<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

રાજકોટમાં સ્‍પાઈના બાઈફિડા અંગે બે દિવસીય જાગૃતિ અભિયાન : ૭૦ ટકા કેસ અટકાવવા શકય

કરોડરજ્જુની જન્‍મજાત ખામીથી પીડાતા બાળકોને મુખ્‍ય પ્રવાહમાં જોડવા ‘સ્‍પાઈના બાઈફિડા ક્‍લિનિક'ની અનોખી પહેલ : શનિવારે સેમિનાર અને રવિવારે સૌરાષ્‍ટ્રભરના વાલીઓ-બાળકો માટે વર્કશોપ

રાજકોટ : સમાજમાં જન્‍મજાત ખામીઓ પ્રત્‍યે જાગળતિ લાવવા અને કરોડરજ્જુની ગંભીર બીમારી ‘સ્‍પાઈના બાઈફિડા'થી અસરગ્રસ્‍ત બાળકોને સમાજના મુખ્‍ય પ્રવાહમાં જોડવા માટે રાજકોટ સ્‍થિત ‘સ્‍પાઈના બાઈફિડા ક્‍લિનિક' દ્વારા વિશેષ જાગળતિ ઝુંબેશ શરુ કરવામાં આવી છે.

જે અંતર્ગત તા. ૨૧ શનિવારના રોજ કોલેજો તથા ‘ઈન્‍ડિયન મેડિકલ એસોસિએશન' (રાજકોટ શાખા) માટે સેમિનાર યોજાશે. જ્‍યારે તા. ૨૨ રવિવારના રોજ બાળકો અને વાલીઓ માટે એક દિવસીય કાર્યશાળા યોજાશે. જેમાં સૌરાષ્‍ટ્રભર તથા અમદાવાદથી લોકો સહભાગી થશે.

મુંબઈની લીલાવતી હોસ્‍પિટલના વરિષ્‍ઠ બાળ સર્જન ડો. સંતોષ કર્માકરનું માર્ગદર્શન પ્રાપ્ત થશે અને રાજ્‍યના આરોગ્‍ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ ઉપસ્‍થિત રહેશે. 

સ્‍પાઈના બાઈફિડાએ કરોડરજ્જુની જન્‍મજાત ખામી છે. જેમાં ગર્ભાવસ્‍થાના પ્રથમ ૪ અઠવાડિયામાં કરોડરજ્જુનું હાડકું સંપૂર્ણ બંધ ન થવાથી ગેપ રહી જાય છે. ભારતમાં દર ૧૦૦૦ બાળકોમાંથી ૫ થી ૯ બાળકોમાં આ સ્‍થિતિ જોવા મળે છે અને દર વર્ષે આશરે ૨૫,૦૦૦ બાળકો આ ખામી સાથે જન્‍મે છે. સગર્ભા માતાઓમાં વિટામિન B9 (ફોલિક એસિડ)ની ઉણપ તેનું મુખ્‍ય કારણ છે. જો ગર્ભધારણના ૩ મહિના અગાઉથી અને પ્રથમ ત્રિમાસિકમાં નિયમિત ૪૦૦ માઈક્રોગ્રામ ફોલિક એસિડની ટેબલેટ લેવામાં આવે, તો ૭૦% થી વધુ કેસોને અટકાવી શકાય છે. 

આ બીમારીથી પીડાતા બાળકોને ચાલવામાં તકલીફ, હાઈડ્રોસેફાલસ, મૂત્રશક્ષણની સમસ્‍યા અને ઓર્થોપેડિક ગૂંચવણોનો સામનો કરવો પડે છે. તેમજ વાલીઓને આર્થિક બોજ, માનસિક તણાવ અને સામાજિક બહિષ્‍કાર જેવા પડકારો નડે છે. આ બાળકોની સારવાર માટે મલ્‍ટી-ડિસિપ્‍લિનરી મેડિકલ ટીમ અને પુનર્વસનની જરૂર પડે છે.

‘શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્‍યાણ ટ્રસ્‍ટ', ‘રોટરી ક્‍લબ (મિડટાઉન)' અને ‘રોલેક્‍સ રિંગ્‍સ લિમિટેડ'ના સહયોગથી યોજાનાર આ કાર્યક્રમમાં બાળકોને કલા-કૌશલ્‍ય કિટ, જરૂરિયાતમંદોને વ્‍હીલચેર તથા સરકારી યોજનાઓની પુસ્‍તિકા અર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ક્‍લિનિક ૨૦૧૯થી દર મહિનાના બીજા ગુરુવારે ૭ સુપર સ્‍પેશિયાલિસ્‍ટ તબીબો દ્વારા નિઃશુલ્‍ક સેવા આપી રહ્યું  હોવાનું જણાવાયું છે.

તસ્‍વીરમાં ડૉ. કાર્તિક મોઢા (ન્‍યુરોસર્જન), ડૉ. અમિત સીતાપરા (પીડીયાર્ટીક સર્જન), ડૉ. નિમા સીતાપરા (બાળકોના કાઉન્‍સીલર), ડૉ. ધૃતિબેન કલસરીયા (પીડીયાર્ટીક યુરોલોજીસ્‍ટ) તેમજ ભાવેશભાઇ કારીયા (અભિનવ પર્ફયુમ્‍સ) નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

 

સ્‍પાઇના બાઇફિડા શું છે?

