News of Monday, 14th September 2026
રાજકોટમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો : રસ્તાઓ પાણી-પાણી
બપોરે 3થી 4 વાગ્યા દરમિયાન સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં 47 મી.મી., જ્યારે ઈસ્ટ ઝોનમાં 37 મી.મી. વરસાદ નોંધાયો

રાજકોટમાં આજે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં માત્ર એક કલાકમાં અંદાજે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બપોરના 3થી 4 વાગ્યા દરમિયાન પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા.
ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં નોંધાયેલા આંકડા મુજબ એક કલાક દરમિયાન સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનમાં 47 મી.મી. જ્યારે ઈસ્ટ ઝોનમાં 37 મી.મી. વરસાદ નોંધાયો હતો. ટૂંકા ગાળામાં ભારે વરસાદ વરસતાં શહેરના નીચાણવાળા વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
(4:27 PM IST)










