<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

પૂ.ગીરીબાપુની શિવકથામાં ર લાખ લોકો ભોજન પ્રસાદ લેશે

૪૦૦ ડબ્બા સીંગતેલ, ૧૦૦ ડબ્બા ઘી, ૯૦ હજાર કિલો ઘઉંનો લોટ, ૬૦૦ કિલો ચોખા, ૬૦૦ કિલો દાળ, ૩૦ હજાર કિલો બટેટા, ર૦ હજાર કિલો ટમેટા, ર૦૦૦ કિલો ચણાનો લોટ અને ૪૦ ગુણી ખાંડનો ઉપયોગ કરાશે

રાજકોટ, તા., ૨૧ : રાજકોટના મવડી વિસ્‍તારમાં આવેલ સર્વોદય સ્‍કુલની સામે  ૮૦ ફુટ રોડ ઉપર અમૃત વાટીકા ગ્રાઉન્‍ડ ખાતે જય સરદાર ગૌશાળા, જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્‍ટ રાજકોટ કોઠારીયા દ્વારા તા. ર૩ ને ગુરૂવારથી તા. ૧ મે સુધી  શિવકથાકાર પૂ.ગીરીબાપુના વ્‍યાસાસને ભવ્‍ય શિવકથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડશે. કથાનો સમય દરરોજ બપોરે ૩ થી ૬ નો રાખવામાં આવેલ છે. ૬ વાગ્‍યા બાદ ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે.

કથા દરમિયાન ૧૦ દિવસમાં ર લાખ ભાવિકો ભોજન પ્રસાદ લેશે. આ માટે ૪૦૦ ડબ્‍બા સીંગતેલ, ૧૦૦ ડબ્‍બા ઘી, ૯૦ હજાર કિલો ઘઉંનો લોટ, ૬૦૦ કિલો ચોખા, ૬૦૦ કિલો દાળ, ૩૦ હજાર કિલો બટેટા, ર૦ હજાર કિલો ટમેટા, ર૦૦૦ કિલો ચણાનો લોટ અને ૪૦ ગુણી ખાંડનો ઉપયોગ કરાશે.

 પોથીયાત્રા તા. ૨૩-૦૪-૨૦૨૬ ને  ગુરુવારે સવારે ૮ વાગ્‍યે પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી વિધિવત પ્રસ્‍થાન કરશે.

     પ્રથમ દિવસે તા.૨૩-૦૪-૨૦૨૬ ને ગુરુવારે બપોરે ત્રણ વાગ્‍યે શિવ કથા નો પ્રારંભ થશે. તા.૨૪ થી તા.૨૭ સુધી દરરોજ બપોરે ૩ થી ૬ દરમિયાન શિવકથાનું પૂ. ગીરીબાપુ  રસપાન કરાવશે.તા.૨૮ ને મંગળવારે સતી પ્રાગટય,તા.૨૯ ને બુધવારે શિવ પાર્વતી વિવાહ તથા તા.૩૦ ને ગુરુવારે શિવ કથાનુ  રસપાન તથા તા.૧-૫-૨૦૨૬ને શુક્રવારે સવારે ૯ વાગ્‍યે શ્રી શિવકથા વિરામ લેશે.

લોક ડાયરો-સંતવાણી-હસાયરો

ગૌમાતાના સાનિધ્‍યમાં આયોજિત આ પવિત્ર પ્રસંગમાં બાલાજી દાદાની કળપાથી દરરોજ સાંજે ૬:૦૦ વાગ્‍યે ભોજન પ્રસાદ તથા દરરોજ રાત્રે ૮:૦૦ કલાકે વિશેષ રાત્રિ કાર્યક્રમ સંતવાણી તથા સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાશે. જેમાં તા.૨૫ એપ્રિલે અલ્‍પા પટેલ, હિતેશ અંટાળા તા.૨૬ ને રવિવારે યોગીતા પટેલ, પ્રદીપ પાઘડી, કૌશિક પટેલ તથા તા. ૨૭ને સોમવારે રાજભા ગઢવી અને શ્રુતિ પટેલનો કાર્યક્રમ યોજાયો છે.

જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્‍ટ ટીમ

જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્‍ટ રાજકોટ (કોઠારીયા)ના સંચાલક ટ્રસ્‍ટી મંડળના ચેરમેન ગોરધનભાઈ અરજણભાઇ લક્કડ,વાઇસ ચેરમેન જયેશભાઈ પાંચાભાઇ સોરઠીયા, પ્રમુખ ડાયાભાઇ નરશીભાઈ અકબરી,ઉપ પ્રમુખ જેનિશભાઈ આંબાભાઈ ડોબરીયા,ટ્રસ્‍ટી રમેશભાઈ ગોરધનભાઈ સીદપરા,મંત્રી ઘનશ્‍યામભાઈ બાબુભાઈ પાંભર,સહ મંત્રી મહેશભાઈ મગનભાઈ વેકરીયા,  ખજાનચી દિનેશભાઈ ભોજાભાઈ મેઘાણી,સહ ખજાનચી રસિકભાઈ નાનજીભાઈ મૂંગરા,આયોજન સમિતિના ભુપતભાઈ નાનજીભાઈ ઘીયાડ, મહેન્‍દ્રભાઈ કરશનભાઈ વાછાણી,ટ્રસ્‍ટીઓ મનસુખભાઈ માધાભાઈ ખાત્રાણી, સંજયભાઈ ગણેશભાઈ ખાત્રાણી, ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ સોજીત્રા, જેરામભાઈ જીવરાજભાઈ રૈયાણી, ખોડીદાસભાઈ એન. પાનસુરિયા, અશોકભાઈ મોહનભાઈ વેકરીયા,ડૉ. સંજયભાઈ તુલસીભાઈ ખૂંટ, કરમશીભાઈ રણછોડભાઈ પરસાણા સહિતની ટીમ તથા જુદી જુદી સંસ્‍થાઓના હોદ્દેદારો અને દાતાઓ જહેમત ઉઠાવે છે.

રાજકોટના મવડી વિસ્‍તારમાં પૂ.ગીરીબાપુના વ્‍યાસાસને આયોજિત શિવકથામા સૌ ભાવિકોને ઉપસ્‍થિત રહેવા જય સરદાર ગૌશાળા(રાજકોટ-કોઠારીયા) દ્વારા આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

વધુ માહિતી માટે જય સરદાર ગૌશાળા, જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્‍ટ રાજકોટ-કોઠારીયા કિસાન પંપની પાછળ, શીતળા માતાજીના મંદિર પાસે,નેશનલ હાઇવે ગોંડલ રોડ,રાજકોટ કોઠારીયા (મો.૯૮૯૮૦ ૩૦૨૬૬ ,મો.૯૮૯૮૫ ૩૧૨૩૯) ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે. 

(3:31 PM IST)