સ્‍પાઈના બાયફિડા એ કરોડરજ્જુની જન્‍મજાત ખામી છે. ગર્ભાવસ્‍થાના પ્રથમ ૪ અઠવાડિયા દરમિયાન જ્‍યારે માતાના ગર્ભમાં બાળકની કરોડરજ્જુ અને ચેતાતંત્રનો વિકાસ થતો હોય, ત્‍યારે કરોડરજ્જુનું હાડકું સંપૂર્ણ રીતે બંધ થતું નથી અને એક ગેપ (જગ્‍યા) રહી જાય છે. આ સ્‍થિતિને સ્‍પાઇના બાઇફિડા કહેવામાં આવે છે.

બહારથી દેખાતા લક્ષણો મુજબ વપરાતા તબીબી શબ્‍દો અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ સમસ્‍યાઓ સમાન રહે છે. તે બહારથી જોઈ શકાય તેવી (aperta) અથવા છુપાયેલી (occulta) હોઈ શકે છે. તેના ઘણા નામ છે પરંતુ સામાન્‍ય રીતે તે ‘મેનિંગોમાયલોસીલ' (MMC) તરીકે ઓળખાય છે. કયારેક બહારના ચિホો ન્‍યૂનતમ હોય છે (જેમ કે વાળનો ગુચ્‍છો, નાનું છિદ્ર અથવા ત્‍વચા પર લાલ ડાઘ), પરંતુ અંદરની ખામી વધુ જટિલ હોઈ શકે છે.

આ સમસ્‍યાનું કારણ શું છે?

આ સમસ્‍યા ગર્ભાવસ્‍થાના પ્રારંભમાં ખામીયુક્‍ત વિકાસનું પરિણામ છે. આ રોગનું એક જાણીતું કારણ સગર્ભા માતાઓમાં વિટામિન B9 (જેને ફોલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે)ની ઉણપ છે. ગર્ભાવસ્‍થા પહેલાં માતાનું અપૂરતુ પોષણ અને પછાત સામાજિક-આર્થિક સ્‍થિતિ એ અન્‍ય જોખમી પરિબળો છે.

શું તે અટકાવી શકાય છે?

આ જાગળતિ અભિયાનનો સૌથી મહત્‍વપૂર્ણ સંદેશ એ છે કે ૭૦%થી વધુ સ્‍પાઇના બાયફિડા કેસોને અટકાવી શકાય છે. તે માટે આ પગલાં અનિવાર્ય છે. (૧) ફોલિક એસિડ (જ્‍ંશ્રશણૂ ખ્‍ણૂશફુ)નું સેવન : ગર્ભધારણના આયોજનના ૩ મહિના પહેલા અને ગર્ભાવસ્‍થાના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન નિયમિતપણે ૪૦૦ માઇકોગ્રામ ફોલિક એસિડની ટેબ્‍લેટ લેવી જ જોઈએ. (ર) પોષણયુક્‍ત આહાર : લીલા પાંદડાવાળા શાકભાજી, ખાટાં ફળો અને કઠોળ જેવા ફોલેટયુક્‍ત ખોરાક લેવો. (૩) ડાયાબિટીસ અને વજનનું નિયંત્રણ : સગર્ભાસ્ત્રીઓએ પોતાના સુગર લેવલ અને વજનને નિયંત્રણમાં રાખવું. રોજિંદા ખોરાકમાં ફોલિક એસિડનુ ઉમેરણ ફરજિયાત બનાવવાની નીતિઓ (જેમ કે મીઠામાં આયોડિન) દ્વારા આ પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ આપણા દેશમાં આ મર્યાદિત રહે છે.

 

નિષ્‍ણાંત તબીબોની ટીમ દ્વારા નિઃશુલ્‍ક સલાહ, માર્ગદર્શન

રાજકોટ : કમ્‍બાઇન્‍ડ સ્‍પાઇના બાઇફીડા કિલનિક દ્વારા મા શારદા ચાઇલ્‍ડ કેર, રાજનગર ચોક, સૂર્યમુખી હનુમાન મંદિરની સામે, નાના મૌવા, મેઇન રોડ, રાજકોટ (મો. ૯૦૯૯૬૦૮૮૮૦/૯૦૯૯૭૦૮૮૮૦) ખાતે દર મહિનાના બીજા ગુરૂવારે બપોરે ૩:૩૦ થી ૪:૩૦ સુધી નિષ્‍ણાંત તબીબોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવે છે. જેમાં ડૉ. અમીત સીતાપરા (બાળ ચિકિત્‍સા સર્જરી), ડૉ. કાર્તિક મોઢા (ન્‍યુરોસર્જન), ડૉ. રોહન પારવાણી (પીડીયાટ્રિક ઓર્થોપેડીક સર્જન), ડૉ. શૈલેષ કગથરા (ફિઝિયો), ડૉ. હિરેન  બાબરીયા (પ્રોસ્‍થેટીસ્‍ટ અને ઓર્થોટીસ્‍ટ), ડૉ. ધ્રુતિ કલસરીયા અમલાણી (પીડીયાટ્રીક યુરોલોજીસ્‍ટ) તથા ડૉ. નિમા સીતાપરા (પીડીયાટ્રીકસ) સેવા આપે છે.

 

(3:14 PM IST)