News of Sunday, 6th September 2026
રાજકોટના રૈયા ચોકડી પાસે કાર અડવા બાબતે બે મહિલાઓ વચ્ચે બબાલ
કાર અડવા મુદ્દે બંને મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

રાજકોટના રૈયા ચોકડી પાસે કાર અડવા બાબતે બે મહિલાઓ વચ્ચે બબાલ થઈ હતી. કાર અડવા મુદ્દે બંને મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં એક મહિલા મનફાવે તેમ અપશબ્દો બોલતી જોવા મળી રહી છે. રૈયા ચોકડી પાસે જાહેરમાં મહિલાઓ વચ્ચે થયેલી માથાકૂટને લઈને લોકોના ટોળા પણ એકઠા થયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે અંગેની વિગતો સામે આવી નથી.
(5:23 PM IST)










