<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

રાજકોટ રેલ્‍વે સ્‍ટેશનેથી મોરબી, બિહારના બે શખ્‍સ ૪.૮૭ લાખના ગાંજા સાથે ઝડપાયા

ઇન્‍ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી એચ. એમ. રાણાની રાહબરીમાં પીએસઆઇ બી.જે. જાડેજા અને ટીમની કામગીરીઃ બિહારનો શૈલેન્‍દ્ર અમદાવાદથી લાવ્‍યો, મોરબીનો આરીફ લેવા આવ્‍યો હતોઃ બંનેને ઝડપી લેવાયા : આરીફની અગાઉ જુનાગઢ, મોરબી, વાંકાનેરમાં બે હત્‍યા, ડ્રગ્‍સ સહિત ૪ ગુનામાં સંડોવણી

રાજકોટ તા.૨૭:  શહેર રેલવે પોલીસ સ્‍ટેશન દ્વારા આગામી દિવાળી તહેવારોના અનુસંધાનમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને નાર્કોટિક્‍સ પદાર્થોનું વેચાણ ન થાય તે માટે  સે નો ટુ ડ્રગ્‍સ અભિયાન અંતર્ગત રેલ્‍વે પોલીસ કડક કાર્યવાહી કરવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે મોરબીના નામચીન શખ્‍સ અને બિહારી શખ્‍સને રૂા. ૪.૩૭ લાખના ગાંજા સાથે  ઝડપી લીધા હતાં.

 રાજકોટ રેલવે પોલીસ સ્‍ટેશનના સર્વેલન્‍સ સ્‍ટાફના પીએસઆઇ બી. જે. જાડેજા તથા સ્‍ટાફના માણસો રાજકોટ રેલવે સ્‍ટેશન ઉપર હાજર હતા. તે દરમિયાન બાતમીના આધારે રેલવે સ્‍ટેશન પ્‍લેટફોર્મ નંબર ૧/બી જામનગર તરફના છેડા પાસેથી બે શખ્‍સોને ગાંજાના જથ્‍થા સાથે ઝડપી પાડવામાં આવ્‍યા  હતાં. આ શખ્‍સોએ પોતાના નામ શૈલેન્‍દ્રકુમાર ધરમવિર કુશવાહા (ઉ.વ.૩૩, ધંધો, સવીનો સિરામિક કંપનીમાં સુપરવાઈઝર, મોરબી, મૂળ રહે. ગામ પીપરાઠ, પોસ્‍ટ કડસર, તા. નવા નગર, જી. બક્‍સર, રાજ્‍ય બિહાર) અને આરિફ આલમશા સાયદ (ઉ.વ.૩૩, ધંધા-રીક્ષા ડ્રાઈવીંગ, રહે. ફુલગલી ખાટકીવાસ કુબેરનાથ રોડ મોરબી) જણાવ્‍યા હતાં. આ બંને પાસેથી રેલ્‍વે પોલીસને રૂા. ૪,૩૭,૪૦૦નો ૮.૭૫૦ કિલોગ્રામ ગાંજો મળી આવતાં તે તથા બે મોબાઇલ ફોન, રોકડ મળી કુલ રૂા. ૪,૮૭,૦૫૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

પોલીસના જણાવ્‍યા મુજબ આરોપી અગાઉ જુનાગઢ  શહેર બી-ડીવી., મોરબી તાલુકા, વાંકાનેર સીટી અને મોરબી શીટી બી-ડીવી. પોલીસ સ્‍ટેશનમાં  હત્‍યા, દારૂ, એનડીપીએસના ચાર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડયો હતો. તેણે બિહારના શૈલેન્‍દ્રકુમાર મારફતે આ ગાંજો મંગાવ્‍યો હતો. શૈલેન્‍દ્રએ પોતે અમદાવાદથી ગાંજો એક શખ્‍સ પાસેથી લઇને રાજકોટ રેલ્‍વે સ્‍ટેશને મોરબીના આરીફને દેવા આવ્‍યાનું કબુલ્‍યું હતું. ઇન્‍ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક (રેલવે) અમદાવાદના કે. એન. ડામોર, પોલીસ અધિક્ષક પ.રે. અમદાવાદના યશપાલ જગાણીયા તથા ઇન્‍ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી પ.રે. રાજકોટના એચ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. જે. જાડેજા તથા કે.યુ. વાળા, પો.હેડ કોન્‍સ. જયવિરસિંહ વનરાજસિંહ, યશપાલસિંહ, વિપુલભાઇ, કોન્‍સ. દેવેન્‍દ્ર રામ તથા સાગર સુભાષ તેમજ એએનટીએફ સ્‍કવોડના હેડકોન્‍સ. જયેશભાઈ અને કોન્‍સ. બિહારીદાન દ્વારા કરવામાં આવી હતી. જ્‍યારે પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ એફએસએલ અધિકારી સમીર જોષી દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ કેસમાં આગળની વધુ તપાસ રાજકોટ રેલવે પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ કે. યુ. વાળા ચલાવી રહ્યા છે.

(2:13 PM IST)