ફે જગવીરસીંગ સન ઓફ રાજેશસીંગ ટાંક (રહે. વંથલી)ને બે ચોરાઉ બાઇક, જાયલો કાર તથા મોબાઇલ મળી કુલ ૩.૦પ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ  બંને શખ્‍સોએ સુરતથી ફોર વ્‍હીલ કારમાં આવી હાઇવે રોડ નજીક વિસ્‍તારમાંથી બે બાઇકની ચોરી કરી ફલેટમાં હાથફેરો કર્યો હતો. પકડાયેલ નાનકસીંગ સામે સુરત-નવસારીમાં ૩પ ગુન્‍હા અને જસબીરસીંગ સામે સુરત શહેરમાં ૧પ ગુનાઓ નોંધાયેલ છે. ંતસ્‍વીરમાં પકડાયેલ બંને રીઢા ગુનેગાર ચોરાઉ મુદામાલ સાથે નજરે પડે છે.

(2:58 PM IST)